પૈસાના અભિમાનમાં પોતાના માં બાપને ભૂલી ગયેલા આ કલેક્ટરની સ્ટોરી દરેકે અચૂક વાંચવી જોઈએ.

0
594

આજથી લગભગ સીત્તેર વર્ષની એક વાત છે. રત્નાગીરી જિલ્લાના રાજાપુર નામનુ ગામ છે તેની પાસે ના એક નાનકડા ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો. લગભગ ઝુંપડી જેવુ તેનુ ઘર હતું. એક બે નાળિયેરી, બે ત્રણ આંબા અને પાસ સાત સોપારી ના ઝાડ હતાં. તે વાડી નો ઉછેર કરી ને માંડ બે ટંક નું ભોજન મળતું.

આ બ્રાહ્મણ આજુબાજુ ના ગામો મા ગોરપદુ કરી નૈ પોતાના કુટુંબ નુ ગુજરાન ચલાવતા. તેમને એક નો એક દીકરો હતો અને તે ખુબ હોશિયાર હતો. મા બાપને તે ખૂબ લાડકો હતો અને તેને લાડથી રાજા કહી ને બોલાવતા. અને મા બાપ વાતો કરતા કે આપણે તો ભણીયા નથી પણ આપણા રાજા ને ખુબ ભણાવી ને કલેકટર બનાવવો. તે મોટો થઈને કલેકટર બનશે પછી આપણા દુખ નો અંત આવશે.

નાના રાજા ને લાડ કરતા બ્રામણ પતિ પત્ની ના દીવસો હસતા રમતા વ્યતિત થતા હતા. પોતાની નાનકડી વાડી ને પાણી પાતા પાતા બાપ દીકરા ને કહેતો કે, આ વુક્ષો ને પાણી પાજે આ ઝાડ પાછે બેસજે તે તને જીવન નુ ગાંભીર્ય સમાજાવશે. મા ભગવાન માટે ફુલ લેવા જતી ત્યારે રાજા પણ સાથે જતો તૈ ફૂલ ની કળી તોડતો ત્યારે મા કહેતી કે, દીકરા અર્ધ ખીલેલી કળી ન તોડાય કારણ કે તે ફુલ ન થઈ શકે. અને જીવન માં જે પણ કામ કરવુ તે પુરૂ કરવુ.

આમ રાજા મા બાપ અને પ્રકૃતિ પાસે થી ખુબ શીખ્યો અને પ્રાથમિક શાળા નુ શીક્ષણ પુરૂ કરી ને શહેરમાં ભણવા ગયો. બ્રામણ પતિ પત્ની પેટે પાટા બાંધીને ને રાજા ને ખુબ ભણાવીયો. આમ અગીયાર મહીના પછી રાજા ઘરે આવીયો. પેલી વખત ઘરમા ગળી વસ્તુ રંધાઈ અને એક મહિનો પુરો થયો ને રાજા ફરી ભણવા માટે શહેરમાં ગયો.

આમ સમય વિતતો જાય અને એક વર્ષ પુરું થયું પત્ની એ પતિને કહ્યું કે, તમે શહેરમાં જાઓ અને રાજાને થોડોક પૈસા આપી આવો અને મારા રાજાના ખબર કાઢી આવો. રાજાને ભણાવવા મા મા બાપે પોતાની વાડી અને મકાન પણ વેચી નાખીયા. રાજા ભણવામાં હોશિયાર હતો તેથી એક પેસાદાર બાપે પોતાની દીકરી ને રાજા હારે પરણાવી. રાજાએ મા બાપને પુછ્યુ પણ નહીં. રાજાને કલેકટર ની નોકરી મળી ગઈ. નાસીક મા તેને કલેકટર ની નોકરી મળી ગઈ.

રાજાના નાના એવા ગામમાં છાપુ આવતા પણ મહીનો નીકળી જાય. એક દીવસ ગામના એક માણસે આવીને બ્રાહ્મણ ને કીધું કે, રાજાને કલેકટર ની નોકરી મળી ગઈ અને તે એક પૈસાદાર ની દીકરી ની સાથે પરણી ગયો. મા બાપ ને ખુબ ધક્કો લાગ્યો. પેટે પાટા બાંધીને ને રાજા ને ખુબ ભણાવીયો અને આપણને ભુલી ગયો. આમ થોડોક સમય પછી પત્ની એ પતિને કહ્યું કે, હાલો ને આપણે રાજાને મળી આવીયે. ત્યારે પતિ એ કહ્યું કે, જને નોકરી મળી ગઈ પરણી ગયો છતાં આપણને એક કાગળ પણ ન લખ્યું, ત્યાં કેવી રીતે જવું?

છતાં પત્ની ની ખુબ આજીજી સાંભળી ને બ્રાહ્મણ જવા માટે તૈયાર થયો અને આમ પતિ પત્ની બને નાસીક ગયા. પત્ની ને એક ધર્મશાળા મા બેસાડી ને બ્રાહ્મણ પોતાના દીકરા ના બંગલે આવીયો અને ત્યાં ઉભેલા સોકીદાર ને કહ્યું કે, રાજા મારો દીકરો છે તેમને કહો કે તારા પપ્પા આવ્યા છે. તેમના મેલા ઘેલા કપડાં જોયને સોકીદારરે કહીયુ કે, તારી ડગરી ચચકી ગય લાગે છે અને તે તેમને ધીકા પાટુ મારવા લાગ્યો.

બ્રાહ્મણ ચીચો પાડવા લાગ્યો. રાજાએ ઉપર થી નીચે જોયું તો સોકીદાર તેના બાપને ઢીકાપાટુ મારતો હતો. બ્રાહ્મણ ની અને રાજા ની નજર મળી પણ કલેકટર જાણે ઓળખતો ન હોય તેમ અંદર વયો ગયો. બ્રાહ્મણ ને ખુબ આઘાત લાગ્યો અને પ્રા ણ છોડ્યા. આ બાજુ પત્ની ધર્મશાળા મા દીવસો ગુજારે એમા એક દીવસ કલેકટર ને કામવારી ની જરૂર પડી અને ધર્મશાળા મા આવીને જોયું તો એક ખુણામાં એક ડોશી બેઠી હતી.

કલેકટરે ત્યાં જઈને પુછ્યુ કે મારે ત્યાં નોકરી કરવી સે? મા દીકરાને ઓળખી ગય પણ દીકરો માને ન ઓળખી શકયો. અને આમ મા દીકરાને ઘેર નોકરી કરવા લાગી. એમા એક દિવસ કલેકટર નુ ખુબ માથું દુ:ખવા લાગ્યું. આમ ને આમ પાચ છ દીવસ સુધી બધા દવાખાનામાં સારવાર કરી પણ માથુ ઉતરતુ જ નથી. કલેકટર ને હવે કાઇ પણ ગમતું નથી. બપોર નો સમય છે, કલેકટર સુતો હતો, માથુ ખુબ જ દૂ:ખે આકુળવ્યાકુળ થઇ ગયો.

ત્યારે કામવાળી બાઈ જે તેની મા હતી તેણે રાજાને કીધુ કે લાવ હુ માથુ દબાવી આપુ, અને આમ રાજાનુ માથુ પોતાના ખોળામાં લઇ ને હાલરડું બોલતા બોલતા માથુ દબાવવા લાગી. પણ ત્યાં તો ચમત્કાર થયો રાજાનુ માથુ હળવુ ફૂલ થઇ ગયું અને હાલરડાં નો અવાજ પણ જાણીતી લાગ્યો. તે ઉભો થઇ ને પગે લાગ્યો કે, તુ તો મારી મા જ છે અને મા ના પગમાં પડી ચોધાર આંસુડે રડવા લાગ્યો કે, પૈસા ના અભિમાન મા હુ મારા મા બાપને ભુલી ગયો.

મારે કારણે મારા બાપુજીએ અપમાનિત થય ને દુનિયા છોડવી પડી. મારી મા ને મારે ઘેર નોકરાણી તરીકે કામ કરવુ પડીયુ. ધુળ પડી આ ભણતર મા, આજ થી હુ કલેકટર પર થી રાજીનામું આપુ છુ ને હવે ગામડે ગામડે જઈ ને સંસ્કાર ના પાઠ શીખડાવીશ કે, મા બાપ ને ભૂલશો નહિ અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહિ…

– સાભાર દેવશી બાપોદરા (અમર કથાઓ ગ્રુપ) (ફોટા પ્રતિકાત્મક છે.)