એક બહેન સામે રહેતી માં વગરની દીકરીના ચરિત્રનું કરી રહી હતી મુલ્યાંકન, પછી જે થયું તે ચોંકાવનારુ હતું 

0
544

“ચરિત્ર પ્રમાણપત્ર”

ફાલ્ગુણી બેન કપડાની ડોલ લઈને ટેરેસ પર પહોંચી જ હતી, કે રેશમા બહેનનો અવાજ સાંભળીને ચોંકી ગઈ.

અરે બહેન, હું ક્યારની તારી રાહ જોઈ રહી છું. આજે આટલી વાર કેમ લાગી કપડાં ધોવામાં? હું તો ક્યારના બધા કપડાં સુકવીને તારી રાહ જોઈને ઉભી છું.

હા બહેન, આજે કેટલુંક વધારાનું કામ હતું એટલે મોડું થઈ ગયું. જણાવ કોઈ ખાસ વાત છે કે શું? ફાલ્ગુણી બેને કહ્યું.

રેશમા બહેન બોલી, અરે જણાવવાનું શું? શું તમે ખબર પણ છે કે કોલોનીમાં શું ચાલી રહ્યું છે? આખો દિવસ ઘરના કામકાજમાં જ વ્યસ્ત રહે છે, થોડો સમય કાઢ. આ સામેવાળા મિસ્ટર રાજ છે ને, તેની દીકરીનું અફેર ચાલી રહ્યું છે.

એમ! હા, કાલે સવારે એક છોકરો તેને મળવા આવ્યો હતો. મને લાગ્યું કે સાથે ભણતો કોઈ છોકરો હશે, કોલેજના કોઈ કામ માટે આવ્યો હશે. ફાલ્ગુણી બેન બોલી.

આજે પણ મળવા આવ્યો છે. બંને પાર્કના ખૂણામાં વાત કરી રહ્યા હતા અને હા, તેઓ આખો દિવસ ફોન પર વાત કરતા રહે છે. માં તો છે જ નહિ, બાપાને નોકરીમાંથી નવરાશ નથી અને પુત્રી ચારિત્રહીન થઈ ગઈ છે. રેશમા બહેન બોલી.

આ સાંભળી ફાલ્ગુણી બેન બોલી, તે સાચું છે બહેન. જમાનો બહુ ખરાબ થઈ ગયો છે. તેની તો માં નથી, પરંતુ માતા-પિતા બંને કાળજી લે તો પણ આજના બાળકો બગડી રહ્યા છે. આ બધું મોબાઈલ, ફિલ્મો અને સોશિયલ મીડિયાનો કમાલ છે.

ત્યારે અચાનક રેશમા બહેનના ઘરની ડોરબેલ વાગે છે.

આ સમયે કોણ આવ્યું હશે? ફાલ્ગુણી બેને પૂછ્યું.

કોઈ નહિ બહેન, દીકરો આવ્યો હશે. આજે પહેલીવાર તે પોતાની ગર્લફ્રેન્ડને મને મળવવા લાવવાનો છે. આ ઉંમર જ નાદાનીની હોય છે, આમાં પ્રેમ, મિત્રતા અને આકર્ષણ સામાન્ય છે.

દીકરો કહેતો હતો કે, મમ્મી તમે પહેલા વાત કરજો, તમને ગમે તો પછી પપ્પા સાથે આ બાબતે વાત કરજો.

હવે બાળકના સુખમાં જ આપણું સુખ રહેલું છે. હું તેના પિતાને તો ચપટીમાં તૈયાર કરી લઈશ. હવે હું જાઉં છું બહેન, બંને બાળકો ગેટ પર રાહ જોતા હશે.

ફાલ્ગુણી બેન, રેશમા બહેનના ચરિત્ર પ્રમાણપત્રો જોઈને દંગ રહી ગઈ.

વંદના ચૌહાણની રચનાનું સંપાદન.