આપણાં આ ડબલ સ્ટાન્ડર્ડ જ ક્યાંકને ક્યાંક આપણને નડે છે, જાણો આપણી બેવડી માનસિકતા વિષે.

0
181

આપણાં ડબલ સ્ટાન્ડર્ડ :

નાનો માણસ દેવું કરે તો ‘દેવાળિયો’…

અને મોટો માણસ દેવું કરે તો ‘ડિફોલ્ટર’ !

નાનો માણસ ધંધો ચાલુ કરે તો ‘ગલ્લાવાળો’…

અને મોટો માણસ બિઝનેસ ચાલુ કરે તો ‘એન્ટરપ્રોન્યોર’ !

નાના માણસો ટીકા કરે તો ‘પંચાતિયા’…

અને મોટા માણસો કોમેન્ટ કરે તો ‘ઓપિનિયન’ !

નાના માણસો ઉપવાસ કરે તો ‘ધાર્મિક અંધશ્રદ્ધા’…

અને મોટા માણસો ભૂખ્યા રહે તો ‘ડાયેટ કંટ્રોલ’ !

નાનો માણસ સલાહ આપે તો ‘દોઢ ડાહ્યો’…

અને મોટી સેલિબ્રિટી એકાદ બ્રાન્ડનું નામ પણ બોલે તો ‘ઇન્ફ્લુએન્સર’ !

નાનો માણસ પત્ની ઘરમાં મદદ કરે તો ‘બૈરીનો ગુલામ’…

અને મોટો માણસ વાઈફને કિચનમાં હેલ્પ કરે તો ‘જેન્ડર ઇક્વાલિટી’ !

નાના માણસો સડક પર ગા ળાગાળી કરે તો ‘અસભ્ય’…

અને મોટા લોકો ઓટીટી પ્લેટફોર્મ પર ગં દી ગા ળો વાળી વેબસિરીઝ જુએ તો ‘ફ્રીડમ ઓફ એક્સપ્રેશન !

નાના માણસો વરઘોડામાં નાચે તો ‘સડકછાપ’…

અને મોટા માણસો ગમે ત્યારે જાહેર જગ્યામાં અચાનક નાચવા માંડે તો ‘ફ્લેશ-મોબ’ !

નાના માણસો મંદિરના ઓટલે માઇક ગોઠવીને ભજન કરે તો ‘ઘોંઘાટ’…

અને મોટા નબીરાઓ કાન ફા ડી નાંખે એવા સ્પીકરો ગોઠવીને ફેમસ સિંગર પાસે રાગડા તણાવે તો એ ‘મ્યુઝિક કોન્સર્ટ’!

અને હા, નાનો માણસ માસ્ક વિના ફરે તો 1000 રૂપિયા દંડ…

પણ મોટો માણસ માસ્ક વિના સભાઓ ભરે તો ‘પાર્ટી લીડર’ !

– મન્નુ શેખચલ્લી.

(સાભાર કદર્મ મોદી, અમર કથાઓ ગ્રુપ)