મ**રણ પછી થતી વીધીઓ (ભાગ 3) : જાણો હિન્દુ ઘર્મમાં મ**રણ પછી કરવામાં આવતી સાચી વિધિઓ વિષે.

0
986

મ**રણ પછી થતી વીધીઓનો ભાગ 1 અને 2 અમારા પેજ પર છે, ત્યાંથી વાંચી શકો છો.

ભાગ ત્રીજામાં આજે આપણે વધુ કંઈક નવું જાણીએ. ગયા ભાગમાં એક વાત હું લખવાની ભૂલી ગયો હતો કે, કોઈ પણ વ્યક્તિનું મો તથાય એટલે તરત તલના તેલનો દીવો કરવો, જે દશ દિવસ સુધી પ્રજ્વલિત રાખવો. બીજું એ કે મ **રણ બાદ તરત ચોખાના લોટના કે ઘઉંના લોટમાં તલ ને ઘી નાખી છ પિંડ બનાવવા.

એક પિંડ શ બ પાસે મુકવો, બીજો પિંડ ઉંબરા પાસે, ત્રીજો ચાર રસ્તે, ચોથો સ્મશાને, પાંચમો ચિતા પાસે અને છઠ્ઠો ચિતામાં શ બ ઉપર મુકવો. શ બ ઉપર મુકેલો પિંડ બળી જવા દેવો ને સ્મશાનમાં ચિતા પાસે મુકેલો પિંડ ઘરે પરત લાવી ને ઘરમાં પ્રવેશ ન કરતા સીધો નદીમાં પધરાવી આવવો. પણ યાદ રહે કે ચોખા કે ઘઉંના જે પઢ લોટના પિંડ બનાવ્યા હોય.

ઘરના લોકોએ એજ લોટની રસોઈ દશ દિવસ ખાવી એવું શ્રાદ્ધ સુતક કહે છે. પુરાણો કહે છે કે મ **રણ પછી જીવ હવામાં અદ્રશ્ય રૂપે, ઘરમાં, ઘરની આસપાસ હવામાં રહે છે. સ્વજનોને વિલાપ કરતા જોઈ આત્મા દુઃખી થાય છે, માટે સ્વજનોએ રડવું કે દુઃખી ન થવું જોઈએ. ત્રીજું મ **ર ણપછી શરીરના અમુક અંગો અમુક સમય સુધી જીવંત રહે છે.

જેમકે, આંખ 31 મિનિટ, મગજ 10 મિનિટ, પગ 4 કલાક, અસ્થિ એટલે હાડકા 30 દિવસ. મિત્રો આપણા પૂર્વજોના મત મુજબ ત્વચા 5 કલાક જીવિત રહે છે.

ચોથી વાત એ કે શાસ્ત્રોના મત મુજબ અસ્થિ 30 દિવસ સુધી જીવિત રહે છે. આપણે એક બહુ મોટી ભૂલ કરીએ છીએ કે, પાંચ-સાત દિવસે જયારે આપણે બ્રાહ્મણ સાથે ટાઢી ઠારવા જઈએ છીએ, ત્યારે એક કુલડીમાં જેટલા સમાય એટલા જ અસ્થિ લઈને ગંગામાં પધરાવવા જઈએ છીએ. મિત્રો પુરાણો અને અન્ય સુતકોના જણાવ્યા અનુસાર હાડકાની એક કણી પણ પડી રહે, તો જીવ અનંત વર્ષો સુધી એમાં પડ્યો રહી શકે છે. કારણ કે જીવને શરીર કે શરીરનો કોઈ ભાગ છોડવો નથી ગમતો હોતો. પ્રાચીન કાળમાં આવી ઘણી ઘટનાઓ બની ગઈ છે, જેમ કે માંગડાવાળાની વાત જ લઇ લો.

આ વાત ઉપરથી જાણવા મળે છે કે આપણે કેટલી બધી ભૂલો કરીએ છીએ. બે ચાર અસ્થિ કુલડીમાં લાવી બીજા અસ્થિ ત્યાં સ્મશાનમાં છોડી આપણે આપણા પિતૃઓને પ્રેત યો નીમાં ભટકવા છોડી દઈએ છીએ. મિત્રો અત્યારે આટલું જ.

ક્રમશ:

(સાભાર વીક ચૌહાણ, અમર કથાઓ ગ્રુપ)

મ**રણ પછી થતી વીધીઓનો ભાગ 1 અને 2 અમારા પેજ પર છે, ત્યાંથી વાંચી શકો છો.