ભારતના આ ગામમાં રહે છે પાંડવો અને કૌરવોના વંશજ, એક વખત જરૂર કરો આ રસપ્રદ જગ્યાની યાત્રા

0
449

આ ઘાટીને માનવામાં આવે છે મહાભારતની જન્મભૂમિ, જીવનમાં એક વખત જરૂર જવું જોઈએ આ જગ્યાએ.

ઉત્તરાખંડના ઉપરી ગઢવાલ વિસ્તારમાં આવેલા કલાપ ગામ ઘણા વિસ્તારોથી જોડાયેલું છે અને મોટાભાગના લોકોને તેના વિષે વધુ જાણકારી પણ નથી. વધુ પ્રસિદ્ધ ન થવા અને વસ્તી ઓછી હોવા છતાંપણ કલાપ ગામ વિશેષ છે અને પોતાની અંદર પૌરાણીક સમયનું એક ઊંડું રહસ્ય પણ સમાવેલું છે. કલાપ ગામ ઉત્તરાખંડની ટન્સ ઘાટીમાં આવેલું છે અને આ સમગ્ર ઘાટીને મહાભારતની જન્મભૂમી માનવામાં આવે છે.

પહાડોથી ઘેરાયેલું ઉત્તરાખંડ દેવભૂમિના નામથી પણ ઓળખવામાં આવે છે. અહિયાં દરેક ઋતુમાં પ્રવાસીઓની ભીડ લાગેલી રહે છે. ઋતુ કોઈ પણ હોય, ઉત્તરાખંડની સુંદરતાની વાત જ અલગ છે. આમ તો દરેક દેશ, રાજ્ય અને શહેરની જેમ અહિયાં પણ કેટલીક એવી જગ્યાઓ છે, જેના વિષે વધુ લોકોને જાણકારી નથી.

માન્યતા છે કે આ ગામ સાથે રામાયણ અને મહાભારતનો ઈતિહાસ જોડાયેલો છે. આ કારણે જ અહિયાંના લોકો હજુ સુધી પોતાને કૌરવ અને પાંડવોના વંશજ ગણાવે છે.

સુંદરતાની પરાકાષ્ટા છે કલાપ ગામ :

આ ગામ તે ક્ષેત્રના બીજા વિસ્તારોથી અલગ છે અને અહીયાના લોકોનું જીવન પણ ઘણું મુશ્કેલી ભરેલું છે. વસ્તી ઓછી હોવા અને બીજા વિસ્તારોથી દુર હોવાને કારણે જ અહિયાંના નિવાસીઓની આવકનો મુખ્ય આધાર ખેતી છે. તે ઉપરાંત તે ઘેંટા-બકરા પણ ઉછેરે છે. આ ગામની અદ્દભુત સુંદરતા અને રામાયણ અને મહાભારતનું ખાસ કનેક્શનને લઈને તેને પ્રવાસી સ્થળ ર્તીકે વિકસિત કરવામાં આવી રહ્યું છે.

કલાપ સાથે જોડાયેલી વિશેષ વાતો :

કલાપ ગામમાં કર્ણનું મંદિર છે અને એટલા માટે અહિયાં કર્ણ મહારાજ ઉત્સવ પણ મનાવવામાં આવે છે. આ વિશેસ ઉત્સવ 10 વર્ષના સમયાંતરે મનાવવામાં આવે છે. માત્ર એટલું જ નહિ, જાન્યુઆરીમાં અહિયાં પાંડવ નૃત્ય કરવામાં આવે છે, જેમાં મહાભારતની અલગ અલગ કથાઓનું પ્રદર્શન કરવામાં આવે છે.

આ સ્થળ ઘણું દુર્ગમ છે, એટલા માટે અહિયાં જે કાંઈ પણ ખાવા પીવા કે ઓઢવા પહેરવામાં આવે છે, તે બધું કલાપમાં જ બને છે. કલાપ ગામમાં ખસખસ, ગોળ અને ઘઉંના લોટને ભેળવીને એક ખાસ ડીશ બનાવવામાં આવે છે.

હવે કરો પ્રવાસ : કલાપ દીલ્હીથી 540 કી.મી. દુર છે, જયારે દહેરાદૂનથી માત્ર 21૦ કી.મી.ના અંતરે છે. અહિયાં વર્ષના કોઈ પણ સમયે જઈ શકાય છે. અહિયાંથી સ્નોફોલનો પણ ઘણો સુંદર વ્યુ જોવા મળે છે.