એક પરિવારમાં પતિ, પત્નિ અને દિકરો-દિકરી એમ કૂલ ચાર સભ્યો સાથે મળીને રહેતા હતા. એક દિવસ સવારે દાદરો ઉતરતી વખતે પત્ની પગથિયું ચુકી ગયા.
ભૂલ નાની હતી પણ પગથિયું ચૂકવાને કારણે દાદરા પરથી ગબડતા-ગબડતા નીચે આવ્યા. કમરના ભાગે ખુબ વાગ્યુ અને થોડા ફ્રેકચર પણ થયા.
બધા જ દોડીને ભેગાં થઇ ગયા. પતિ એની પત્નિનો હાથ પકડીને નીચે બેસી ગયા અને સાંત્વના આપવા લાગ્યા.
દિકરાએ હોસ્પીટલમાં ફોન કરીને તાત્કાલિક એમ્બ્યુલન્સ મંગાવી લીધી.
દિકરી દોડીને મમ્મી માટે પાણીનો પ્યાલો ભરી લાવી.
પરિવારના બધાં જ સભ્યો પીડાથી કણસતા બહેનની સેવામાં લાગી ગયા.
થોડીવારમાં એમ્બ્યુલન્સ પણ આવી ગઇ. સારામાં સારી હોસ્પિટલમાં બહેનને દાખલ કરવામાં આવ્યા.
દુ:ખની ઘડીમાં પતિ, પુત્ર અને પુત્રીનો સાથ મળ્યો એટલે બહેનને ખુબ સારુ લાગ્યુ.
થોડા દિવસની સામાન્ય સારવાર બાદ હોસ્પીટલમાંથી રજા પણ આપી દેવામાં આવી.
થોડા મહીનાઓ પછી આ પરિવારમાં એક ઘટના ઘટી. દિકરો મેડીકલ કોલેજમાં એડમીશન મેળવવા માટેની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.
પરિક્ષા આપી અને તેનું પરીણામ પણ આવ્યું. છોકરાને પરીક્ષામાં ખુબ ઓછા માર્કસ આવ્યા.
સાંજે એના પપ્પા ઓફીસથી ઘરે આવ્યા એટલે એણે છોકરાને પરિણામ બાબતે પૂછ્યું.
છોકરાએ નીચી મુંડીએ નબળા પરીણામની વાત કરી.
પિતા સીધા જ છોકરાને બોલવા લાગ્યા, ‘ડોબા, તે તો મારુ ના ક કપાવ્યુ. આવા પરિણામથી હવે તને કોણ એડમિશન આપવાનો હતો?
તારા બાપ પાસે કંઇ રૂપિયાના ઢગલા નથી કે તને ડોનેશન ભરીને ભણાવવાની વ્યવસ્થા કરુ.
તારા અભ્યાસ પાછળ કરેલો મારો લાખો રૂપિયાનો ખર્ચ એળે ગયો.
પિતાનું ફા યરીંગ ચાલુ જ હતુ અને વચ્ચે મમ્મી પણ બોલ્યા, શું સાવ મુંગો ઉભો છે? મો ઢામાંથી કંઇક ફાટ તો ખરો?
છોકરાએ એના મમ્મી-પપ્પાને કહ્યુ, મારે તમને થોડા મહીના પહેલા બનેલી ઘટનાની યાદ અપાવવી છે.
જ્યારે મમ્મી દાદરો ઉતરતી વખતે નીચે ગબડી પડી ત્યારે આપણે બધા એની સાથે હતા. એને મદદ કરવામાં લાગી ગયા હતા.
એ વખતે મમ્મીને મદદ કરવાને બદલે, એને સાથ આપવાને બદલે લા કડી લઇને થોડા ફ ટકા મા ર્યાહોત તો?
પિતાએ ઉંચા અવાજે કહ્યુ, ગધેડા તું શું બોલે છે એનું તને ભાન છે? એને મા રવાની હોય કે મદદ કરવાની હોય?
છોકરાએ રડતા રડતા કહ્યુ, પપ્પા-મમ્મી, હું પણ અત્યારે ગબડ્યો છું. આ નબળા પરીણામથી મને પારાવાર પીડા થાય છે.
મારી આ દુ:ખની ઘડીમાં મને સાથ ન આપી શકો? મને અત્યારે તમારા ટેકાની જરૂર છે અને તમે ધક્કો મારવાનું કામ કરો છો.
જો મને તમારો સપોર્ટ મળી જાય તો હું ફરીથી ઉભો થઇને ચાલવા માંડીશ.
આપ તો મારા કરતા ઉંમર અને અનુભવ બંનેમાં મોટા છો આપ એટલું પણ નથી સમજી શકતા કે, પડેલા માણસને ટી કાની નહી, ટેકાની જરૂર હોય છે.
દિકરાની વાત મમ્મી-પપ્પાના હદય સોંસરવી ઉતરી ગઇ.
મિત્રો, કોઇપણ માણસને જ્યારે અકસ્માત નડે, નીચે પડે ત્યારે ઉભા થવા માટે સૌથી પ્રથમ સપોર્ટની જરૂર પડે.
ટેકા વગર નીચે પડેલા માણસને ઉભા થવામાં ખુબ મુશ્કેલી પડે અને કેટલીક વખત તો ઉભો જ ન થઇ શકે. તો એને ટેકો કરજો, ટી કા નહીં.
– સંકલન કર્દમ મોદી (અમર કથાઓ ગ્રુપ)