“એ પક્ષીની પાંખનો ફફડાટ”, ઘરમાંથી પક્ષીનો માળો દૂર કરતા પહેલા વિશ્વદીપ બારડની આ લઘુકથા જરૂર વાંચો.

0
684

એક નાની એવી લઘુકથા – વિશ્વદીપ બારડ (હ્યુસ્ટન, USA)

જુઓને આ પક્ષી આપણાં ઘરના એન્ટ્ર્ન્સ (પ્રવેશ) માં જ માળો કરી બેઠું છે..

હની, તારી વાત સાચી પણ આપણે નવ મહિના ઘર ખાલી હોય અને કોઈની પણ આવજા ના હોય તો સ્વભાવિક છે કે, પક્ષીને આ જગ્યા સેફ (સલામત) લાગી હોય. આ પક્ષી પણ ચકલી કરતા પણ નાનું છે. કંઠ પીળો, પાંખ લાલ, પચરંગી પક્ષી કેટલૂ સુંદર લાગે છે! એ પણ આપણાં જેમ કોઈ ઠંડા દેશમાંથી અહી ગુજરાતમાં સારા વેધરની મજા માણવા આવ્યું હોય અને આ ઋતું માં ઈંડા મુકી તેનું સેવન કરતા હોય છે એવું મેં, બુકમાં વાંચેલ…

આપણને આ પક્ષી કોઈ જાતની કનડગત કરતું નથી.. રહેના દે ને બિચારાને!

હની.. મને તો બહુંજ ડીસ્ટર્બ (ખલેલ) જેવું લાગે છે. પ્લીઝ આ માળાને અહી ધર પાસે થી હટાવી દો…. કોઈ ગેસ્ટ આવે તો કેટલું ખરાબ લાગે…

પત્નિના કહેવાથી મે બ્રુમથી (મોટી સાવરણીથી) પક્ષીનો નાનો માળો નીચે પાડી દીધો…સાથો સાથ નાનું એવું ઈંડું પણ નીચે પડયું પડી ગયું.

મારાથી ‘અરે રે અને ઓહ.. માય ગૉડ ! શબ્દો સરી પડ્યા!

પત્નિએ સાવરણી મારી ભાંગેલું ઈંડું અને કચરો સાફ કરી નાંખ્યો. અને મને થેન્ક્યું કહી.. પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ!

હું હિચકા પર બેંઠો હતો ત્યાંજ થોડી વારમાં એ પચરંગી પક્ષી ઉડતું ઉડતું પોતાના માળા પાસે આવ્યું, પરંતુ માળો તો મેં ત્યાંથી હટાવી દીધો હતો… વારંવાર માળાની જગ્યા પાસે તે પચરંગી પંક્ષી સતત આંટા મારી રહ્યું હતું. મારી નજર તે પક્ષી પરથી હટતી નહોંતી.. પોતાનું ઈંડૂ અને માળાની શોધમાં સતત બેચેન હતું એની પાંખમાં-આંખમાં ધ્રુર્જતો ફાફડાટ હું જોઈ શકતો હતો.. જાણે મને પુછી રહ્યું હતું.. ‘ભાઈ તમને ખબર છે…ક્યાં ગયો મારો માળો? ક્યાં ગયું મારું ઈંડુ?’

હું જ દોષિત અને હું જ ગુનેગાર છું હું આ નિર્દોષ પક્ષીને શું જવાબ આપું?

– વિશ્વદીપ બારડ

(સાભાર હસમુખ ગોહિલ, લાડકી ગ્રુપ)