પહેલાના જમાનાના લોકો શા માટે નિરોગી અને તંદુરસ્ત રહેતા હતા, સમુહ ભોજનની વાત દ્વારા જાણો તેનું કારણ.

0
882

આ સમુહ ભોજનનો ફોટો લગભગ ૭૦ વરસ પહેલાનો હશે એવું અનુમાન કરી શકાય છે. આ ફોટો મારા જુના સંગ્રહ માંથી એક છે. આ ફોટામાં ધ્યાન ખેચે એવી એક બાબત ખાસ જોવા જેવી છે.

ખેડુત જેવા લાગતા આ ગામડાના ભાઇઓ છે. પરંતુ, જમણવારમા માત્ર થાળી જ છે વાટકા નથી. (જે ફોટામાં પણ માત્ર થાળી જ જોઈ શકાય છે) અને થાળીમાં પણ માત્ર લાડુ જ દેખાય છે એના સીવાય બીજુ કશુ ફરસાણ કે અન્ય વાનગીઓ દેખાતી નથી.

કહેવાનું કે સમજવાનું માત્ર એટલું જ કે જુના લોકો નિરોગી તંદુરસ્ત હતા તેનો આ મોટો પુરાવો છે. જ્યારથી તળેલુ અને ભાત-ભાતનુ ફરસાણ જમણવારમાં દાખલ થયું ત્યારથી આ અવનવા રોગો એ પણ દેખાદિધી છે.

આજે જમણ વારમાં શાક પુરી કે ફરસાણ ન હોય તો લોકો ઘરધણી ની ઠેકડી કરતાં હોય છે. સાચો પોષ્ટિક ખોરાક ઘી, દુધ, ગોળ, લાડુ, લાપસી, અડદિયાપાક છે કે જે આજના લોકોને નથી ભાવતાં.

આજે તો ફાસ્ટફૂડ, જંક ફૂડ, તેલમાં કે માખણ ચણાના લોટમાં માં બનાવેલ વિવિધ ફરસાણની વાનગીઓ, ચટપટા મસાલાયુક્ત ખાદ્યપદાર્થો, ચાટ વાનગીઓ અને અનેક વિવિધ ખાધખોરાકીની વસ્તુઓ આરોગ્ય માટે કેટલા યોગ્ય છે, તે વિચારવાલાયક બાબત છે.

એવું આપણે સમજવાં છતાં પણ સમય સાથે મોજ- મસ્તી અને જીભના સ્વાદ મેળવવા કરવું પડે છે. અને ખાનારા ખાય પણ છે.

આપણે જે રસ્તે ચાલ્યા છીએ તે રસ્તો સાંકડો અને વન વે જેવો છે, હવે પાછા વળી શકાય એમ નથી. એમાં આપણે બધા આવી જઈએ.

તમે તમારા નાનપણના દિવસો યાદ કરીને વિચારો કે તમો ઘણી જગ્યાએ લગ્નના જમણવારમાં માત્ર ગોળ ના મીઠાં ભાત એમા ઘણું બધું ઘી પીરસવામાં આવતું. આ મુખ્ય મિષ્ટાન ગણાતું પછી લાપસી. એમા પણ ઘી, ગોળ, નો ઉપયોગ છુટથી કરવામાં આવતો પછી ગોળમાંથી બનાવેલા લાડુ આવ્યા.

કહેવાનો મતલબ એ છે કે ત્યારના લોકો આ બધુ હોંસેહોંસે જમતાં અને નિરોગી રહેતાં. અત્યાર ના સમય માં જમણવારની બાબતમા ખાલી ખુલ્લો દેખાડો કરવાની જ વાત છે.

શરીરને લાભ હાની માટે કોઈ વિચારતું નથી. અને આપણી પાસે તે બાબતે વિચારવાનો સમય કે ફુરસદ પણ નથી.

આ ફોટામાં જે સામે ચારપાંચ લોકો ઉભા છે તે ઘી પીરસવાવાળા છે.

લાડુ નું જમણ પુરુ થાય પછી ખીચડી અને એમા તાણ કરી કરીને દેશી ઘી પીરસવામાં આવતું.

દુર ઉભેલા એક ભાઇ ના હાથમાં ખીચડી નું હાંડલુ છે. તો બીજા ભાઇના હાથમાં ઘી નું વાસણ છે.

એક ભાઇ થાંભલીને ટેકે બધા પીરસાણ્યાઓ અને ભોજન કરતા મહેમાનોની થાળીમાંની વાનગીઓ ઉપર દેખરેખ રાખતા જણાય છે.

લાડુ નો ફેરો પુરો થવા આવ્યો છે અને ખીચડી અને ઘી પીરસવાની તૈયારી ચાલે છે.

જુના લોકો ને ચટણી ભજીયા ની પડી ન હતી, બીજી ચટાકેદાર વાનગીની કે મસાલેદાર શાકની જરુર નોહતી. માટે જ જૂના સમયમાં લોકો નિરોગી અને લાંબુ જીવનારા હતા.

એક કાવ્ય ની કડી યાદ આવી ગઇ.

લીંમડાને આવી ગ્યો તાવ લીંબડાદાદા કે જાવ હજી ફાસ્ટફુડખાવ.

– વોટ્સએપ આવેલો મેસેજ. (મનીષા શાહ, માય બરોડા ગ્રુપ.)