પાદરે આવેલા વડલા અને નાનકડા બાળકનો આ સંવાદ આપણા વડવાઓનો ઇતિહાસ જણાવે છે.

0
1055

પાદરનો વડલો :

આજથી ત્રીસ ચાલીસ વર્ષ પહેલાં જ્યારે ગામડાંમાં ગામને પાદર ચાર પાંચ વડ હોય, તેમની આજુબાજુ મોટી ઉંમરના વડીલો બેઠા હોય, અલક મલક ની વાતો નો દોર ચાલું હોય, ત્યારે વડવાઓએ વાવેલ વડલો આ બધું એ સાંભળતો હોય છે.

આજના યુગમાં કોઈ બાળક રમતું રમતું તે વડનાં ઓથે પાસે રમે છે. એને તેને સહેજ નિંદ્રા આવે છે અને તે બાળક સ્વપ્નમાં તે વડ ને પુછ્યુ કે, અમે તો અમારાં વડવાઓને તો નથી જોયા પણ તમે એમને જોયા છે શું?

ત્યારે તે વડ ને વાંચા ફુટે છે અને કહે, દિકરા મારાં તે સમયની તને શું વાતો કરૂં કે તમારા વડવાઓએ જે રીતે અમારૂં જતન કરીયુ છે તે જ રીતે તમારૂં પણ જતનથી ઉછેર કર્યો છે.

તે કદાચ તારાં દાદા ને આવી જૂની વાતો નહીં પુછી હોય, કારણ કે તમે લોકો આજનાં મોબાઈલ યુગમાં જન્મીયા છોવો એટલે!

વડ કહે કે, મારાં દાદા એ પણ તમારાં ગામની તે સમયે ભવ્યતા જોય હતી. જેની મને વાત કરી હતી તેનાં આધારે કહું છું કે, તારું ગામ આમ તો બોવ વર્ષો જૂનું છે. તે સમયે પાંચેક કુટુંબ કબીલા સાથે આવેલા હતાં. ગામનો સુંદર ટીંબો જોયો અને રોકાય છે. વાડા બાંધી રહે છે. આ જગ્યાઓ ઉપર મારાં પણ વડવાઓ હતાં.

વડ કહે કે, બસ પછી આ ગામમાં અઢારે વર્ણના વાડા બાંધી રહેતા હતાં. ગામનું તોરણ બાંધી ને ગામને પાદર ગામ રક્ષક દેવ એટલે હનુમાનજી મહારાજ ક્ષેત્રપાળ દેવ ની થાપના કરી.

ગામનાં બધાં ભેળામળી ને ઠાકોરજી નું એક સુંદર મંદિર બંધાવ્યું હતું. ગામને પાદર એક વાવ ખોદે છે. આજે તો એ તારા વડવાઓની વાવ જેમ ભુતકાળ બનીને ક્યાં દેખાતી નથી. પણ આજેપણ મને યાદ છે કે, તારા દાદા દાદીયુ એ આજ વાવનું પાણી અમને પાયું છે. એટલે જ હજી અમે અડીખમ ઊભેલા છીએ.

તે પછી રાજાઓનો સમય આવ્યો. ત્યારે જે-તે રાજાઓના ગામ થયા તે સમયે નાં રજવાડાં નાં રાજાઓના ઉદાર મન હતાં. તેમને ગામનાં રક્ષણ માટે ગામ ફરતે ગઢ બંધાવ્યો છે. હજી પણ તું તે ગઢ જર્જરિત હાલતમાં ઉભો છે.

તારાં ગામનાં રક્ષણ માટે રાજાઓના સૈ નિકો તેમાં રહેતા તેના બદલામાં તે રયત પાસેથી કર વસુલાત કરતાં. આજની તારીખે પણ તમારાં વડવાઓની રણ ખાંભી ઓ ગામની આજુબાજુ પાળીયા થય ને ઉભેલ છે. ક્યારેક એમનાં દર્શન કરજો.

તમારી જેમ રમવા માટે મોબાઈલો નોતા બસ અમારી પાસે અલકમલકની રમતો રમતા જે તમારી પાસે એકપણ એવી રમતો આજે નથી રહી. મારે તો આજે પણ તમારી સાથે રમતો રમવી છે પણ તમારી પાસે એવો સમય જ નથી.

છેલ્લે બાળક કહ્યું કે, તમે જે રીતે મારાં ગામને મારાં વડવાઓ નું વર્ણન કર્યું તે જોતાં એવું લાગે છે કે, હવેથી અમે દરેક મિત્રો દર રવિવારે તમારી પાસે રમતો રમવા આવ શું.

હવેથી અમે મોબાઈલ નો ઉપયોગ નહીં કરીએ. બસ તમે તમારા વડવાઓની સંસ્કૃતિની જાળવણી કરી તેમ અમારી પણ ફરજ બને કે વડવાઓની સંસ્કૃતિ જાળવણી કરીએ.

આટલી વાત જ્યાં પુરી થઈ ત્યાંતો તેનો મિત્રોનો અવાજ આવ્યો ઉઠ હવે બોવ મોડું થાય છે.

બસ પછી વાતની દોર ટૂટે છે.

ધર્મ અને કર્મ તો અમને અમારા વડવાવોઓ એ શીખવાડીયુ છે.

શીખવાડે મો તનો તો ડર નથી

કેમ કે ગામના પાદરનો વડલો હતો એ વટે માર્ગુનો સાચો વિસામો, તે હતો શુરવીર પાળિયાઓનો કાયમી સથવારો…

સૌજન્ય પટેલ જયંતિ (અમર કથાઓ ગ્રુપ)

મારી અંતર કર્ણની પ્રેરણાથી.