પૌરાણિક કથા : જયારે જોત જોતામાં કૃષ્ણની મૂર્તિમાં સમાઈ ગઈ હતી મીરા.

0
702

જાણો કૃષ્ણ ભક્ત મીરા બાઈના જન્મથી લઈને તેમની કૃષ્ણની મૂર્તિમાં સમાઈ જવાની પૌરાણિક કથા. ભગવાન કૃષ્ણની લીલાઓ તમે આજ સુધી ઘણી વખત સાંભળી હશે. તેમ જ આજે અમે તમને ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલો એક એવો કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ, જયારે તમારી સામે મીરા ભગવાન કૃષ્ણની મૂર્તિમાં સમાઈ ગઈ હતી.

કહે છે કે ભગવાન કૃષ્ણની આમ તો ઘણી ગોપીઓ હતી પરંતુ ભગવાન કૃષ્ણ પ્રત્યે મીરાનો જે પ્રેમ હતો તે કાંઈક અલગ જ મહત્વ ધરાવતો હતો. મીરાબાઈની ભક્તિ અને પ્રેમનું એક એવું ઉદાહરણ માનવામાં આવે છે, જેમણે તેમનું આખું જીવન ભગવાન કૃષ્ણના દર્શન માટે એમ જ સમર્પિત કરી દીધું કે તેને પછી પોતાની જ ભાન રહેતી ન હતી. આવો જાણીએ મીરા અને ભગવાન કૃષ્ણની એવી અનોખી પ્રેમ કહાનીના થોડા કિસ્સા.

મીરાબાઈનો જન્મ ઈ.સ. 1498માં રાજસ્થાનના એક રાજપૂત કુટુંબમાં થયો હતો. મીરાબાઈના પિતાનું નામ રતનસિંહ અને માતાનું નામ વીર કુમારી હતું. તેમના નાનપણથી જ મીરા ભગવાન કૃષ્ણની ઘણી મોટી ભક્ત હતી. જયારે મીરા આશરે 4 વર્ષની હતી, ત્યારે તેના ઘરની પાસે એક લગ્ન થઇ રહ્યા હતા. જે જોયા પછી મીરાના મનમાં એક પ્રશ્ન ઉભો થયા પછી તેમણે તેની માં ને ઘણા નિર્દોષભાવે પૂછ્યું કે, માં મારા લગ્ન ક્યારે થશે? મારા પતિ કોણ હશે? ત્યારે તેની માં એ હસતા હસતા બાજુમાં રહેલો ભગવાન કૃષ્ણની મૂર્તિ તરફ ઈશારો કરતા કહ્યું કે મારી વ્હાલી મીરા ભગવાન કૃષ્ણ જ તારા પતિ હશે.

રાણા સાંગા સાથે થયા હતા મીરાના લગ્ન : કહેવામાં આવે છે કે આ ઘટના પછી મીરાએ ભગવાન કૃષ્ણને પોતાના સ્વામી માની લીધા હતા અને સંપૂર્ણ રીતે તેના પ્રેમમાં વિલીન થઈને આખું જીવન તેના નામે કરી દીધું હતું. થોડા સમય પછી જ મીરાબાઈની માં નું અવસાન થઇ ગયું હતું. મીરાને હંમેશાથી જ વિશ્વાસ હતો કે કૃષ્ણ તેની સાથે લગ્ન જરૂર કરવા આવશે. જેમ જેમ મીરા મોટી થતી ગઈ તેનો એ વિશ્વાસ દ્રઢ થવા લાગ્યો.

મીરા ઘણી જ કોમળ સ્વભાવની હતી અને તે ગીત પણ સારા ગાતી હતી. થોડા સમય પછી મીરાના લગ્ન મેવાડના મહારાણા સાંગાના પુત્ર રાણા સાંગા સાથે નક્કી કરી દેવામાં આવ્યા હતા. આમ તો મીરા એ લગ્ન કરવા માગતી ન હતી, પરંતુ તેના કુટુંબ વાળાએ દબાણ આપવાથી તેને એ લગ્ન કરવા મજબુરીમાં કરવા પડ્યા.

આમ તો લગ્ન પછી મીરાનો પ્રેમ ભગવાન કૃષ્ણ માટે ક્યારે પણ ઓછો થયો ન હતો. તે લગ્ન પછી વિદાય સમયે ભગવાન કૃષ્ણની મૂર્તિ પણ પોતાની સાથે લઇ ગઈ હતી. સાસરીયામાં તે બધું કામ કરતી અને જેવો તેને થોડો સમય મળતો તે પાસેના જ કૃષ્ણ મંદિર જતી. ત્યાં તે ભગવાન કૃષ્ણ માટે ભજન ગાતી અને નૃત્ય પણ કરતી. થોડા સમયમાં જ મીરાના સાસરીયા વાળાનો મીરાનો આ કૃષ્ણ પ્રેમ ખુંચવા લાગ્યો. ત્યારે તેમણે મીરા ઉપર માં દુર્ગાની પૂજા કરવા દબાણ આપવાનુ શરુ કરી દીધું. પરંતુ મીરાએ તેનો અસ્વીકાર કરીને સ્પષ્ટ કહી દીધુ કે હું મારું સંપૂર્ણ જીવન કૃષ્ણના નામે કરી ચુકી છું.

જયારે મીરાની નણંદે કર્યું તેનું અપમાન : મીરાબાઈના અડગ પ્રેમને જોઈને તેની નણંદ ઉદાબાઈને ઘણો ગુસ્સો આવ્યો અને તેમણે મીરાબાઈને બદનામ કરવાની એક યુક્તિ શોધી. ઉદાબાઈ એક દિવસ તેના ભાઈ પાસે ગઈ અને તેમણે કહ્યું કે મીરાના કોઈ બીજા સાથે પ્રેમ સંબંધ ચાલી રહ્યા છે અને મેં તેને એક વ્યક્તિ સાથે જોયા છે. તે વાતથી ગુસ્સે થયેલા રાણા મંદિર ગયા જ્યાં તેમણે મીરા તેમણે મીરાને કૃષ્ણની મૂર્તિ સાથે એકાંતમાં વાત કરતા જોઈ લીધી.

એવું જોઈ રાણાને ઘણો ગુસ્સો આવે છે અને તે બુમ પાડીને મીરાને કહ્યું, મીરા તું તારા પ્રેમીને મારી સામે લઈને આવ, જેના જવાબમાં મીરાએ ભગવાન કૃષ્ણની મૂર્તિ તરફ ઈશારો કરતા કહ્યું કે, તે મારા સ્વામી છે. મારા તેની સાથે લગ્ન થઇ ચુક્યા છે. મીરાના મોઢેથી એવી વાત સાંભળીને રાણાનું દિલ તૂટી ગયું. આમ તો કહેવામાં આવે છે કે પછી પણ તે સંપૂર્ણ શ્રદ્ધાથી તેના પતિ ધર્મ નિભાવતા રહ્યા અને છેલ્લા શ્વાસ સુધી તેમણે મીરાને સાથ આપ્યો હતો.

દિયરનો મીરાને જીવથી મારવાનો પ્રયત્ન : મીરાના દિયર વિક્રમાદીત્ય ચીતૌડગઢના નવા રાજાના રૂપમાં પસંદ કર્યા. તેમને પણ કૃષ્ણ પ્રત્યે મીરાની ભક્તિ અને લોકો સાથે મીરાનું હળવું મળવું ગમતું ન હતું. એટલા માટે તેમણે મીરાને મારવા માટે ફૂલોના હારની એક ટોપલી મોકલી, જેની અંદર તેમણે ઝેરીલો સાંપ મુક્યો હતો.

પરંતુ જયારે તે ટોપલી મીરા પાસે ગઈ અને તેમણે તે ખોલી તો તેમાં કૃષ્ણની એક સુંદર મૂર્તિ ફૂલોના હાર સાથે રહેલી હતી. ત્યાર પછી પણ વિક્રમાદીત્ય ન રોકાયા. થોડા સમય પછી તેમણે મીરાને મારવા માટે પ્રસાદમાં પણ ઝેર ભેળવીને મોકલ્યા. ત્યારે મીરા જાણતી હતી કે તે પ્રસાદમાં ઝેર છે, છતાં પણ તેમણે તે ઝેરીલો પ્રસાદ તે વિચારીને ખાઈ લીધો કે કૃષ્ણ તેને બચાવી લેશે.

જયારે મીરાને જીવતી મારવાના પ્રયત્નો હદથી ઘણી વધી ગઈ તો મીરાએ તુલસી દાસને એક પત્ર લખ્યો અને તેની પાસે સલાહ માગી. તેના જવાબમાં તુલસી દાસે લખ્યું કે, તેમને છોડી દો, જે તને ન સમજી શકે. ભગવાન માટે પ્રેમ જ સાચો પ્રેમ હોય છે, બીજા સંબંધ ખોટા અને કામચલાઉ હોય છે.

કહેવામાં આવે છે કે મીરાનું જીવન તે સમયે સંપૂર્ણ રીતે બદલાઈ ગયું. જયારે એક વખત અકબર અને તાનસેન વેશ બદલીને મીરાના ભજન સાંભળતા ચીતૌડગઢના મંદિરમાં આવી ગયા. ભજન સાંભળ્યા પછી તેમણે મીરાના ચરણ સ્પર્શ કરી કિંમતી ઘરેણાની માળા કૃષ્ણની મૂર્તિની આગળ મૂકી દીધી. જેવી જ તે વાતની ગંધ રાણાને મળી તે ઘણા ગુસ્સે થઇ ગયા. ત્યારે તેમણે ગુસ્સામાં મીરાને કહ્યું, જઈને ડૂબી મરો અને જીવનમાં ક્યારે પણ તારો ચહેરો ન દેખાડશો. તારા કારણે મારા અને મારા કુટુંબની ઘણી બદનામી થઇ ચુકી છે. તમે અમને લાંછન લગાડ્યું છે.

મીરાએ તેના પતિની વાતોનું પાલન કર્યું અને તે ગોવિંદા, ગિરધારી, ગોપાલ જપતા જપતા કૃષ્ણના વિચારોમાં નાચતા ગાતા નદી તરફ આગળ વધવા લાગી. જેવી જ મીરા નદીમાં કુદવાની હતી ત્યારે ભગવાન કૃષ્ણએ તેનો હાથ પકડી લીધો. કૃષ્ણને તેની પાસે જોઈને મીરાને વિશ્વાસ ન આવ્યો અને તે કૃષ્ણના ખોળામાં બેભાન થઈને પડી. અને કૃષ્ણની મૂર્તિમાં વિલીન થઇ ગઈ મીરા

તે જોઈને કૃષ્ણ હસ્યા અને મીરાને કહ્યું, મારી વ્હાલી મીરા, તમારું જીવન સંબંધીઓ સાથે પૂરું થઇ ગયું છે. હવે તમે આઝાદ છો. ખુશ રહો. તું મારી છો અને હંમેશા મારી જ રહીશ. ત્યાર પછી મીરા વૃંદાવન ચાલી ગઈ. થોડા સમય પછી રાણા મીરા પાસે વૃંદાવન જાય છે અને તેને પોતાની સાથે ચાલવાનો આગ્રહ કરે છે, પરંતુ ત્યારે મીરા તેને કહે છે કે હું તમારી સાથે નહિ ચાલી શકું. મારું જીવન કૃષ્ણ સાથે જોડાયેલું છે. મીરાની એવી વાત સાંભળીને રાણા પાછા જતા રહે છે.

થોડા સમય પછી મીરા પોતે પણ મેવાડ આવી જાય છે અને રાણાને વિનંતી કરે છે કે જન્માષ્ટમીના દિવસે દ્વારકામાં કૃષ્ણના મંદિરમાં મીરા કૃષ્ણને કહે છે કે, ઓ ગિરધારી શું તમે મને બોલાવી રહ્યા છો, હું તમારી પાસે આવી રહી છું, મીરાને એવું કહેતા સાંભળી રાણા અને ત્યાં હાજર રહેલા બધા લોકો દુઃખી થઇ જાય છે.

કૃષ્ણએ બોલાવતા જ મીરાના અંદરથી એક પ્રકારનો પ્રકાશ ઉત્પન થયો અને મંદિરના દ્વાર પોતાની જાતે બંધ થઇ ગયા. જયારે ફરી વખત દ્વાર ખુલ્યા તો મીરાની સાડી કૃષ્ણ ભગવાનની મૂર્તિ ઉપર લપેટાયેલી હોય છે. પરંતુ મંદિર માંથી મીરા અદ્રશ્ય થાય છે. ત્યારથી જ માનવામાં આવે છે કે મીરા કૃષ્ણની મૂર્તિમાં જ સમાઈ ગઈ હતી.

આ માહિતી એસ્ટ્રો સેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.