“પગ મને ધોવા દ્યો રઘુરાય” – કાગબાપુની આ સુંદર રચના તમને શ્રીરામની ભક્તિમાં લીન કરી દેશે.

0
930

પગ મને ધોવા દ્યો રઘુરાય,

પ્રભુ મને વહેમ પડ્યો મનમાંય..

પગ મને ધોવા દ્યો રઘુરાયજી…

રામ લખમણ જાનકી એ તીર ગંગાને જાય જી

નાવ માગી નીર તરવા, ગુહ બોલ્યો ગમ ખાઈ

પગ મને ધોવા દ્યો રઘુરાયજી

રજ તમારી કામણગારી, મારી નાવ નારી થઈ જાય જી

તો અમારી રંક જનની આજીવિકા ટળી જાય

પગ મને ધોવા દ્યો રઘુરાયજી

જોઇ ચતુરાઇ ભીલજનની, જાનકી મુસકાયજી

અભણ કેવું યાદ રાખે, ભણેલ ભૂલી જાય

પગ મને ધોવા દ્યો રઘુરાયજી

દિન દયાળુ આ જગતમાં ગરજ કેવી ગણાયજી

આપ જેવાને ઊભા રાખી, પગ પખાળી જાય

પગ મને ધોવા દ્યો રઘુરાયજી

નાવડીમાં બાવડી ઝાલી, રામ તણી ભીલરાયજી

પાર ઉતરી (રામે) પૂછિયું કે તમે શું લેશો ઉતરાઈ?

પગ મને ધોવા દ્યો રઘુરાયજી

નાયીની કદી નાયી લ્યે નહિ, આપણે ધંધાભાઈજી

‘કાગ’ લ્યે નહિ ખારવાની કદી, ખારવો ઉતરાઈ

પગ મને ધોવા દ્યો રઘુરાયજી.

– કવિ કાગબાપુ.