પાંડવોના પૂર્વજો ભાગ 2 : જાણો કેવી રીતે બૃહસ્પતિનો પુત્ર શુક્રાચાર્ય પાસેથી સંજીવની મંત્ર શીખી લાવ્યો.

0
895

આનો પહેલો ભાગ તમે પેજ પર જઈને વાંચી શકો છો.

અગસ્ત્ય ઋષિના શ્રાપથી રાજા નહુષ એક અજગરના રૂપમાં ફેરવાઈ ગયો અને દેવલોકથી પતન પામી નીચે પૃથ્વી પર પડવા લાગ્યો. તે સમયે જ સહસા તેની આંખે મદ-અભિમાનની પટ્ટી બંધાઈ ગઈ હતી એ ખુલી ગઈ અને તેને પશ્ચાતાપ થયો. તેણે ઋષિની માફી માંગી, શ્રાપ-મુક્તિ યાચી.

ઋષિને તેની પર કરુણા ઉપજી. તેમણે તેની નાગયોનિમાંથી મુક્તિનો ઉપાય બતાવ્યો કે, પૃથ્વી પર નાગસ્વરૂપે તે સેંકડો વરસ તપસ્યા કરશે. આખરે કુરુવંશના કુમાર ભીમનો સામનો થશે. ભીમ પરાજિત થઈ તેની ચૂડમાં ફસાશે. ત્યારે મહારાજ યુધિષ્ઠિર તેની શોધ કરતા આવશે અને ત્યારે બન્ને વચ્ચે થોડી પ્રશ્નાવલી થશે. પ્રશ્નોના યોગ્ય ઉત્તર આપીને યુધિષ્ઠિર તેને નાગયોનીમાંથી મુક્તિ આપી પુનઃ સ્વર્ગપ્રાપ્તિ કરાવશે.

(આ પ્રસંગ પછી મહાભારતમાં વનપર્વમાં આવે છે.)

નહુષને છ સંતાન હતા; જેમાંના મહત્વના બે હતા યતિ અને યયાતિ. યતિ તેના ચારિત્ર્ય અને તેની અસાધારણ બુદ્ધિ માટે જાણીતો હતો. તેણે દુનિયા પર એક વૈરાગ્યભરી નજર માંડી અને કહ્યું- “મારે આની સાથે કોઈ નિસ્બત નથી.” તે હિમાલય જતો રહ્યો અને સન્યાસી બન્યો, એટલે પછી યયાતિ રાજા બન્યો. આ યયાતિના લગ્ન પછી અસુરોના ગુરુ શુક્રાચાર્યની દીકરી દેવયાની સાથે થયા, પણ એની વાત કરતા પહેલાનો એક પ્રસંગ આ પ્રમાણે છે.

દેવો અને અસુરો સતત યુ ધમાં રહેતા. બૃહસ્પતિ દેવોના પૂજારી હતા અને તેમના માટે ધાર્મિક વિધિઓ કરતાં; જ્યારે શુક્રાચાર્ય અસુરોના પૂજારી હતા. આ સતત ચાલતા યુ ધોમાં અસુરોને એક ફાયદો એ હતો કે તેઓ પાસે શુક્રાચાર્ય હતા; તેમની પાસે અપાર સામર્થ્ય હતું; તેમની પાસે સંજીવનીની શક્તિ હતી. સંજીવની મંત્ર વડે જે પણ યુ ધમેદાનમાં મ રીજાય તેમને તે જીવંત કરી શકતાં.

પ્રત્યેક દિવસના અંતે જે અસુરો યુ ધમાં જીવ ગુમાવતા તે બધાને પુનર્જીવિત કરાતા અને ફરીવાર બીજી સવારે તેઓ લ ડ વામાટે તૈયાર થઈ જતાં. આવી સેના સાથે કેવી રીતે યુ ધકરી શકાય જે ફરી જીવિત થઈ જાય? શુક્રાચાર્યનાં કારણે તેઓ ફરી ને ફરી સજીવન થતાં. દેવો માટે પરિસ્થિતિ વિકટ થઈ.

તેથી બૃહસ્પતિનો પુત્ર કચ નીચે શુક્રાચાર્ય પાસે ગયો, તેમને પગે લાગ્યો અને કહ્યું, “હું અંગીરનો પૌત્ર અને બૃહસ્પતિનો પુત્ર છું. હું એક ઉચ્ચ વંશમાંથી આવું છું. મને તમારા શિષ્ય તરીકે સ્વીકારો.”

અસુરોએ શુક્રાચાર્યને ચેતવ્યા, “આ વ્યક્તિ શત્રુઓનાં પક્ષ તરફથી આવ્યો છે. સ્પષ્ટ છે કે એ સંજીવનીનું રહસ્ય જાણવા આવ્યો છે. આપણે અત્યારે જ તેનો વ ધ કરી નાખીએ.”

શુક્રાચાર્યે કહ્યું, “ના, તે યુવક આપણને કોઈ હાનિ નથી પહોંચાડી રહ્યો અને તેની પાસે મારા શિષ્ય બનવા માટે જરૂરી લાયકાત છે. હું તેને નકારી ન શકું.”

તે સમયનો ધર્મ હતો કે જો કોઈ વ્યક્તિ શીખવા માટે લાયક હોય, તો તેને ના ન પાડી શકાય.

કચને શિષ્ય તરીકે સ્વીકારવામાં આવ્યો અને તેણે એક યોગ્ય શિષ્ય હોવાનાં પ્રમાણ આપ્યાં. તેણે તેના ગુરુની સેવા કરી, પ્રત્યેક સૂચનોનું પાલન કર્યું અને તે દરેક વસ્તુનો એક ભાગ બની ગયો.

શુક્રાચાર્યને દેવયાની નામે એક પુત્રી હતી. દેવયાનીએ આ નવયુવાનને જોયો અને ધીરે ધીરે તેની સાથે પ્રેમમાં પડી ગઈ. પણ કચ આ યુવતી ઉપર ધ્યાન નહોતો આપતો. તેણે ખૂબ પ્રયાસ કર્યા, પણ તે એક ક્ષણ માટે પણ કચનું ધ્યાન આકર્ષિત કરી શકી નહીં. તે જે હેતુથી આવ્યો હતો તેનાથી તેનું ધ્યાન ચલિત થઈ શકે તેમ નહોતું અને અસુરો જાણતા હતા કે તે સંજીવની માટે આવ્યો હતો.

એક દિવસ કચ જંગલમાં તેનાં ગુરુનાં ઢોર ચરાવતો હતો. અસુરો તેની પર તૂટી પડ્યા, તેનેમા રીના ખ્યો, તેના દે હના ટૂ કડા કરી નાખ્યા, કે જંગલી પ્રાણીઓ ખાઈ જાય.

સાંજે જ્યારે માત્ર ગાયો પાછી આવી પણ તે ન આવ્યો ત્યારે દેવયાનીનું હૃદય તૂટી ગયું. તે તેના પિતા પાસે ગઈ અને રડવા લાગી, “કચ પાછો આવ્યો નથી. કોઈએ તેની સાથે કંઈ કર્યું છે. તે જ્યાં પણ હોય, તમારે તેને પાછો જીવંત કરવો રહ્યો.”

શુક્રાચાર્યે તેની પુત્રીની ઈચ્છાને વશ થઈને સંજીવનીનો ઉપયોગ કરીને કચના દે હના ટુકડાઓ પુનઃ જોડાયા ને પ્રાણ પુ રાયા. આમ શુક્રાચાર્યે તેની પુત્રીની ઈચ્છાને વશ થઈને સંજીવનીનો ઉપયોગ કરીને કચને સજીવન કર્યો.

જ્યારે તેને શું થયું તે વિષે પુછવામાં આવ્યું ત્યારે કચે વર્ણવ્યું કે કેવી રીતે અસુરોએ તેની ઉપર ચ ડાઈ કરીને તેનેમા રીનાખ્યો. શુક્રાચાર્યે કહ્યું, “પોતાનું ધ્યાન રાખજે. અસુરો તને પસંદ નથી કરતા કારણ કે, તું શત્રુઓનાં પક્ષમાંથી છે. છતાં પણ મેં તને મારા શિષ્ય તરીકે રાખી રહ્યો છું.”

થોડા દિવસો પછી, કચ સવારની પૂજા માટે ફૂલ તોડવા ગયો ત્યાં અસુરોએ તેને પકડી લીધો, અનેમા રીનાખ્યો, તેનાં માં સ અને હા ડકાંઓને પીસીને તેમાં સમુદ્રનું ખારું પાણી મેળવી દીધું, તેના અવ યવો પીસી અને તેને થોડી માત્રામાં શુક્રાચાર્યની મ દિરામાં ભેળવી દીધાં. અજાણતા શુક્રાચાર્ય તે પી ગયા.

ફરી એકવાર કચ સાંજ સુધી પાછો ના ફર્યો તેથી દેવયાનીએ રુદન કર્યું. પણ શુક્રાચાર્યે કહ્યું – “એવું લાગે છે કે મ **રણ તેની નિયતિમાં જ હતું. તે વારંવાર દુનિયા છોડે છે. તેને પાછો લાવવાનો કોઈ અર્થ નથી. તારા જેવી બુદ્ધિશાળી અને તારા જેવા કુળવાળી વ્યક્તિ કે જેને જીવનનો આટલો અનુભવ છે તેણે જીવન અનેમ રણ બાબતે આમ રડવું ન જોઈએ. આ એવી વસ્તુ છે જે દરેક પ્રાણી સાથે થાય છે. તેને એમ જ રહેવા દે. કોઈને વારંવાર સજીવન કરવો તે ઠીક નથી.”

પણ દેવયાનીનું હૃદય તૂટી ગયું હતું. “ક્યાં તો કચ પાછો ફરશે ક્યાં તો હું તળાવમાં ડૂબીને મ રીજઈશ.”

એવું થવા દેવા માટે અનિચ્છિત શુક્રાચાર્ય બોલ્યા, “હું છેલ્લી વાર તેને સજીવન કરું છું.”

જ્યારે શુક્રાચાર્યે મંત્રનો ઉપયોગ કરવા પ્રયત્ન કર્યો તો તેમને પોતાના પેટમાં ગડગડાટ થઈ. તે કચ હતો.

શુક્રાચાર્ય અત્યંત ક્રોધિત થયાં. “આ કોણે કર્યું? શું આ પણ અસુરોનું કામ છે? તેઓ આવું કેવી રીતે કરી શકે?”

તેમના પેટમાંથી કચે આખી વાર્તા કહી સંભળાવી કે કેવી રીતે અસુરોએ તેને માર્યો, તેને પીસી નાખ્યો, તેને સમુદ્રના પાણીમાં મિશ્રિત કર્યો, અને તેઓએ કેવી રીતે તેના અ વય વો કાઢ્યા, તેને પીસી નાખ્યાં, અને તેમાના થોડા ડા રરુ જોડે મિશ્રિત કર્યા.

શુક્રાચાર્ય અત્યંત ક્રોધિત થયાં. “હવે બહું થયું, તેમણે હવે તેને મારા પેટમાં મૂકી દીધો. હવે ક્યાં તો મારે તેને એમ જ રહેવા દેવો પડશે અથવા જો હું તેને પાછો સજીવન કરું તો મારે જવું પડશે.”

તેમણે વિચાર્યું, “કદાચ મારે આ કામ છોડીને દેવોની સાથે જોડાઈ જવું જોઈએ. મારી સાથે ખૂબ જ ખરાબ વર્તન થઈ રહ્યું છે. તેમની આ છોકરાને મારા પેટમાં મૂકવાની હિંમત કઈ રીતે થઈ?”

પણ દેવયાનીએ રુદન કર્યું. તેણે કહ્યું, “હું તમારા બંને વિના જીવવા માંગતી નથી. જો તમારાં બેમાંથી કોઈ એક પણ નહિ રહે, તો હું દુનિયા છોડી દઈશ.”

શુક્રાચાર્યે કચને કહ્યું, “તું જે હેતુસર આવ્યો હતો તેમાં તું સફળ થયો છે. તારે સંજીવનીનું રહસ્ય જાણવું હતું અને તું એક યોગ્ય ઉમેદવાર છે. હવે હું તને તે શીખવીશ. પછી હું તને તે સજીવન કરવા વાપરીશ. તું મારા શરીરમાથી બહાર આવીશ જે પ્રક્રિયા મને જીવિત નહિ રાખે. ફરીથી તું સંજીવની મંત્રનો ઉપયોગ કરી મને સજીવન કરજે અને નવેસરથી બીજે ક્યાંક તારું જીવન શરૂ કરજે.”

શુક્રાચાર્યે સંજીવની મંત્રનો ઉપયોગ કર્યો અને જાણે ચંદ્રોદય થતો હોય તેમ કચ તેમના પેટમાં મોટો થયો અને બહાર આવ્યો. ગુરુ શુક્રાચાર્યએ દુનિયા છોડી. તે જોઈને દેવયાની દુઃખથી વિલાપ કરવા લાગી. પછી કચે સંજીવની મંત્રનો પ્રયોગ કર્યો અને શુક્રાચાર્યને સજીવન કર્યા. તે જ્યારે પાછો જઈ રહ્યો હતો ત્યારે દેવયાની બોલી, “તું નહીં જઈ શકે. મેં તને પ્રેમ કર્યો છે.”

તેના ગમે તેટલી આજીજી કરવા છતાં પણ કચ બોલ્યો, “હું તારા પિતાનો શિષ્ય છું. તે સ્તરે તું મારી બહેન સમાન છે. બીજી વસ્તુ એ છે કે, હું હમણાં જ તારા પિતાના શરીરમાંથી બહાર આવ્યો છું, તેથી તેઓ મારી માતા પણ છે. તે રીતે પણ તું મારી બહેન જ છે. તેથી આનો કોઈ માર્ગ નથી,” અને તે જતો રહ્યો. ​

(ક્રમશ:)

આનો પહેલો ભાગ તમે પેજ પર જઈને વાંચી શકો છો.

(સાભાર અશ્વિન મજીઠીયા, અમર કથાઓ ગ્રુપ)