આના ભાગ 1 થી 4 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો
ભાગ 4 માં આપણે રાજા દુષ્યંત, શકુંતલા અને તેમના પુત્ર સર્વદમનની સ્ટોરી જાણી, આવો હવે આગળ શું થયું તે જાણીએ.
શકુંતલા અને રાજા દુષ્યંતનો પુત્ર પછી મોટો થઈ રાજગાદી પામીને રાજા ભરત તરીકે ખ્યાતનામ થયો. રાજા ભરતને ઘણા પુત્રો હતાં પરંતુ જયારે તેઓ બધાં મોટાં થયા ત્યારે તેમનાં લક્ષણો જોઈને તેમને સંતોષ નહોતો થતો. આખરે એક દિવસ, “મારા પુત્રો મારી પ્રજા માટે એક સારા રાજા નહિ બની શકે.” – તેઓ મનોમન બોલ્યા અને એક નિશ્ચય કર્યો.
આવું પ્રથમ વખત થયું હતું કે કોઈ રાજાએ એવી સૂઝબૂઝ દર્શાવી કે રાજા બનવા માટે માત્ર લો હીની સગાઈ પૂરતી નથી. રાજાના પુત્ર માત્ર હોવાથી તમે રાજા બની જાઓ એવું જરૂરી નથી. તેઓએ આનો અમલ કરી બતાવ્યો. એ વાતને ઘણું સન્માન આપવામાં આવ્યું.
ભરત તેમના માનસિક સંતુલન, નિષ્પક્ષપાતીપણા અને તેમની પ્રજા માટે સમાવેશીપણાની ભાવના માટે ખૂબ પ્રસંશા પામ્યા, અને આ પણ એક કારણ છે કે તેમના નામ પરથી આ દેશનું નામ પાડવામાં આવ્યું.
બૃહસ્પતિએ એક ક્ષણે અત્યંત અવિવેકી રીતે પોતાના જ ભાઈની પત્ની મમતા સાથે બ ળજ બરી કરી હતી જેનાથી એક પુત્ર જન્મ્યો હતો અને જેનું નામ વિતથ હતું. રાજા ભરતે આ યુવાનને રાજા તરીકે પસંદ કર્યો.
રાજા ભરતની અપેક્ષા પ્રમાણે જ, વિતથ એક મહાન રાજા બન્યો અને તેણે જીવનભર અત્યંત સૂઝ અને સંતુલન સાથે રાજ કર્યું.
રાજા વિતથથી લઈને એની ચૌદમી પેઢીએ પછી શાંતનુનો જન્મ થયો, શાંતનુ પાંડવો અને કૌરવોના પરદાદા હતાં. શાંતનુ તેમના પાછલા જન્મમાં મહાભિષેક તરીકે ઓળખાતા હતાં. તેઓ એક પૂર્ણ જીવન જીવ્યાં અને દેવલોકમાં પ્રવેશ કર્યો.
પણ ત્યાં, તેઓ ઇન્દ્રના દરબારમાં એકવાર બેઠા હતાં, ત્યારે દેવી ગંગા પણ ત્યાં પધાર્યાં. થયું એવું એક ક્ષણમાં અભાનપણે, તેમનું ઉપવ સ્ત્ર સરી પડ્યું અને તેમના શરીરનો ઉપરનો ભાગ ખુ લ્લો પડી ગયો. તે સમયની ઉચિત વર્તણૂક મુજબ બધાએ પોતાની નજર ફેરવી લીધી. મહાભિષેક, જેઓ દેવલોકમાં નવાસવા હતાં તેઓ તાકી તાકીને જોઈ રહ્યાં.
જયારે ઇન્દ્રએ આ અનુચિત કાર્ય જોયું, તો તેઓએ કહ્યું, “તમે દેવલોકમાં રહેવાની યોગ્યતા હજુ પ્રાપ્ત નથી કરી તો હવે પાછા જાઓ અને ફરીથી મનુષ્ય તરીકે જન્મ લો.”
પછી ઇન્દ્રએ જોયું કે ગંગા પણ તેમના ઉપર પડેલી આ નજરનો આનંદ માણી રહ્યા હતાં. એટલે તેઓએ કહ્યું, “આ તદ્દન અયોગ્ય છે. તમે તમારા પર પડેલી નજરનો આનંદ માણી રહ્યા છો. તમે પણ પૃથ્વી પર જાઓ અને મનુષ્ય તરીકે જન્મ લો. મનુષ્યના જીવનના બધા સુખ અને દુઃખમાંથી પસાર થાઓ. જયારે તમે આ ગર્વથી મુક્ત થાઓ, ત્યારે તમે પાછા આવી શકશો.”
તો, શાંતનુનું ગંગાને મળવાનું નિશ્ચિત જ હતું. જોકે પાછલા જન્મોની સ્મૃતિઓના અભાવે શાંતનુ આનાથી અજાણ હતાં. પરંતુ ગંગાએ તેમની સ્મૃતિઓ જાળવી રાખી હતી અને તેઓ શાંતનુને પોતાની તરફ ખેંચવાના પ્રયત્નો કરી રહ્યા હતાં. પરંતુ રાજા હોવાને કારણે તેઓ સતત બહાર રહેતા હતાં.
શાંતનુ એક કુશળશિ કારી હતાં અને જયારે તેઓશિ કાર પર નીકળતા ત્યારેશિ કાર કરવામાં એટલા એકરૂપ થઇ જતાં કેશિ કાર કરવો તેમને માટે પૂજા બની જતું.
એકવાર, સળંગ અઠવાડિયાઓ સુધી તેઓ ગંગાનાં કિનારેશિ કાર માટે રોકાયા પરંતુ, તેઓ તેમના શિ કારમાં એટલા મગ્ન હતાં કે તેઓએ નદી તરફ જરા પણ ધ્યાન ના આપ્યું.
એક રાજા હોવાના કારણે જયારે પણ તેઓને ભૂખ કે તરસ લાગતી ત્યારે લોકો તેમની સેવામાં આસપાસ સતત હાજર રહેતાં. પરંતુ, એક દિવસ તેમને અત્યંત તરસ લાગી અને આસપાસ કોઈ ના હતું. તેથી, તેમને નદીએ જવાનો ખ્યાલ આવ્યો અને તેઓ નદીકિનારે ગયા.
તે ક્ષણે, ગંગા નદીમાંથી એક સ્ત્રી તરીકે પ્રગટ થયાં, તેઓની નજર તેણી પર પડતાં જ તેઓ ત્વરિત તેણીના પ્રેમમાં પડી ગયાં. શાંતનુએ ગંગાને તેમની સાથે લગ્ન કરવા વિનંતી કરી. ગંગાએ તે સ્વીકાર્યું પણ એક શરત રાખી, “હું તમારી સાથે લગ્ન કરીશ પરંતુ, હું કંઇ પણ કરું તોય તમારે મને હું એવું શા માટે કરું છું, તેનું કારણ પૂછવાનું નહિ.”
(ઇતિહાસમાં ઘણી સ્ત્રીઓએ આવી શરતો રાખી છે. કુરુવંશનો પ્રથમ રાજા પુરુ ઉર્વશી નામની અપ્સરાના પ્રેમમાં પડ્યો અને તેને તેણી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. ત્યારે તેણીએ કહ્યું, “મારી બે શરતો છે. પહેલી, મારી પાસે અમુક પાળેલી બકરીઓ છે. તમારે ભલે કંઈ પણ થઇ જાય, હંમેશા આ બકરીઓની રક્ષા કરવાની. જો તમારે તમારું આખુંસૈ ન્ય ઉપયોગમાં લગાવવું પડે તો પણ બકરીઓની રક્ષા કરવાની. બીજી શરત એ છે કે, બીજા કોઈએ ક્યારેય તમને નગ નરૂપમાં ના જોવા જોઈએ.”
બીજી તરફ દેવો ઇચ્છતા હતાં કે ઉર્વશી દેવલોકમાં પાછી ફરે, તેથી જયારે પુરુ અને ઉર્વશી સુખ માણી રહ્યા હતાં ત્યારે દેવોએ બકરીઓ ચોરી લીધી. જયારે ઉર્વશી ચીસ પાડી ઊઠી, “મારી બકરીઓ, કોઈ મારી બકરીઓ લઈ જઈ રહ્યું છે!”
પુરુ ઉઠ્યાં અને ચોરોને પકડવા માટે દોડ્યાં. ઇન્દ્રએ આ મોકો જોઈને આકાશમાં વીજળી ચમકાવી. આખા વિસ્તારમાં પ્રકાશ છવાઈ ગયો અને પુરુને ન ગ ન રૂપમાં જોવામાં આવ્યો.
ઉર્વશીએ તરત કહ્યું, “તમે શરતનો ભંગ કર્યો છે, હું જઈ રહી છું.” અને તેઓ ચાલ્યા ગયાં અને ક્યારેય પાછા ના ફર્યાં.
ઇતિહાસમાં સમયાંતરે, અમુક પરિસ્થિતિઓ બદલાવાને કારણે, સ્ત્રીઓ પુરુષો પર વ્યાજબી રીતે કે ગેરવ્યાજબી રીતે શરતો મુકવાની ક્ષમતા ગુમાવી બેઠી. કોઈક રીતે ધીરે ધીરે સમાજ માતૃપ્રધાન વ્યવસ્થામાંથી પિતૃપ્રધાન વ્યવસ્થામાં ફેરવાઈ ગયો એ તો મહાભારતની કથાઓમાં પણ દેખાઈ આવે છે.)
શાંતનુ ગંગાના પ્રેમમાં એટલા તો પાગલ થઈ ગયાં કે તેણીએ જે કહ્યું તેઓ તે માટે રાજી થઈ ગયાં. અને ગંગા તેમના અત્યંત સુંદર અને અદ્ભુત પત્ની બન્યાં. અને સમય જતાં ગંગા ગર્ભવતી થયાં.
ગંગાએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો, પણ પછી તરત જ, તેણીએ બાળકને ઉપાડ્યું, નદીએ ગઈ અને એનેપા ણીમાંડૂ બાડી દીધું. શાંતનુ આ માની ન શકયો. એનું હૃદય ફા ટીપડ્યું પણ એને યાદ હતું કે જો એ ગંગાને પૂછશે કે એણે આવું શા માટે કર્યું, તો તે ચાલી જશે. આ માણસ જે ખુશી અને પ્રેમથી ઊડી રહ્યો હતો એની પર હવે વિષાદ પ્રહાર કરી ચૂક્યો હતો અને એને હવે એની પત્નીથી ડર લાગવા લાગ્યો હતો. પણ હજુ, એ તેણીને ખૂબ પ્રેમ કરતો હતો અને તે બંનેએ સાથે રહેવાનું ચાલુ રાખ્યું.
બીજા દીકરાનો જન્મ થયો, અને એક પણ શબ્દ બોલ્યા વગર, તેણી તેને લઈ ગઈ અને એને પણ ડુ બા **ડી દીધો. શાંતનુ પાગલ થવાની અણી પર હતો, પણ એને ગંગાએ મુકેલી શરત યાદ હતી. પછી તો આ પ્રમાણે જ ચાલતું રહ્યું અને સાત પુત્રો નદીમાં સમાઈ ગયા.
જ્યારે આઠમા પુત્રનો જન્મ થયો ત્યારે શાંતનુ લાચાર થઈને ગંગાની પાછળ પાછળ નદી સુધી ગયો. જ્યારે એ બાળકને ડૂ બાડવાની તૈયારીમાં હતી, એણે બાળકને આંચકી લીધું અને બોલ્યો, “હવે બહુ થયું. તું શા માટે આવા અમાનવીય કૃત્યો કરી રહી છે?”
ગંગાએ જવાબ આપ્યો, “આપે શ રતનો ભંગ કર્યો છે. તેથી મારા જવાનો સમય થઈ ગયો. પણ મારી ફરજ છે આપને કારણ જણાવવાની. અને હું તેમ કરીશ. તો સાંભળો.
ઘણા સમય પહેલા, ઋષિ વશિષ્ઠ એમના આશ્રમમાં નિવાસ કરતાં હતાં. ત્યાં નંદિની નામની એક ગાય હતી, જેની પાસે દિવ્ય ગુણો હતા. એક દિવસ આઠ વસુઓ આ વિસ્તારમાં ફરી રહ્યા હતાં, જ્યાં તેઓએ આ આશ્રમ જોયો અને એટલે તેઓ વશિષ્ઠનાં આશ્રમમાં દાખલ થયા. ત્યાં તેમણે નંદિનીને જોઈ. એમાનો એક વસુ -જેનું નામ પ્રભાસ હતું- એની પત્નીએ કહ્યું, “મને આ ગાય જોઈએ છે.”
વગર વિચાર્યે પ્રભાસે કહ્યું, “ચાલો, આપણે ગાય લઈ જઈએ.” એમાંના એક-બે વસુઓએ કહ્યું, “પણ આ ગાય આપણી નથી. એ એક ઋષિની ગાય છે. તેને આપણે કઈ રીતે લઈ શકીએ?”
પ્રભાસની પત્નીએ જવાબ આપ્યો, “ડરપોક લોકો હમેશાં બહાના કાઢે છે. તમે ગાય નથી લાવી શકતાં એટલે તમે ધર્મની વાતો કરો છો.”
આ સાંભળીને પ્રભાસનું પુરુષત્વ એકદમ જાગી ગયું અને સાથીઓની મદદથી તેઓએ અંદર જઈને ગાય ચોરી લીધી.
જયારે વશિષ્ઠને ખબર પડી કે એમની પ્રિય ગાયની ચોરી થઈ છે, ત્યારે તેમણે વસુઓને પકડી પાડયા અને શ્રાપ આપ્યો, “તમે આવી હિંમત કઈ રીતે કરી! તમે મહેમાન તરીકે આવ્યા. અમે તમારી સારી સરભરા કરી. અને છેવટે તમે મારી ગાય ચોરી ગયાં. એમ થાઓ કે, તમે સઘળી મર્યાદાઓ ધરાવતા મનુષ્ય તરીકે જન્મ લો. તમારી પાંખો ખરી પડે જેથી તમે ઊડી ના શકો. તમારે આ પૃથ્વી પર ચાલવું પડે, તમારે ભૌતિક શરીર ધારણ કરવાં પડે, તમારે બીજા બધાની જેમ જન્મ લેવો પડે અને દેહ છોડવો પડે.”
પછી તો, આ આઠેય વસુઓએ ગંગાને આજીજી કરી, “તમે સુનિશ્ચિત કરો કે અમે તમારી કૂખે જન્મ લઈએ. અમારું જીવન પૃથ્વી પર શક્ય એટલું ઓછું હોય એમ કરજો.”
ગંગાએ શાંતનુને કહ્યું,”હું તો માત્ર તેમની ઈચ્છા પૂરી કરી રહી હતી. એમણે માત્ર જન્મ લઈને શ્રાપ ભોગવી લેવો હતો. મેં એમાનાં સાતને બચાવી લીધા પણ આઠમાને આપે બચાવી લીધો. જે થયું તે, આ પ્રભાસ છે, જેણે ચોરી કરવા ઉશ્કેરણી કરી હતી. શક્ય છે કે એ આ પૃથ્વી પર લાંબુ જીવવાને જ લાયક હોય, પરંતુ એ બાળક છે તેથી હું એને મારી સાથે લઈ જાઉં છું. જ્યારે એ સોળ વર્ષનો થશે ત્યારે હું એને પાછો લઇ આવીશ. હું સુનિશ્ચિત કરીશ કે એનો અભ્યાસ પૂરો થઈ જાય. એ સઘળું, કે જે એને એક સારો રાજા બનવા આવશ્યક હોય, હું એને એની શિક્ષા આપીશ અને એ સોળ વર્ષનો થશે ત્યારે એને આપની પાસે છોડી જઈશ.” આટલું કહીને એ બાળકને લઈને ચાલી ગઈ.
શાંતનુ હતોત્સાહી અને ગુમસુમ થઈ ગયો. એ એકલો અટૂલો રહેવા લાગ્યો અને એનો રાજકાજમાંથી રસ ઊઠી ગયો. એક સમયે જે મહાન રાજા હતો એ હવે હતાશ, હારી ચૂકેલો માનવી બની ગયો. શું કરવું એ ન સમજાતા એ ચોતરફ ફર્યાં કરતો.
સોળ વર્ષ પછી, ગંગા પુત્રને લઈને પાછી આવી, જેનું નામ દેવવ્રત હતું, અને શાંતનુને સોંપી દીધો. દેવવ્રતે ધ નુર્વિદ્યા બીજાં કોઈ પાસે નહિ પણ સ્વયં પરશુરામ પાસેથી શીખી હતી.
બૃહસ્પતિ પાસે એ વેદ ભણ્યો હતો. એ સર્વોત્તમ શિક્ષકો પાસેથી બધું જ શીખ્યો હતો, અને રાજા બનવા માટે સંપૂર્ણપણે તૈયાર હતો.
જ્યારે શાંતનુએ એને જોયો, ત્યારે એની બધી હતાશા ઊડી ગઈ, અને એણે ખૂબ પ્રેમ અને ઉત્સાહથી એને આવકારી લીધો, અને એની યુવરાજ જાહેર કર્યો.
દેવવ્રતે રાજ્યનો વહીવટ સંભાળી લીધો અને શાંતનુના આદેશ પ્રમાણે બધું વ્યવસ્થિત ચલાવી રહ્યો હતો, તેથી શાંતનુ ફરી એક વાર મુક્ત અને ખુશ રહેવા લાગ્યો.
પણ એક દિવસ શાંતનુશિ કાર કરવા ગયો અને ફરી એક વખત પ્રેમમાં પડ્યો..!
(ક્રમશ:)
આના ભાગ 1 થી 4 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.
(સાભાર અશ્વિન મજીઠીયા, અમર કથાઓ ગ્રુપ)