કોટડા સાંગાણીના આ ગામમાં એક સાથે ચોસઠ ખાંભીઓ છે, જેમણે પોતાની અંદર રહસ્ય સંતાડી રાખ્યું છે.

0
1814

ચોસઠ ખાંભીઓ

સૌરાષ્ટ્રમાં ગામેગામ ઘર પર જેટલા નળીયા નથી એથીયે વધારે પાળીયા પાદરમા પથરાણા છે ને એક એક પાળીયે ઇતિહાસ ની કથાઓ વેરાયેલી પડી છે. આવી લોકકથાઓ ઊપર અનેક વર્ષો ની આંધીઓના પડ બાજી ગયા છે. કેટલીક ખાંભીઓ તો નિર્વંશ જતા માનવીની જેમ સ્તબ્ધ થઈ ને ખોડાઇ રહી હોય તેવુ લાગે છે. એ વખતના સમયકાળેને જોવા આવી ખાંભીઓ ની ધુળ ખંખેરીએ તો માનવીનુ જબરદસ્ત પાત્ર આપણી સામે ખોંખારીને એના ઝમીરને પ્રગટ કરછે. એ સમયકાળની નેક ટેક ખમીર ખાનદાની જીવતરનુ મુલ્ય આ બધુ લોકકથાઓ થઈ બહાર આવે છે.

હાલ એવા ઘણા ગામો છે જ્યા પાળીયા પંડ્ય ને ખંખેરવા તૈયાર છે પણ કોક વિરતાની કદર કરવા વાળુ છે? પણ અહી એક એવાજ મંદિર ની વાત કરવાની છે જેમા વિરતાની કદર કરી એકસાથે ૬૪ પાળીયાઓ ને શણગારી ભવ્ય મંદિરમા સ્થાપિત કરવામા આવ્યા છે, જેને શણગાર સજાવી સિંદુર થી રંગી સવાર સાંજ નિત્ય આ વિરનરોની આરતી અખંડ ઊતરે છે. ચોસઠ શુરવીરોના પાળીયા પાસે ચોસઠ તર વારો ચોસઠ ધજા ભા લા સાથે જાણે યુ ધની તૈયારી કરી જાણે ચોસઠ જણનુ જાણે સૈ ન્ય ઊભુ હોય એવુ દ્રશ્ય પ્રતિત થાય છે. સિંદુરે ત્રબકતી ખાંભીઓ ભારે રૂડી લાગે છે હો.

વાત છે કોટડા સાંગાણી ના અરડોઈ ગામની જ્યા વિશાળ મંદિર મા એક સામટી ચોસઠ ખાંભીઓ ખોડી દિધી છે. આ ખાંભીઓ ઊંડુ ખોદકામ કરતા મળી હોવાનુ જણાય છે. જોકે કથા બીજ હજુ મળ્યુ નથી પણ અમુક જ્ઞાતિઓના શુરાપુરા હાલ સાબિત કે જાગૃત થયા છે. ત્યાના પુજારી સાથે વાત કરતા કહેવાય છે કે, અહી એક દિકરીની માટે આ રોળુ રોળાણુ ને ચોસઠ વીરોએ એ ઝીક સામે ઝઝુમી સદાયની કિર્તી કરી ગયા.

બીજી પણ એક વાત છે પટેલનુ માથુ વા ઢયુ ને ધડ બેઠુ થઈ આ ખોડેલ પાળીયાની જગ્યાએ આવીને એક ડોશીએ ગળી નાખી ને ધડ આ ખાંભીઓ ની બાજુની જગ્યાએ પડ્યુ. હાલ પણ છે. આમ જુદી જુદી લોકવાયકા મળે છે પણ તાળો મળવો મુશ્કેલ છે. પણ બેન દિકરી માટે ધીંગાણુ થયુ ને આ ધરતી રાતીચોળ થઈ હશે એ વાત સાચી હશે? ઘટના હકીકત મોટી છે બાકી ચોસઠ ખાંભીઓ ખોડવી મુશકેલ છે.

આ ખાંભીઓ માં મારા અંદાજ પ્રમાણે ઘણી કોમના આમા વિરગતી પામેલ છે જેમા,

(૧) કાઠી દરબાર ની ખાંભીઓ છે

(૨) ભટ્ટી પરમાર અને જાદવ જે કારડીયા રાજપુત ની ખાંભીઓ છે જેમા તેજાજી ભગાજી અરજણજી

(૩) જાડેજા દરબાર ની પણ ખાંભીઓ છે

(૪) પટેલની જે વઘાસિયા પટેલની પણ ખાંભી છે જેમા પાતાબાપા તથા ગોપાલબાપા છે

(૫) બાવાજી મહારાજ ની પણ ખાંભીઓ છે

(૬) કુંભારની ખાંભી પણ છે

(૭) ગોંડલીયા દરજીની પણ ખાંભી છે

આમ પહેલાના વખતમાં વતનની ગામની આબરૂ તથા બેન બેટી ગાય માટે નાતજાત ભુલી એક પંગથે પ્રાણ કાઢી પથરાઇ જતા જે તમે આ ચોસઠ વીરોના પાળીયા જોઈ કહી શકો છો કે કંઇક તો થયુ હશે બાકી એમનામ થોડા પાળીયા ખોડાઇ.

કારણ આગળ ઘરમા મુકાતુ પાંચ રૂપીયાનુ ડાબણ લાવવુ એ પણ અઘુરૂ પડતુ તો ચોસઠ ખાંભીઓ એમનામ કોણ ઘડાવે? આવા ડાબણ મા દબાયેલા પાળીયાઓ મે જોયા છે. એટલે જ તો દાદબાપુની એક કવિતા યાદ આવે છે કે,

શિખરો જ્યા સર કરો

ત્યા કિર્તી સ્તંભ ખોડી શકો

પણ ગામને પાદર એક પાળીયો એમને એમ ના ખોડી શકો.

આમ એક જ હારમા ઊભેલી ખાંભીઓ જોતા આજના યુવાનને ખરેખર આ બાબતને જિજ્ઞાસાવશ જાણવાની તાલાવેલી થવી જોઇએ. પણ આ ફોરજી ફાયજી ની સ્પીડથી ચાલતા આ જમાનામા આ પાળીયાઓ ની વીરતાની વાત જાણવાનો કોને ટાઇમ છે. પોતાનુ સ્ટેટ્સ બનાવામા ગાંડાતુર છે.

ફોટા ભાવીનભાઇ ધોળકિયા તથા લાલભા પરમાર તથા જયેશભાઇ વધાસીયા એ મોકલેલ છે. ભાવીનભાઇ ના પિતાએ આ પાળીયાઓ નુ કાર્ય હાથમા ધરી પ્રથમ આગળ આવી આ કાર્ય ચાલુ કર્યુ. પછી જેમ જેમ શુરાપુરા જાગૃત થતા ગયા તેમ જે તે સમાજે પણ પોતાના શુરાપુરાના મંદિર મા મદદ કરી ભવ્ય મંદિર તૈયાર કર્યુ.

સંત શુરા અને સતીઓ ગ્રુપ

– વિરમદેવસિહ પઢેરીયા