એક પુસ્તક જ્ઞાન મા દેવાયત પંડિતની વાણી મુજબ શાસ્ત્રમાં કહ્યું છે કે…..
જેવી ગાયની હાલત હશે તેવી આપણાં સમાજની હાલત થશે !
આ વાત અક્ષરશઃ સાચી પડતી આવે છે.
ગાય ભટકે છે!…. માણસ પણ ભટકે છે. ગાય દુ:ખી છે…. માણસ પણ દુ:ખી છે.
ગાય ચિત્કાર કરે છે….. માણસ પણ રોગોથી ચિત્કાર કરી રહ્યો છે.
ગાય ઓખર કરે છે….. માણસ પણ મા સાહાર રૂપી ઓખર કરે છે.
ગાય વલખા મારે છે…. માણસ પણ પૈસા પાછળ વલખા મારે છે.
ગાયના વાછરું ને મા નું દૂધ દુલર્ભ છે…. માણસ પણ પોતાના બાળક ને ધાવણ છોડાવી દે છે.
ગાય રેઢીયાળ બની ગઈ…. માણસ પણ પરિવાર થી તરછોડાઇ દલદલ રેઢીયાર બની ગયો.
ગાય દુધ આપતી હતી ત્યાં સુધી ખીલે બાંધી – દુધ આપતી બંધ થઈ પાંજરાપોળમાં મૂકી…. માણસને પણ સગા દિકરાએ વૃદ્ધાશ્રમમાં મૂકી હાથ ખંખેરી નાખ્યા.
ગાય ના છાણ- ગોબર-મૂત્રની કિંમત ન રહી… માણસ ના કૃષિ -ખેતી પર નભતાં ખેડૂતો ની કિંમત ન રહી.!
ગાય ને ઇંજેકશન મારીને બચ્ચા પેદા કર્યા…. માણસ IVF માં બચ્ચા પેદા કરવા માંડ્યો.!
ગાયનું મહત્વ ઘટી ગયું…. માણસની જીંદગી નું મહત્વ ઘટી ગયું’.!
ગાય સાથે નો નાતો તૂટી ગયો લાડ… પ્યાર… સહાનુભૂતી ગઈ…. માણસ માણસ વચ્ચે વૈમનસ્ય સગી મા નો નાતો તૂટી ગયો!
ગાયનું પવિત્ર દૂધ છોડયું ! તો જર્સી જનાવર નું કોથળી નું દૂધ આવ્યું.
દોસ્તો! ગાય બચશે તો પૂરી માનવજાત બચશે. ગાય મરશે તો પૂરી માનવજાત મોતના ખપ્પરમાં હોમાય જશે !
આજે આ દર્શ્ય તાદર્શ્યમાન મારી તમારી સામે ખડુ છે!
હવે દડો કુદરત ના હાથ માં જતો રહ્યો હોય એવો અહેસાસ માનવજાત ને થવા લાગ્યો છે! ચાલો પાછા ફરી એ ગાય- ભૂમિ ને બચાવી એ !
– સાભાર રાજેશ ડોડીયા (અમર કથાઓ ગ્રુપ)