પંચદેવોની પૂજાથી પૂરી થશે મનોકામના, સુધરી જશે તમામ બગડેલા કામ, જાણો તેમના કયા મંત્રો બોલવા.

0
853

પંચદેવોના આ મંત્રો છે ઘણા લાભદાયી, પંચદેવોની પૂજાનું મહત્વ અને વિધિ જાણવા માટે વાંચો આ લેખ.

સનાતન પરંપરામાં કોઈ પણ માંગલિક કાર્ય દરમિયાન પંચદેવની પૂજાનું વિધાન છે. પ્રત્યક્ષ દેવતા સૂર્ય, પ્રથમ પૂજ્ય ભગવાન ગણેશ, દેવી દુર્ગા, દેવાધિદેવ ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની પૂજા વગર કોઈ પણ માંગલિક કાર્ય અધૂરા માનવામાં આવે છે. તેમાં ભગવાન સૂર્યને આકાશ તત્વ, ભગવાન ગણેશને જળ તત્વ, દેવી દુર્ગાને અગ્નિ તત્વ, ભગવાન શિવને પૃથ્વી તત્વ અને ભગવાન વિષ્ણુને વાયુ તત્વ માનવામાં આવે છે. માન્યતા છે કે, આ પાંચ દેવતાઓની પૂજા કરવાથી તમામ કાર્ય નિર્વિઘ્ન પૂર્ણ થાય છે. આવો આ પાંચ દેવતાની પૂજાની વિધિ અને મહત્વ જાણીએ.

ગણપતિ પૂજાનું મહત્વ : સનાતન પરંપરામાં ભગવાન ગણેશને પથમ પૂજનીય માનવામાં આવે છે. રિદ્ધી-સિદ્ધીના દાતા ગણપતિની પૂજાથી તમામ વિઘ્ન દુર થાય છે અને શુભ લાભની પ્રાપ્તિ થાય છે. ગણપતિના આશીર્વાદ મેળવવા માટે તેમની પૂજામાં તેમને અત્યંત પ્રિય લાગતા મોદક અને દુર્વા ચડાવીને આ મંત્રના પાઠ કરો.

गजाननं भूत गणादि सेवितं,

कपित्थ जम्बू फल चारू भक्षणम्।

उमासुतं शोक विनाशकारकम्,

नमामि विघ्नेश्वर पाद पंकजम्॥

ભગવાન વિષ્ણુની પૂજા વિધિ : સનાતન પરંપરામાં ભગવાન વિષ્ણુને સૃષ્ટિના પાલક માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુની સાધના તમામ મનોકામના પૂરી કરનારી અને સુખ સૌભાગ્ય અપાવનારી છે. ભગવાન વિષ્ણુની કૃપા થવાથી સાધકના જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કોઈ અછત નથી રહેતી. ભગવાન વિષ્ણુની પૂજામાં પીળા ફૂલ, પીળી મીઠાઈનો પ્રસાદ, પીળા તિલકનો ઉપયોગ કરીને ભગવાનના આ મંત્રના પાઠ કરવા જોઈએ.

शान्ताकारं भुजंगशयनं पद्मनाभं सुरेशं

विश्वाधारं गगन सदृशं मेघवर्ण शुभांगम् ।

लक्ष्मीकांत कमलनयनं योगिभिर्ध्यानगम्यं

वन्दे विष्णु भवभयहरं सर्व लौकेक नाथम् ॥

દેવી દુર્ગાની પૂજા વિધિ : જીવનમાં કોઈ એવો વ્યક્તિ નથી, જેને શક્તિના આશીર્વાદની જરૂર ન હોય. શક્તિની સાધના વગર કોઈ પણ પૂજા અધુરી છે. દેવી દુર્ગાની પૂજા કરવાથી જીવન સાથે જોડાયેલી તમામ અડચણો દુર થાય છે અને સુખ સમૃદ્ધીની કામના પૂરી થાય છે. શક્તિની સાધનામાં શૃંગારની વસ્તુઓ, નારીયેલ, મીઠાઈ, ફળ અને લાલ ફૂલ ચડાવીને નીચે આપેલા મંત્રનો પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે પાઠ કરવા જોઈએ.

या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता, नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:॥

ભગવાન શિવની પૂજા વિધિ : સનાતન પરંપરામાં ભગવાન શિવની સાધના અત્યંત સરળ અને લાભદાયી માનવામાં આવી છે. માન્યતા છે કે ભગવાન શિવની સાધના કરવા વાળા સાધકના જીવનમાં કોઈ પણ પ્રકારના ભય, રોગ, શોક નથી રહેતા. ભગવાન શિવ એટલા ભોળા અને કૃપાળુ છે કે તે માત્ર ગંગા જળ અને બીલીપત્ર ચડાવવા માત્રથી જ પ્રસન્ન થઇ જાય છે. શિવ પૂજામાં શ્રદ્ધા મુજબ ફળ ફૂલ, બીલીપત્ર, શમીપત્ર વગેરે ચડાવીને નીચે આપવામાં આવેલા મંત્રનો શ્રદ્ધા સાથે પાઠ કરવો જોઈએ.

ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्, उर्वारुकमिव बन्धनानत् मृत्योर्मुक्षीय मामृतात्॥

સૂર્ય દેવતાની પૂજા વિધિ : ભગવાન સૂર્ય એક માત્ર એવા દેવતા છે, જેમના દર્શન આપણે દરરોજ સાક્ષાત કરીએ છીએ. સનાતન પરંપરામાં ભગવાન સૂર્યની સાધના અને અર્ધ્યદાનનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. સૂર્યની પૂજા કરવા માટે દરરોજ સુર્યોદય વખતે તાંબાના લોટામાં જળ લઇને તેમાં લાલ ફૂલ અને ચોખા નાખીને અર્ધ્ય આપવું જોઈએ. ભગવાન સૂર્યને અર્ધ્ય આપતી વખતે નીચે આપવામાં આવેલો મંત્ર જરૂર બોલવો જોઈએ.

नमो नमस्तेस्तु सदा विभावसो, सर्वात्मने सप्तहयाय भानवे।

अनंतशक्तिर्मणि भूषणेन, वदस्व भक्तिं मम मुक्तिमव्ययाम्।।

આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.