“પંચવટી વસાહત – એક વિજ્ઞાન”, જાણો આપણા ઋષીમુનિઓનું ઉપયોગી વિજ્ઞાન જે આપણે ભૂલી ગયા.

0
803

સિદ્ધિઓ અને બ્રહ્માંડની પ્રચંડ શક્તિઊર્જા પ્રાપ્ત કરવા માટે ઋષીમુનિઓએ પંચવટી વસાહતનુ દિવ્ય વિજ્ઞાન આપ્યું છે.

પંચવટી એટલે પાંચ વૃક્ષોનો સમુહ (વડ, પીપળો, બીલી, આમળાં અને અશોક). પંચવટીમાં વડ, બીલી અને પીપળાને ચોક્કસ દિશામાં સ્થાપી અને હવાના પ્રવાહના માધ્યમથી ત્રણેય વૃક્ષોની ઊર્જાશકિતનુ મિલન થાય છે અને એક દિવ્ય પુંજ રચાય છે.

પીપળો સ્વયં નારાયણનુ વૃક્ષ છે. વડ બ્રહ્માનું વૃક્ષ અને બીલી શીવનુ વૃક્ષ હોવાનું મનાય છે. ત્રણેયનુ એક સાથે હોવું એ ભગવાન શ્રી ગુરુદત્ત મહારાજ અને મહાલક્ષ્મી, મહાસરસ્વતી, મહાકાળી ત્રણેયનું એક સ્વરૂપ ત્રિપુરસુંદરી.

ચોક્કસ મુહૂર્ત પર સૂર્યઉર્જા અને ભુમિઊર્જાના સંયુક્ત સંયોજનની સાથે પંચાયતન દેવની એક રૂપ દિવ્ય ઉર્જામાં કરેલો કોઈપણ મંત્ર પાઠ, અનુષ્ઠાન, યજ્ઞ, પૂજાપાઠ, વિધિ-વિધાન તરત જ ફળદાયી નીવડે છે. એટલે આપણા મહાન ઋષિમુનીઓ પંચવટીનુ નિર્માણ કરી પુજા કરતાં હતા.

પ્રકૃતિની ઉપાસનામાં જ જીવનના દરેક સમસ્યાનો ઉકેલ સમાયેલો છે. હિન્દુ સનાતન ધર્મ મુખ્યત્વે પ્રકૃતિ અને તેના તત્વ દેવતા ક્રમશઃ મહાગણપતી, શકિત, નારાયણ, સૂર્ય અને શિવ આ પંચાયતન પંચદેવોની પુજા જ આર્યસંસ્કૃતિ છે. આ તત્વો જળ, સ્થળ, વાયુ, અગ્નિ, આકાશતત્વની પુજા દરેક નદી, પર્વત, સમુદ્ર, વનસ્પતિ, વન અને વૃક્ષોની પુજા અનેક દેવતાઓના અંશ અવતારમાં આ તત્વો રહેલાં હોય છે.

સામાન્ય રીતે લોકો એવું માને છે કે કોઈપણ પાંચ ઘટાદાર વૃક્ષો એટલે પંચવટી, પરંતુ વાસ્તવમાં ચોક્કસ માપ, નિશ્ચિત દિશા પર વૃક્ષારોપણ કરવાથી તેમજ હવાઓની દિશામાંથી આ વૃક્ષની મધ્યમાં આવનાર હવાના મિશ્રણથી જેનાથી અલૌકિક દિવ્ય વાતાવરણ પ્રસ્થાપિત કરવાનું વિજ્ઞાન એટલે પંચવટી.

વડ, પીપળો, બીલી, આમળાં અને અશોક. આ પાંચ વુક્ષોના સમુહને પંચવટી કહે છે. તેની સ્થાપના પાંચ દિશાઓમાં કરવી જોઈએ. પીપળો પૂર્વ દિશામાં, બીલી ઉત્તર દિશામાં, વડ પશ્ચિમ દિશામાં, આમળાં દક્ષિણ દિશામાં તપસ્યા માટે સ્થાપના કરવી જોઈએ. વૃક્ષ વાવ્યાના પાંચ વર્ષ પછી મધ્યસ્થાન પર હાથથી સુંદર વેદીની સ્થાપના કરવી જોઈએ. આ વેદી અનન્ય ફળ પ્રદાન કરે છે.

જો વૃક્ષ વાવવા માટે અધિક જગ્યા પર્યાપ્ત હોય તો બૃહદ પંચવટીની સ્થાપના કરી શકાય.

સર્વ પ્રથમ કેન્દ્રની ચારેબાજુ પાંચ મીટર ત્રિજ્યા, દસ મીટર ત્રિજ્યા, વીસ મીટર ત્રિજ્યા, પચીસ મીટર ત્રિજ્યા, અને ત્રીસ મીટર ત્રિજ્યાનો એવો પાંચ વૃત(વર્તુળ) બનાવો. અંદરની પ્રથમ 5 મીટર ત્રિજ્યાની વૃત(વર્તુળ)ની અંદર ચારેય દિશાઓ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમમાં બીલીનુ વૃક્ષ વાવવું. જો વધારે જગ્યા ઉપલબ્ધ હોય તો બૃહદ પંચવટીની સ્થાપના કરો. સર્વપ્રથમ કેન્દ્રની ચારે બાજુ પાંચ મીટર ત્રિજ્યા, દસ મીટર ત્રીજ્યા, વીસ મીટર ત્રિજ્યા, પચીસ મીટર ત્રિજ્યા અને ત્રીસ મીટરની ત્રિજ્યાના પાંચ વૃત (વર્તુળ) બનાવો.

અંદરના પ્રથમ પાંચ મીટર ત્રિજ્યાના વર્તુળની ચારે બાજુની દિશાઓ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દિશામાં ચાર બીલીના વૃક્ષની રોપણી કરો. ત્યારબાદ દસ મીટર ત્રિજ્યાના દ્વિતીય વર્તુળ પર ચારે ખૂણામાં વાયવ્ય, અગ્નિ, ઈશાન અને નૈઋત્ય પર ચાર વડના ઝાડની રોપણી કરવી.

વીસ મીટર ત્રિજ્યા દ્વિતીય વર્તુળના પરિઘ પર સમાન અંતરે(લગભગ પાંચ મીટર)ના અંતરે ૨૫ અશોક વૃક્ષની રોપણી કરો. ચોથો વર્તુળ જેની ત્રિજ્યા પચીસ મીટર છે, તેના પરિઘ પર દક્ષિણ દિશામાં પાંચ-પાંચ મીટર પર બન્ને બાજુ દક્ષિણ દિશામાં લંબથી પાંચ-પાંચ મીટર પર બન્ને બાજુ દક્ષિણ દિશામાં આમળાના બે વૃક્ષનુ રોપણ કરવાનું વિધાન છે. આમળાના બન્ને વૃક્ષની પરસ્પર અંતર દસ મીટરનુ રાખવું.

પાંચમા અને છેલ્લા ત્રીસ મીટરના વર્તુળના પરિઘની ચારે દિશાઓ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણમા પીપળાના ચાર વૃક્ષનું રોપણ કરવું. આ પ્રકારે કુલ ૩૯ વૃક્ષની રોપણી થશે. જેમાં ૪ વ્રુક્ષ બીલી, ૪ વ્રુક્ષ વડ, ૨૫ વ્રુક્ષ અશોકના, ૨ વ્રુક્ષ આમળા અને ૪ વ્રુક્ષ પીપળાના થશે.

આ પાંચ વૃક્ષમાં અદ્વિતીય ઔષધીય ગુણો રહેલા છે. આમળામાં પ્રચુર માત્રામાં વિટામિન સી હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. વડનું દૂધ બળપ્રદ છે. તેના પ્રતિદિન ઉપયોગથી કાયાકલ્પ થઈ શકે છે. પીપળાનું વૃક્ષ લો હીના વિકારો દૂર કરવામાં દુઃખાવામાં અને સોજો મટાડનાર છે. બીલી પેટના રોગોમાં અકસીર છે. અશોક વૃક્ષ સ્ત્રી સબંધિત રોગોમાં લાભદાયી છે.

આ વુક્ષ સમૂહમાં ફળ પકવાનો સમય બધાં વૃક્ષોમાં અલગ-અલગ હોવાથી આખા વર્ષ દરમ્યાન કોઈને કોઈ વુક્ષ પર ફળ આવતા જ રહે છે. જેથી પક્ષીઓને બારેમાસ ખોરાક મળી રહે છે. તેમજ સ્વાસ્થ્ય સબંધી સમસ્યામા ઉપયોગ સરળતાથી કરી શકાય છે. જેમકે ગરમીની ઋતુમાં પાચન સબંધી સમસ્યા વધુ હોય છે જેથી ત્યારે બીલીનું ઉપયોગી નીવડે છે. વર્ષાઋતુમાં ચામડીના રોગો વધુ જોવા મળે છે, તે દરમ્યાન અશોક વુક્ષના ફળ ઉપયોગી થાય છે. શિયાળાની ઋતુમાં ઠંડી હોવાથી વિટામિન સી યુક્ત આમળાંનું ફળ ઉપયોગી થાય છે.

પર્યાવરણની રીતે મહત્વ :

વડનું ઝાડ વિશાળ હોવાથી ઘાટો છાંયો પુરો પાડે છે. ગરમીના દિવસોમાં જ્યારે મધ્યાહનનો તડકો સીધો સૂર્યપ્રકાશ ફેંકે છે ત્યારે આ પંચવટી ક્ષેત્રના પશ્ચિમ દિશામાં રહેલું વડનું વિશાળ વુક્ષ વાતાવરણને ઠંડુ રાખે છે.

પીપળો પ્રદૂષણ શોષીને પ્રાણવાયુ ઉત્પન્ન કરે છે.

અશોક સદાબહાર વુક્ષ છે. જેથી તેના પાન બારેમાસ લીલાછમ રહે છે અને છાંયો મળી રહે છે.

બીલીના પાન તેનું લાકડું ફળ અને તૈલીગ્રંથીઓ હોય છે જે વાતાવરણને સુગંધિત કરે છે. આથમણી અને ઉગમણી દિશાઓમાંથી આવતી હવાની તેજ લહેરખીઓ તેમજ વંટોળ વખતે પૂર્વ અને પશ્ચિમ દિશામાં રહેલો પીપળો અને વડ વાતાવરણની ધૂળ શોષી લે છે. અને પર્યાવરણને શુદ્ધ કરે છે.

ધાર્મિક મહત્ત્વ :

બીલી વુક્ષમાં ભગવાન શંકરનું નિવાસ સ્થાન માનવામાં આવે છે. પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુ અને વડના વૃક્ષમાં બ્રહ્માનો નિવાસ હોવાનું કહેવાય છે. આ રીતે ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો પંચવટીમા નિવાસ હોય છે જેથી એક જ સ્થળ પર ત્રિદેવોની પૂજાનો લાભ મળે છે.

જૈવ-વિવિધતા સંરક્ષણ :

પંચવટીમા આખા વર્ષ દરમ્યાન ફળ ઉપલબ્ધ હોવાથી પક્ષી જીવજંતુને સદંતર ભોજન મળતું રહેતું હોવાથી તેનો સ્થાયી નિવાસ થઈ જાય છે. પીપળો અને વડના ઝાડના થડ, લાકડા કોમળ હોવાથી પક્ષીઓ આસાનીથી માળા બનાવી શકે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ નક્ષત્રોના નડતર નિવારણ હેતુ જાપ કે વિધિ વિધાનોમા આ વુક્ષ સહેલાઈથી પ્રાપ્ય થઈ જાય છે.

ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી હેતુ માટે અમુક સ્ત્રોતોના માધ્યમથી આપેલી છે.

– સાભાર ગોપાલ સિંહ (અમર કથાઓ ગ્રુપ)