આ મંદિરમાં હનુમાનદાદાના અદ્દભુત દર્શનનો લ્હાવો મળે છે, એવું લાગે છે જાણે હમણાં તે આપણી સાથે વાતો કરશે.

0
352

મનોજવમ્ મારુતતુલ્યવેગમ્ ,

જીતેન્દ્વિયમ્ બુદ્ધિતાંવરિષ્ઠમ્.

વાતાત્મજમ્ વાનરયૂથમુખ્યમ્,

શ્રી રામદૂતમ્ શરણમ્ પ્રપદ્યે…

સ્થળ – શ્રી પહાડી હનુમાનજી મંદિર

ગામ – ગીર ગઢડા, જી. ગીર સોમનાથ.

મુખ્ય શહેરથી અંતર – શ્રી પહાડી હનુમાનજી મંદિર ઉના થી 17 કીમી., સાસણ થી 66 કીમી., તાલાળાથી 51 કીમી. તેમજ જામવાળાથી માત્ર 22 કીમી. ના અંતરે આવેલુ છે.

ટ્રાન્સપોર્ટેશન – શ્રી પહાડી હનુમાનજી મંદિરે જવા માટે પહેલા ગીર ગઢડા આવવું પડે અહીં પહોંચવા ઉના, જામવાળા, તાલાળા, સાસણ, જુનાગઢ થી સીધી લોકલ અને એક્સપ્રેસ એસ.ટી.બસો તેમજ લોકલ વાહનો સરળતાથી મળી જાય છે.

વિશેષતા – શ્રી પહાડી હનુમાનજી આ નામમાં જ પહેલા પહાડ આવે છે એટલે કે આ મંદિર ડુંગરા ઉપર આવેલુ છે. તમારુ પોતાનું વાહન હોય તો અહીં છેક ઉપર સુધી ગાડી લઈને જઈ શકાય છે. અહીં પહોંચવા માટે બે રસ્તા છે એક ગીર ગઢડા – જામવાળા અને બીજો ગીર ગઢડા – દ્રોણેશ્વર રોડ આ બંને રસ્તા પર થી દાદાના મંદિરે પહોંચી શકાય છે.

અહીં એક આશ્રમ છે પણ હાલ અહીં કોઈ રહેતું નથી. પણ દર શનિ-રવિ ભાવિક ભક્તોની અવરજવર રહે છે. તથા આ એક ગુફા મંદિર છે અને આ મંદિરમા માત્ર હનુમાનજી મહારાજના મુખના દર્શન થાય છે અને મુખ પણ એવુ કે હમણાં હનુમાનજી દાદા તમારી સન્મુખ થઈને વાતો કરશે. ખરેખર આ અદ્દભુત દર્શનનો લ્હાવો લેવા જેવો છે.

સરપ્રાઈઝ – શ્રી પહાડી હનુમાનજી મંદિરે દર્શન કર્યા પછી ત્યાંથી ઉપર જતા આઈ શ્રી ખોડિયાર માતાજીનું દેરી મંદિર છે તેના દર્શનનો પણ અવશ્ય લાભ લેવો જોઈએ. અને આ ડુંગરની ચોતરફ ગીરની હરિયાળીને માણી શકાય છે.

જય શ્રી રામ

સૌજન્ય ગૌરાંગ જે પીઠડીયા(રખડુ), ભાવનગર.

(સાભાર નિમિશ વાળા, અમર કથાઓ ગ્રુપ)