પાંડવોના પૂર્વજો ભાગ 7 : જાણો કુરુ સામ્રાજ્યનો વંશ વધારવા ભીષ્મએ કેવું પગલું ભર્યું?

0
1074

આના ભાગ 1 થી 6 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો

ભાગ 6 માં આપણે જાણ્યું કે કેવી રીતે મત્સ્યગંધા સત્યવતી બની અને તેના લગ્ન પાંડવો અને કૌરવોના પરદાદા શાંતનુ સાથે થયા. આવો હવે આગળ શું થયું તે જાણીએ.

તો શાંતનુએ પોતાના પુત્રના વૈવાહિક જીવનનો ભોગ લીધો, બિલકુલ એ પ્રમાણે, જેમ રાજા યયાતિએ પોતાના પુત્ર પુરુનું યૌવન માગી લીધું હતું.

પછી, શાંતનુને સત્યવતીથી બે પુત્રો થયા. પ્રથમ પુત્ર ચિત્રાંગદ તરીકે ઓળખાતો અને બીજો વિચિત્રવીર્ય.

ચિત્રાંગદ એક ઘમંડી રાજકુમાર હતો. એક દિવસ એ જંગલમાં ગયો તો ત્યાં તેનો સામનો એક ગંધર્વ સાથે થયો.

એક અસાધારણ પ્રતિભાશાળી વ્યક્તિ, જેનું નામ પણ ચિત્રાંગદ હતું જ્યારે આ ગંધર્વએ કુમારને પૂછ્યું, “તું કોણ છે?”

તો એણે ગર્વથી કહ્યું- “હું ચિત્રાંગદ.”

ગંધર્વએ હસીને કહ્યું, “તેં પોતાને ચિત્રાંગદ કહેવાની હિંમત કઈ રીતે કરી? ચિત્રાંગદ હું છું. સારું થશે કે તું તારું નામ બદલી નાખે. આ મારું નામ છે અને મારું નામ રાખવા માટે તુ અયોગ્ય છે.” રાજકુમાર ઊભો થઈ ગયો અને કહ્યું, ” તારી આવી હિંમત..! એવું લાગે છે કે તે બહુ જીવી લીધું. ચાલ, આપણે યુ ધકરીએ કારણ કે મારા પિતાએ મારું નામ ચિત્રાંગદ રાખ્યું છે અને માટે આ મારું જ નામ છે, તારું નહીં.”

તેમની વચ્ચે યુ ધથયું અને ગણતરીની પળોમાં જ કુમારે દુનિયા છોડી દીધી. વાત ક્ષુલ્લક હતી. નિવેડો હાથવેંતમાં હતો, પણ ઘમંડ વચ્ચે આવી, નડયું.

તો હવે શાંતનુરાજાનો માત્ર એક પુત્ર બચ્યો હતો, વિચિત્રવીર્ય. વિચિત્ર એટલે વિકૃત અથવા અટપટું. વી ર્યનો અર્થ છે પૌરૂષ. તે એક વિચિત્ર પુરુષ હતો. કોઈ નથી જાણતું કે તેનો સ્પષ્ટ અર્થ શું છે. કાંતો તે લગ્ન કરવા માંગતો નહોતો કે લગ્ન કરવા માટે અસમર્થ હતો. પત્ની લાવવાની કે બાળક થવાની જે વાત છે તેને કોઈએ હાલના સમયના સંદર્ભે ન જોવી જોઈએ. તે સમયે એ સૌથી મહત્વની વાત હતી કારણ કે રાજા હોવાને હિસાબે સૌથી પહેલી ચિંતા એ રહેતી કે એને પુત્રો હોવા જ જોઈએ. નહીં તો કુળની પરંપરા આગળ કોણ લઈ જાય?

રોજ તે લોકો યુ ધમાટે જતા. તો ત્યાં તમે જે કોઈ પણ હો, તમારો વ ધ થઈ શકે. જો તમારો વ ધથઈ જાય તો તમને પુત્ર છે કે નહિ તે ઘણી મહત્વની વાત રહેતી. આ જ કારણસર તે લોકો હંમેશા લગ્ન કરવા અને પુત્ર હોવા બાબતમાં વિચારતા રહેતા કારણ કે જો તેમને પુત્ર ન હોય તો સમગ્ર સામ્રાજ્ય કોઈ બીજા પાસે જતું રહે.

વિચિત્રવીર્ય લગ્ન માટે રાજી ન હતો, ભીષ્મ (દેવવ્રત- શાંતનુનો પુત્ર) લગ્ન કરવા રાજી ન હતા. ચિત્રાંગદ જીવિત ન હતો. તેથી કુરુ સામ્રાજ્ય સ્થગિત થવાની અણી પર આવીને ઉભું હતું.

આ પરિસ્થિતિમાં કાશીના રાજાએ તેમની ત્રણ કું વરીના સ્વયંવરની ઘોષણા કરી – અને તેમણે કુરુ રાજ્યને તેના માટે આમંત્રિત ન કર્યું. કુરુ સામ્રાજ્ય તે સમયે સૌથી મોટું અને સૌથી વધારે આદરપાત્ર ગણાતું હતું પરંતુ તેમને આમંત્રણ ન મળ્યું કારણ કે કાશી નરેશ નહોતા ઈચ્છતા કે તેમની પુત્રીઓ વિચિત્રવીર્યને પરણે જેની મર્દાનગી બાબતે અફવાઓ ફેલાયેલી હતી.

ભીષ્મ આ અપમાન સહન ન કરી શક્યા કારણ કે તેમના માટે કુરુ સામ્રાજ્ય પ્રત્યેનું સમર્પણ પોતાની જાત કરતા પણ વધુ હતું; બીજા કોઈના પણ સુખ કરતા એ વધુ હતું. તેથી એમણે સ્વયંવરમાં હાજરી આપવાનું નક્કી કર્યું.

સ્વયંવરનો અર્થ હતો કે યુવતી પોતાનું ભાગ્ય જાતે પસંદ કરી શકતી. જ્યારે રાજકુમારીને લગ્નનો સમય આવતો ત્યારે એ લોકો એક સમારંભ જેવું યોજતા જેમાં જે ક્ષત્રિય હોય અને જેને એમ લાગતું હોય કે તે કું વરીને લાયક છે, તે ભાગ લઈ શકતા અને રાજકુમારી પોતાની ઈચ્છા પ્રમાણે વર પસંદ કરી શકતી. તે એનો અખત્યાર.. તેનો હક્ક હતો અને તેમાં કોઈ હસ્તક્ષેપ ના કરી શકતું.

કાશીનરેશની ત્રણે કું વરી – અંબા, અંબિકા અને અંબાલિકા- એક જ સમયે સ્વયંવરમાં દાખલ થઈ. અંબા પહેલેથી જ શાલ્વના રાજાના પ્રેમમાં હતી, જેનું નામ સલ્વ હતું, અને તે તેમને પસંદ કરવાની હતી. કું વરીની પસંદગી જાહેર કરવાની સરળ રીત એ હતી કે એને ફૂલહાર આપવામાં આવતો, તેણી આસપાસ સહુ રાજાઓને જોઈને, જે તેને પસંદ હોય એના ગળામાં હાર પહેરાવી દેતી અને તે તેણીનો પતિ બની જતો. અંબા સલ્વ પાસે ગઈ અને તેને વરમાળા પહેરાવી કે બસ..

બરાબર એ જ સમયે, ભીષ્મ દાખલ થયા. ત્યાં બેઠેલા બીજા યો ધાઓને તેમનો ડર લાગ્યો કારણ કે ભીષ્મ મહાન યો ધાહતા. સાથોસાથ એ લોકો એ વાતથી પણ પરિચિત હતા કે તેમણે પોતાની ખસી કરાવી લીધી હતી અને તે ક્યારેય લગ્ન નહીં કરે. તેથી તેમણે કટાક્ષ કર્યો- “હવે એક વૃદ્ધ અહીં શા માટે આવ્યો છે? શું તે કન્યા લેવા આવ્યો છે? કે પછી કુરુ સામ્રાજ્યમાં કોઈ યો ધોબચ્યો નથી જે જાતે આવીને કન્યાને લઈ જાય? શું તે માટે એ આવ્યા છે?”

ભીષ્મ ક્રોધિત થઈ ઉઠ્યા કેમ કે તેમનાં રાજ્ય અને વંશની મશ્કરી ઊડાવાઈ રહી હતી. તેથી એમણે ત્રણે કન્યાઓનું હરણ કરીને પોતાની સાથે લઈ જવા ચાહી. બીજા રાજાઓએ યુ ધકર્યું પણ ભીષ્મએ બધાને હરાવી દીધા. રાજાસલ્વ પોતે લડ્યો કારણ કે તેની થયેલ પત્નીનું હરણ થઈ રહ્યું હતું, પણ ભીષ્મએ તેને પરાજિત કર્યો, તેનું અપમાન કર્યું અને ત્રણે કન્યાઓને લઈ ગયા.

પાછળની પેઢીઓથી અલગ એવુ આ એક પરિવર્તન હતું, જ્યારે સ્ત્રીઓ શરત મૂકી શકતી હતી. પણ હવે એક સ્ત્રીને ખેં ચીને લઈ જવાતી હતી.

અંબાની આંખોમાંથી અશ્રુ છલકાતા હતા. જ્યારે તેઓ હસ્તિનાપુર, કુરુ સામ્રાજ્યની રાજધાની તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે અંબાએ કહ્યું, “તમે આ શું કર્યું? હું તે પુરુષ સાથે પ્રેમમાં હતી અને હું તેને વરમાળા પહેરાવી ચૂકી હતી. તે મારા પતિ છે. તમે મને આ રીતે ન લઈ જઈ શકો.”

”હું તને લઈ જઈ રહ્યો છું. અને હું જે લઈ લઉં છું, તે કુરુઓનું થઈ જાય.” -ભીષ્મ મક્કમપણે બોલ્યા.

“શું તમે મારી સાથે લગ્ન કરશો?” -તેણીએ પૂછ્યું

“ના, તું વિચિત્રવીર્યને પરણશે.” -ભીષ્મએ જવાબ આપ્યો,

પણ વિચિત્રવીર્ય માત્ર અંબિકા અને અંબાલીકાને જ પરણ્યો.

અંબાનો અસ્વીકાર કરતા એ બોલ્યો- “તેણે બીજા કોઈને વરમાળા પહેરાવી છે. તેણે એનું ચિત્ત બીજા કોઈને સોંપ્યું છે. હું આ સ્ત્રી સાથે લગ્ન નહીં કરું.”

અંબા દિગ્મૂઢ થઈ ગઈ. “હવે મારે શું કરવાનું?”

ભીષ્મએ તેની માફી માંગી અને કહ્યું, ” ચિંતા ના કરીશ, હું તને તારા પતિ સલ્વ પાસે મોકલવાની વ્યવસ્થા કરું છું.”

અંબા આ પ્રસ્તાવથી ઘણી ખુશ થઈ અને સલ્વ પાસે પાછી ગઈ – પણ તેને તો ત્યાંય આઘાત જ મળવાનો હતો.

સલ્વએ તેનો સ્વીકાર ન કર્યો.

”હું કોઈની પાસેથી દાન સ્વીકારવા નથી બેઠો.” -તે બોલ્યો- “હું યુ ધહારી ગયો છું. એ વૃદ્ધ પશુએ મને હરાવ્યો છે અને હવે તે મને દાનમાં કન્યા આપવા માંગે છે. હું તને નહીં સ્વીકારું. પાછી જા.”

અંબાનો હવે બંને જગ્યાએથી અસ્વીકાર કરાયો હતો. તે પુનઃ હસ્તિનાપુર પાછી આવી અને ભીષ્મને આગ્રહ કર્યો કે તેઓ તેણી સાથે લગ્ન કરે.

“તમે મારી જિંદગી બ રબા દકરી છે,” -પોતાની વ્યથા ઠાલવતા એ બોલી- “હું જેને ચાહું છું તે પુરુષને તમે મારી પાસેથી છીનવી લીધો, તમે મને અહીં લઈ આવ્યા, એટલે, જેની સાથે મારે લગ્ન કરવાના હતા તે હવે મારી સાથે પરણવા ઉત્સુક નથી. તો હવે તમારે જ મારી સાથે લગ્ન કરવા જોઈએ.”

“પણ મારી નિષ્ઠા મારા રાજ્ય તરફ જ છે. હું વચન લઈ ચુક્યો છું કે હું લગ્ન નહિ કરું અને તે જ અંતિમ છે.” ભીષ્મએ સ્પષ્ટ ના ભણતા કહ્યું.

આમ, સંપૂર્ણ ત્યકતા અવસ્થામાં અંબા ત્યાંથી નીકળી ગઈ.

વાંચકોએ અહીં ખરાં હૃદયથી કલ્પના કરવી કે, આ પાંચ હજાર વર્ષ પૂર્વેની વાત છે, એક રાજકુમારી જે બધેથી તિરસ્કૃત થઈ છે, જે પોતાના પિતા પાસે પાછી જઈ શકતી નથી. તેની પાસે પતિ નથી. તેણે સ્વીકારેલો પુરુષ તેને સ્વીકારવા રાજી નથી.

પોતે ક્યાં જાય છે તેની કોઈ જ જાણકારી વગર તે ત્યાંથી નીકળી ગઈ. નિરાશ…સાવ તારાજીની હાલતમાં..!

(ક્રમશ:)

આના ભાગ 1 થી 6 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

(સાભાર અશ્વિન મજીઠીયા, અમર કથાઓ ગ્રુપ)