એક એવું મંદિર જ્યાં દિવસમાં ત્રણ વખત રંગ બદલે છે દેવીની મૂર્તિ, ભક્તોની દરેક મનોકામના માતા કરે છે પુરી.
કોઈપણ ઘટનાને આપણે ચમત્કાર કહેવાનું ત્યારે શરુ કરીએ છીએ જયારે તે ઘટનાની પાછળનું સાચું કારણ આપણને ખબર નથી હોતી. આપણે પોતે જ તેને પરમાત્માનો ચમત્કાર માની લઈએ છીએ. તે ચમત્કાર આપણી આસ્થાને મજબુત કરે છે અને આપણને તે આશ્વાસન આપે છે કે, આ દુનિયામાં કોઈ દૈવીય શક્તિ જરૂર રહેલી છે જે કોઈ પણ મુશ્કેલીમાં આપણું રક્ષણ કરશે.
આપણા દેશમાં એવા મંદિરોની યાદી ઘણી લાંબી છે જેને કોઈ ચમત્કાર માટે ઓળખવામાં આવે છે. આ મંદિરોની સંખ્યા એટલી છે કે, તમે તેને આંગળીઓ ઉપર ગણતા ગણતા થાકી જશો પણ એ મંદિરોની સંખ્યા પૂરી નહિ થાય. તેથી અમારો પૂરો પ્રયત્ન રહેશે કે તમારા સુધી દરેક એ મંદિરોની વાત પહોંચાડવામાં આવે જે પોતાના કોઈ ચમત્કારને કારણે પ્રસિદ્ધ હોય. તેથી આજે અમે તમને એક એવા જ ચમત્કારી મંદિર વિષે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં રહેલી દેવી માં ની મૂર્તિ દિવસમાં ત્રણ વખત રંગ બદલે છે.
પચમઠા મંદિર : પચમઠા મંદિર મધ્યપ્રદેશના જબલપુરમાં આવેલું એક મંદિર છે, જ્યાં ઘણા દેવી દેવતાઓની પૂજા થાય છે. મંદિરનું નિર્માણ લગભગ 1100 વર્ષ પૂર્વે થયું હતું. કહેવામાં આવે છે કે, 1100 વર્ષ જુના ગોંડવાના શાસનની રાણી દુર્ગાવતીના સેવાદાર રહેલા આધાર સિંહના નામ ઉપરથી બનેલા આધાર તાલમાં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મંદિરની ઘણી ખાસિયતો છે અને અહિયાં ઘણા લોકો તંત્ર સિદ્ધી માટે આવે છે.
આ મંદિરમાં આમ તો ઘણા દેવી દેવતાઓની પૂજા થાય છે, પણ માં લક્ષ્મીની એક ચમત્કારી મૂર્તિ ભક્તોને દુર દુરથી અહિયાં ખેંચી લાવે છે. હકીકતમાં પચમઠા મંદિરમાં રહેલી માં લક્ષ્મીની મૂર્તિ દિવસમાં ઘણી વખત પોતાનો રંગ બદલે છે અને એવું કોઈ માનવીય હસ્તક્ષેપ વગર થાય છે. દર્શનાર્થીઓના જણાવ્યા મુજબ, સવારે માતા લક્ષ્મીની આ મૂર્તિનો રંગ સફેદ રહે છે જયારે બપોરે તેનો રંગ પીળો થઇ જાય છે. અને સાંજે તે મૂર્તિ વાદળી રંગની દેખાવા લાગે છે.
પચમઠા મંદિર પ્રાચીન હોવાની સાથે સાથે તેની ખાસ બનાવટ માટે પણ પ્રસિદ્ધ છે. માન્યતા છે કે મંદિરનું નિર્માણ કંઈક એવી રીતે કરવામાં આવ્યું છે કે, દરરોજ સવારે સૂર્યની પહેલી કિરણ માતા લક્ષ્મીના ચરણો ઉપર પડે છે. તે દ્રશ્ય એવું લાગે છે જાણે કે ભગવાન સૂર્ય માતા લક્ષ્મીના આશીર્વાદ લઇ રહ્યા હોય.
તે ઉપરાંત પચમઠા મંદિર વિષે એવું પણ કહેવામાં આવે છે કે, આ મંદિરની ચારે તરફ પવિત્ર શ્રી યંત્રની રચના રહેલી છે. એ કારણ છે કે અહીં તંત્ર સિદ્ધી કરવા વાળા લોકોની લાઈન લાગેલી રહે છે. ખાસ કરીને અમાસની રાત્રે અહિયાં ઘણી ભીડ થાય છે, કેમ કે આ દિવસને તંત્ર સિદ્ધીઓ માટે વિશેષ દિવસ માનવામાં આવે છે.
તે ઉપરાંત શુક્રવારે પણ આ મંદિરમાં ઘણી ભીડ જોવા મળે છે. લોકોની આ મંદિર સાથે ઘણી આસ્થા જોડાયેલી છે. આ મંદિર વિષે એવી માન્યતા છે કે, અહિયાં સાચા મનથી જો કોઈ માનતા માગી લે તો માતા રાણી ભક્તોની પુકાર જરૂર સાંભળે છે અને પોતાના ભક્તોની દરેક મનોકામના પુરી કરે છે.
આ માહિતી એસ્ટ્રો સેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.