પાળીયાને સિંદૂર રંગ શા માટે ચડે? પાળીયાને સિંદૂર રંગ શા માટે વાલો છે? ભાગ 1, વાંચો તેની પાછળની સ્ટોરી.

0
524

(ભાગ:1)

સૌ પ્રથમ આપ સહુનો ખુબ ખુબ આભાર માનીને વાત ની શરુવાત કરી રહ્યો છુ. ખરેખર આજનો જે પ્રસંગ વીરરસ નો છે ….. જે સમાજ ને ભાળૅ છે ને ઇ સમાજ ના વખાણ કરી કરી અને માણસો નિકળી જાય છે. બીજા નમ્બર મા નથી એની પણ બિર્દાવલીયુ કરવામા આવે છે. જે કોઇ વ્યક્તિઓ છે ઍ ઇ એના પાપ એમને મુબારક… પણ એમ કાઈ વીર ન થવાય, એમ કાઈ પીર ન થવાય…. એના માટે તો તમારા મા ક્ષમતા જોઇ એના માટે તો તમારા મા લાઇકાત જોઇ ભલામાણસ.

તમે વિચાર તો કરો …

ગામડું ગામ છે સવાર નો પોર ભગવાન સુરજનારાયણ ને કોર કાઢવી કે ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા લવ ભામણા, મ રણ જીયણ લગ માણ તુ રખે કશ્યપરાઉત આવો દાદા ઉદયાચર ના ઓરડે કોર કાઢે કે ન કાઢે અને એમા ઘટના એવી ઘટે છે કે એક ચારણ છે પણ ચારણ ય કેવો?

માખણ લગાડીન વયો જાય એવો? તો કે ના… અત્યારે તો માખણ છે નઈ એટલે

ગિરીશ લગાડીન વયો જાય એવો? તોય કે ના… તો કે કેવો? ચારણ ખરો પણ સત્યવક્તા ચારણ …

સત્યવક્તા, સભાનિરંજન, કુશલદિન નિતકાજ ઍતા લક્શણા ચારણા..

ચારણ ચોરી ન કરે, અને ચારણ લાર ન જાય

અને જો ચારણ ચોરી કરે ને, તો તો ઇ ચારણ ન કેવાય .. ભલામાણસ

સત્યવક્તા ચારણ હો.. આવો વીરવલ ચારણ.. ઘણા એમ કે કે મિતેશભાઈ પક્શપાત કરે? ના કોઇ જાત નો કાઈ પક્શપાત નથી કરતો.. હુ એમ કઉ છુ કે મારો સિધ્ધાંત, મારો આદર્શ… હુ જેને રદય થી માનુ છુ જેના વકતવ્ય ને સાહેબ હુ માનુ છુ ને ઍ વ્યક્તિ પણ ચારણ છે અને જેનુ નામ છે વઢવાણ ના રાજ્કવિ બચુભાઈ ગઢવી ભલામાણસ…

આને ચારણ કેવાય, ચારણ નિ ક્ષમતા શુ હોય? ઇ હાલરડા ગાય?

પણ વિચાર તો કરો… ચારણ કોઇ દિવસ ખુશામત નો કરે, અસંભવ વાત છે ખોટી વાત છે….. ઇ તો સાધક હોય, ઇ તો ઉપાસક હોય.. ભલામાણસ

આવો વિધ્વતા વાળો ચારણ…. એમા ઘોડી નિ માથે અસવાર થઈન નિકળ્યો… પણ કે ઘોડી કેવી ….

કે કૂકડ કન્ધા, મૃગ કુંજળા, શત્રુ ને મૃગ શાલ

તાતા તોરિંગ નિપજે, ઇ પડ જુવો પાંચાળ

ખડ પાણી અને ખાખરા, જ્યા પાણા નો નઈ પાર

પછી વગર દિવે વાળુ કરે, ઇ પણ જુવો પાંચાળ

આવા પાંચાળ ના પરંગણા ની ઘોડી હોય,

બુઢેલ છાબડા નિ ઘોડી હોય…,

ચોટીલા નિ ચોવિસી નિ ઘોડી હોય….,

મુળી ના ભોગાવા નિ ઘોડી હોય…….,

પછી ફુલમાર હોય, રેશમ હોય, પટ્ટી હોય, મૃગલી હોય , હંસલી હોય, કેહર હોય, રોઝી હોય, કે પછી માણકી હોય.. આવી કોઇ જાતવાન ઘોડી ની માથે અસવાર થઇ અને ચારણ ને નીકળવું અને એમા દ્રશ્ય જોયુ ..

એક દિકરી છે, તળાવ નો કાંઠો છે……. કપડા ધોઇ રહી છે …. અને ઇ દિકરી ઍ ઇ તળાવ ની પાળ માથે ઇ પાળીયો છે અને ઇ પાળીયા ની માથે ઇ ઓઢણુ હુકવુ છે ભલામાણસ …

અને ન્યાં ત્યાતો કવી નુ રદય સમસમી ગ્યું તુ વો ….. ઓહોહો … એક વીરવલ્લ પુરુષ નિ માથે ઓઢણુ …….. અને ન્યા જઇ ને કવીયે દિકરી ને પ્રશ્ન કર્યો કે હૅ દિકરી, હૅ બેનબા તને ખબર છે? કે આ પાળીયો ચીઝ શુ છે? કે ના કવિરાજ મને ખબર નથી… તો કે મારે તને પ્રશ્ન નથી કરવો …. મારે તો આજ પાળીયા ને પ્રશ્ન કરવો છે અને તેદી ઇ પાળીયા ને પ્રશ્ન કરે ભલામાણસ……

ઍ ધડધીંગાણૅ જેના માથડા મહાણૅ ….

(ક્રમશ:)

જય માતાજી

જય ભવાની

– સાભાર મિતેષ પ્રજાપતિ (અમર કથાઓ ગ્રુપ)