પાંડવોના પૂર્વજો ભાગ 6 : જાણો કેવી રીતે મત્સ્યગંધા બની સત્યવતી અને તેના લગ્ન શાંતનુ સાથે થયા.

0
1079

આના ભાગ 1 થી 5 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો

ભાગ 5 માં આપણે પાંડવો અને કૌરવોના પરદાદા શાંતનુ અને તેમના પુત્રની સ્ટોરી જાણી, આવો હવે આગળ શું થયું તે જાણીએ.

એક વખત, સ્વર્ગમાં ઉપરિચર નામનો વસુ અને અદ્રિકા નામની અપ્સરા પોતાના અ ભદ્ર વર્તનને કારણે બ્રહ્માજીનો શ્રાપ પામ્યા અને એનાં ફળસ્વરૂપે બન્ને પૃથ્વીલોક પર મત્સ્યયોનિને પ્રાપ્ત થયા. એ પછી એક દિવસ એક માછલી પકડાઈ, તો ગર્ભવતી જણાઈ. તેના થકી એક માનવબાળ અને એક માનવકન્યાનો જન્મ થયો. નાવિકો અચંબિત પામ્યા.

બે શિશુઓના જન્મ બાદ વસુ ઉપરિચર અને અપ્સરા અદ્રિકા શાપમુક્તિ પામ્યા એટલે સ્વર્ગારોહણ કરી ગયા, જ્યારે તેમનાં બેઉ શિશુને લઈને નાવિકો રાજા પાસે ગયા. રાજા નિઃસંતાન હોવાથી નવજાત બાળકને રાખી લીધો અને એને એણે મત્સ્યરાજ નામ આપ્યું. પણ કન્યાના દેહમાંથી મત્સ્ય-ગંધ ખૂબ જ તીવ્ર માત્રામાં ફેલાઈ રહી હતી, એટલે રાજાએ બાળકી ફરી નાવિકોને સોંપી દીધી. દાસ નામનો એક માછીમારોનો નાયક હતો, એણે તેને ઉછેરી, અને એનું નામ પછી મત્સ્યગંધા પાડ્યું. મત્સ્યગંધા એક શ્યામવર્ણી સુંદર કન્યા હતી.

સપ્તઋષિમાં જેની ગણના થાય છે એવા, બ્રહ્મર્ષિ વશિષ્ઠનો એક પુત્ર હતો જેનું નામ હતું શક્તિમુનિ. આ મુનિને કલ્માષપાદ નામનો રાક્ષસભ ક્ષણ કરી ગયો. આ શક્તિમુનિના પુત્ર, એવા પરાશર ઋષિને જ્યારે પોતાના પિતાના સમાચાર મળ્યા તો ક્રોધ અને આ ક્રોશના આવેશમાં તેઓએ રાક્ષસ સાત્ર યજ્ઞનું આયોજન કર્યું જેમાં પેલાં કલ્માષપાદ સહિતના અનેકોનેક રાક્ષસ ખેંચાઈ આવી, ને એ યજ્ઞમાં ભસ્મ થતા ગયા. સેંકડો રાક્ષસો યજ્ઞમાં સ્વાહા થઈ ગયેલા જોઈ, મહર્ષિ પુલસ્ત્યએ પરાશર ઋષિના ક્રોધને શાંત કરવા વિનવણી કરીને એ યજ્ઞની પૂર્ણાહુતિ કરાવી દીધી.

(આ મહર્ષિ પુલસ્ત્ય બ્રહ્માના દસ માનસપુત્રોમાંથી એક ગણાય છે. અને એમનાં પુત્ર હતા ઋષિ અગસ્ત્ય અને ઋષિ વિશ્રવા. આ ઋષિ વિશ્રવાની બે પત્નીઓ હતી. એક થકી કુબેર જન્મ્યા જ્યારે બીજી પત્ની થકી રાવણ કુંભકર્ણએ જન્મીને રાક્ષસ જાતિને પછી સમૃદ્ધ અને વૈભવી બનાવી હતી.)

પણ અસંખ્ય રાક્ષસોના સંહા રક એવા એ યજ્ઞના પ્રતિ શોધ રૂપે અમુક બચી ગયેલ રાક્ષસોએ ફરી એકવાર પરાશર ઋષિના આશ્રમ પરહુ મલો કર્યો, જેમાં તેમને થોડી ઇ જા પણ થઈ. પણ તોય તેઓ ત્યાંથી સલામત રીતે બહાર નીકળી જવામાં સફળ રહ્યાં અને સખત પરિશ્રમ કરીને એક નાનકડા ટાપુ પર પહોંચી ગયા જ્યાં આ દાસ નામના માછીમાર અને તેના અન્ય સાથીઓની વસાહત હતી.

તેમની અવસ્થા જોઈને, માછીમારોએ તેમને આશ્રય આપ્યો અને તેમને દાસની પાલક-પુત્રી મત્સ્યગંધાની દેખભાળ હેઠળ રખાયા. મત્સ્યગંધા હવે એક શ્યામલ સુંદર યુવતી બની ગઈ હતી અને તેનાં પાલક-પિતાને તેનાં મત્સ્ય-વ્યવસાયમાં મદદરૂપ થતી હતી.

તેણી સ્વાભાવિક રીતે પરાસર ઋષિ તરફ આકર્ષાઈ, કારણ તેમનું વ્યક્તિત્વ ખૂબ પ્રભાવશાળી હતું. ઉપરાંત, મત્સ્યગંધાના મનમાં હંમેશા માનસિક સંઘર્ષ રહેતો કે, તેનો જોડીયો ભાઈ મત્સ્યરાજ તો મહેલમાં રહેતો હતો કારણ ત્યાંના રાજાએ તેને દત્તકપુત્ર તરીકે સ્વીકારી લીધો હતો. પણ પોતે તો હજુય માછીમારોની વચ્ચે જ જીવતી હતી એનો છૂપો વસવસો એને સતત રહેતો હતો.

ઋષિ પરાસરના આગમન બાદ તેને લાગ્યું કે જો તે ઋષિ સાથે સંકળાયેલી રહે તો, તેનું જીવન પણ બદલાઈ શકે.

તેઓ નદીની વચ્ચે એક નિર્જન ટાપુ પર રહ્યા અને તેણીએ પરાશરના પુત્રને જન્મ આપ્યો. બાળકનો જન્મ દ્વિપ ઉપર થયો હોવાને કારણે એ દ્વૈપાયન તરીકે ઓળખાયો અને શ્યામવર્ણ હોવાથી કૃષ્ણ કહેવાયો. આગળ જતાં આ કૃષ્ણ-દ્વૈપાયન, વેદ-વ્યાસ તરીકે પ્રસિદ્ધ થયા, જેમણે વેદોને ગ્રંથસ્થ કર્યા, અને જેમણે મહાભારતની કથા કહી.

સમય જતાં ઋષિ પરાશર તો પોતાના આ પુત્રને સાથે લઈને ચાલ્યા ગયા. પણ જતાં પહેલાં તેમણે મત્સ્યગંધાને અક્ષત કૌમારીનું વરદાન આપ્યું જેથી તે પુનઃ કુમા રિકા બની ગઈ, ઉપરાંત, તેનામાંથી આવતી માછલીની વાસ પણ ચાલી ગઈ અને તેની જગ્યા એવી સ્વર્ગીય સુવાસે લીધી જે કોઈ મનુષ્યએ પહેલા ક્યારેય ન માણી હોય. તેનામાંથી એવા ફૂલની સુગંધ આવતી હતી જેનું આ લોકમાં અસ્તિત્વ જ ન હતું. આ અલૌકિક સુગંધને કારણે તેમણે તેનું નામ બદલીને સત્યવતી રાખ્યું, સત્યની સુવાસ. અને એ જ તેણીની આકર્ષણ શક્તિ બની ગઈ.

શાંતનુ રાજા, કે જે પોતાના ગંગાપુત્ર દેવવ્રતને સોળ વર્ષ બાદ ફરી પ્રાપ્ત કરીને ખૂબ જ પ્રસન્ન હતા, તેઓ એક દિવ આખેટ પર નીકળ્યા અને ત્યાં તેમનો મેળાપ અનાયાસે જ સત્યવતી (મત્સ્યગંધા) સાથે થયો. અને જોતાવેંત જ તેઓ તેનાં પ્રેમમાં એવા તો પડી ગયા કે તુરંત જ તેઓ સત્યવતીના પિતા પાસે ગયા અને સત્યવતી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો.

જ્યારે દાસ, જે માછીમાર સમુદાયનો નાયક હતો; એ ભલે નાનો એવો, પણ રાજા તો હતો જ. તેણે જોયું કે એક સમ્રાટ તેની પાલકપુત્રીના હાથની માગણી કરી રહ્યો હતો અને તેણે વિચાર્યું કે સોદાબાજી માટે આ ઉત્તમ સમય છે.

તેણે કહ્યું, “હુ મારી પુત્રીના આપ સાથેના લગ્ન માટે ત્યારે જ રાજી થઈશ, જો તેના પુત્રો આપના કુરુ રાજવંશના રાજા બનશે.”

શાંતનુએ કહ્યું, “તે શક્ય નથી. હું મારા પુત્ર દેવવ્રતનો રાજ્યાભિષેક કરી ચૂક્યો છું. કુરુ સામ્રાજ્યને મળેલો તે સૌથી ઉત્તમ રાજા છે.”

ચાલાક ચતુર માછીમાર સમ્રાટની દશા જોઈને સમજી ગયો કે તે પોતાની પુત્રીના પ્રેમમાં સાવ નાસીપાસ છે, એટલે એ મક્કમ રહી બોલ્યો, “તો મારી પુત્રીને ભૂલી જાઓ.”

શાંતનુએ તેને વિનંતી કરી. તે જેટલી વધુ વિનવણી કરતા ગયા, માછીમારને ખ્યાલ આવતો ગયો કે, રાજન કાંટામાં ફ સાઈ ચૂક્યા છે. મોટી માછલી ખેંચવાનો સમય આવી ગયો છે.

એણે કહ્યું, “તે આપની ઉપર નિર્ભર છે. જો આપ મારી પુત્રીને ચાહો છો, તો તેના પુત્રો ભવિષ્યમાં રાજા બનવા જોઈએ. નહીં તો, આપ સુખેથી આપને મહેલ પધારો.”

આટલું બોલી માછીમારે હાથ જોડ્યા એટલે નિરાશ શાંતનુ મહેલમાં પાછા ફર્યા. અહીં તેઓ પેલી સત્યવતીને ભુલી નહોતા શકતા. તેની સુગંધે તેમનો એવો પીછો કર્યો કે તેઓ ફરી એક વખત રાજ્યના કારભારમાંથી રસ ગુમાવી બેઠા અને બસ.. ગુમસુમ બની બેસી રહેતાં.

દેવવ્રતે પિતાની દશા જોઈને પૂછ્યું, “રાજ્યમાં બધું સુચારુ રીતે ચાલી રહ્યું છે. તે શું છે જે આપને પરેશાન કરે છે?”

શાંતનુએ માત્ર માથું ધુણાવ્યું અને શરમથી ઝુકાવી દીધું, તેઓ પુત્રને કહી ન શક્યા કે મુશ્કેલી શું હતી.

કર્તવ્યનિષ્ઠ પુત્ર દેવવ્રત એ સારથિ પાસે ગયો જે શાંતનુને શિ કાર પર લઈ ગયો હતો અને પૂછ્યું, “આ વખતના શિ કાર પછી, મારા પિતાશ્રી પહેલા જેવાં નથી રહ્યાં. તેમને શું થયું છે?”

“હું ચોક્કસપણે નથી જાણતો કે શું બન્યું. હું તેમને માછીમારોના નાયકને ત્યાં લઈ ગયો હતો. આપના પિતાશ્રી તેના ઘરમાં એક રાજાની જેમ દાખલ તો થયા, ખૂબ ઉત્સાહ અને પ્રેમથી સભર. પણ તેઓ જ્યારે બહાર આવ્યા ત્યારે માનો પ્રેત બની ગયા હતા.” સારથિ બોલ્યો.

દેવવ્રત જાતે જ તપાસ કરવા ગયાં કે ત્યાં શું થયું હતું. ત્યાં દાસ માછીમારને મળ્યા.

દાસે કહ્યું, “તમારા પિતા મારી પુત્રી સાથે લગ્ન કરવા ઈચ્છે છે. હું માત્ર એટલું જ ઇચ્છુ છું કે તેના પુત્રો ભવિષ્યમાં રાજા બને. આ એક સામાન્ય શરત છે. આમાં એમને એક માત્ર મુશ્કેલી એ છે કે તમે વચમાં છો.”

દેવવ્રતે કહ્યું, “એ કોઈ સમસ્યા નથી. મારે રાજા બનવું જરૂરી નથી. હું વચન આપું છું કે હું ક્યારેય રાજા નહીં બનું. ભલે સત્યવતીના પુત્રો રાજા બનતા.”

માછીમારે હસીને કહ્યું, “એક યુવાન તરીકેના આડંબરમાં તમે આમ કહી શકો છો. પણ પછી, જ્યારે તમારા પુત્રો થશે, ત્યારે તેઓ સિંહાસન માટે બા ઝશે.”

દેવવ્રતે કહ્યું,”હું ક્યારેય લગ્ન નહીં કરું અને મને ક્યારેય બાળકો નહીં હોય જેથી તે ખાતરી જાય કે માત્ર સત્યવતીના પુત્રોને જ રાજા બનવાનો અધિકાર મળે.”

માછીમાર ભોજન કરતાં કરતાં, સાવધાનીપૂર્વક માછલીના હા ડકાં બાજુ પર કરી રહ્યો હતો. તેણે ઉપર જોયું અને અકળાઈને કહ્યું, “નવયુવાન, તું જે કહી રહ્યો છે તે બધી વાતની હું કદર કરું છું. પણ તું જીવન રીતિઓને જાણતો નથી. તું લગ્ન ન કરે, તેમ છતાં તને બાળકો તો થઈ શકે છે.”

આખરે દેવવ્રતે પોતાની ખસી કરવાનું અંતિમ પગલું ભર્યું અને પછી સોગંદ ખાધા.

“મને ક્યારેય બાળકો નહીં થાય. હું હવે બાળક પેદા કરવા અસમર્થ છું. હવે તમને સંતોષ થશે?”

આખરે માછીમારે હા કહી.

બધાએ કહ્યું, “એક પુરુષ પોતાની સાથે કરી શકે, તેવી આ એક કઠોરમાં કઠોર વસ્તુ છે.”

તેથી તેમણે તેને ભીષ્મ કહ્યા, જે પોતાની જાત પરત્વે ભયંકર રીતે કઠોર બન્યો હોય, ખાસ તો ત્યારે, કે જ્યારે બીજા કોઈ તરફથી આવું પગલું ભરવા દબાણ ન થયું હોય.

અને પછી, શાંતનુનાં લગ્ન સત્યવતી સાથે થયા.

(ક્રમશ:)

આના ભાગ 1 થી 5 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

(સાભાર અશ્વિન મજીઠીયા, અમર કથાઓ ગ્રુપ)