પૈસાની ચોરી થઈ શકે પણ આ એક વસ્તુની કોઈ નથી કરી શકતું ચોરી, તે બનાવી શકે છે તમને ધનવાન, જાણો.

0
464

રાજાએ ત્રણ મિત્રોની પુરી કરી ઈચ્છા, છતાં બે મિત્રો થઈ ગયા ગરીબ અને એક મિત્ર બની ગયો અમીર, વાંચો સારી શીખ આપતી સ્ટોરી. જુના સમયમાં એક રાજા ઘણા શક્તિશાળી હતા, એટલા માટે તે શિકાર માટે એકલા જ જંગલમાં જતા હતા.

એક વખત જયારે તે શિકાર માટે ગયા, તો રસ્તો ભટકી ગયા. તેની પાસે ખાવા પીવાની વસ્તુ પણ ખલાસ થઇ ગઈ હતી. રસ્તો શોધતા શોધતા રાજા ઘણા થાકી ગયા હતા. ભૂખ તરસને કારણે રાજાની સ્થિતિ વધુ ખરાબ થઇ રહી હતી. ત્યારે તેને ત્રણ બાળકો જોવા મળ્યા. રાજાએ ત્રણે બાળકોને બોલાવ્યા અને પોતાનો પરિચય આપ્યો. તેમણે બાળકોને કહ્યું કે તમે લોકો મારી મદદ કરી શકો છો. ત્રણે બાળકો દોડતા દોડતા પોત પોતાના ઘરે ગયા અને રાજા માટે ખાવા પીવાની વસ્તુ લઈને પાછા આવ્યા.

રાજાએ પેટ ભરીને ભોજન કર્યું તો તેમને રાહત મળી. બાળકોએ રાજાને મહેલ સુધી પહોચવાનો રસ્તો પણ બતાવી દીધો. બાળકોની મદદથી ખુશ થઈને રાજાએ ત્રણેને કહ્યું કે તમે લોકો મારી પાસે જે ઈચ્છો તે માગી શકો છો. એક બાળકે રાજાને કહ્યું કે તમે મને મોટું ઘર અને સુખ સુવિધા વાળી વસ્તુ આપી દો. હું આરામથી જીવવા માગું છું. બીજા બાળકે કહ્યું કે મને ઘણું બધું ધન જોઈએ. રાજાએ બંને બાળકોની ઈચ્છા પૂરી કરવાનું વચન આપ્યું. હવે તે ત્રીજા બાળક પાસે ગયા.

ત્રીજો છોકરો બોલ્યો રાજન, મારે ધન સંપત્તિ ન જોઈએ. મને ભણવાનું ગમે છે. મહેરબાની કરીને મને કોઈ ગુરુકુળમાં વિદ્યા પ્રાપ્ત કરવા મોકલી દો. રાજાએ તેના રાજ્યમાં ગુરુકુળમાં તેનો પ્રવેશ કરાવી દીધો. ત્રણે છોકરા પોત પોતાની ઈચ્છા પૂરી થવાથી ઘણા ખુશ હતા. થોડા વર્ષો પછી ત્રીજો છોકરો ભણી ગણીને મોટો વિદ્વાન બની ગયો. રાજા તેની બુદ્ધીથી ઘણા પ્રસન્ન હતા. તેને તેના દરબારમાં સામેલ કરી લીધો. હવે ત્રીજા છોકરા પાસે પણ ધન સંપત્તિ થઇ ગઈ હતી.

થોડા સમય પછી ત્રણે મિત્ર તે જંગલમાં ફરીથી મળ્યા. બંને છોકરા જેમણે ધન સંપત્તિ માગી હતી, તે ઘણા ગરીબ થઇ ગયા હતા. ત્રીજો છોકરો રાજાના દરબારમાં સામેલ થઇ ગયો હતો, એટલે તે શ્રીમંત બની ગયો હતો. તેના બંને મિત્રો પાસે ગરીબીનું કારણ પૂછ્યું.

પહેલા મિત્રએ કહ્યું કે રાજ્યમાં જયારે પુર આવ્યું હતું તો તેમાં આખું ઘર બરબાદ થઇ ગયું.

બીજા મિત્રએ કહ્યું કે મારું ધન પણ સમય સાથે ખર્ચ થઇ ગયું.

ત્રીજો મિત્ર બોલ્યો કે હું જાણતો હતો કે ધન સંપત્તિ નશ્વર છે. એટલા માટે મેં રાજા પાસે વિદ્યા માગી હતી. વિદ્યા એક એવું ધન છે, જેને કોઈ ચોરી નથી કરી શકતું, તે ક્યારેય નષ્ટ નથી થતું. સમય સાથે વધતુ રહે છે. તે વાતો સાંભળીને બંને છોકરાઓને તેની ભૂલનો અહેસાસ થઇ ગયો.

ઉપદેશ – આ કથાનો ઉપદેશ એ છે કે ધન સંપત્તિથી વધુ વિદ્યાનું મહત્વ છે. એટલા માટે વિદ્યા પ્રાપ્ત કરવા માટે હંમેશા તત્પર રહેવું જોઈએ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.