એક ખેડૂત પાસે એક ઘરડો ગધેડો હતો. એક દિવસ ખેડૂતનો ગધેડો કુવામાં પડી ગયો. તે ગધેડો કલાકો સુધી જોર જોરથી રડતો રહ્યો, ખેડૂત સાંભળતો રહ્યો અને વિચાર કરતો રહ્યો કે, તેણે શું કરવું જોઈએ અને શું નહિ? છેવટે તેણે નિર્ણય લીધો કે આમ પણ ગધેડો ઘણો વૃદ્ધ થઇ ગયો છે, અંતે તેને બચાવવાથી કોઈ લાભ થવાનો નથી એટલા માટે તેને કુવામાં જ દાટી દેવો જોઈએ.
ખેડૂતે પોતાના બધા પાડોશીઓને મદદ માટે બોલાવ્યા. બધાએ એક એક પાવડો લીધો અને કુવામાં માટી નાખવાનું શરુ કરી દીધું. જેવું જ ગધેડાને સમજાયું કે તે લોકો આવું કેમ કરી રહ્યા છે, તો તે વધુ જોર જોરથી બુમો પાડી પાડીને રડવા લાગ્યો. અને પછી અચાનક તે આશ્ચર્યજનક રીતે શાંત થઇ ગયો.
બધા લોકો શાંતિથી કુવામાં માટી નાખતા રહ્યા. ત્યારે ખેડૂતે કુવામાં ડોકિયું કર્યું તો તે આશ્ચર્યચક્તિ થઇ ગયો. જયારે ગધેડાની પીઠ ઉપર માટી પડતી ત્યારે તે એક આશ્ચર્યજનક હરકત કરી રહ્યો હતો. તે હલી હલીને પોતાના પર પડતી માટીને નીચે પાડી દેતો હતો અને પછી તેની ઉપર ચડી જતો હતો.
જેમ જેમ ખેડૂત અને તેના પાડોશી તેની ઉપર પાવડાથી માટી નાખતા ગયા તેમ તેમ તે હલી હલીને તે માટીને પાડી દેતો હતો અને તેની ઉપર ચડી જતો હતો. થોડા સમયમાં જ સૌને આશ્ચર્યચકિત કરતા તે ગધેડો કુવાના કાંઠા ઉપર પહોંચી ગયો અને પછી કુદીને બહાર ભાગી ગયો.
તો મિત્રો આ સ્ટોરી માંથી આપણને એ શીખ મળે છે કે, મુશ્કેલીઓ આવે ત્યારે હિંમત ન હારો, રસ્તો આપમેળે જ નીકળી આવશે. જો આપણે કોઈ મુશ્કેલીમાં ફસાઈ જઈએ અને મદદના બધા રસ્તા બંધ થઇ જાય તો તે સમયે આપણે હિંમત ન હારવી જોઈએ, અને પોતાના ઉપર વિશ્વાસ રાખીને ઠંડા મગજથી તે મુશ્કેલી માંથી બહાર નીકળવાના રસ્તા શોધવા જોઈએ.