પાંડવોના પૂર્વજો ભાગ 8 : જાણો કેવી રીતે અંબાએ શિવજી પાસેથી વરદાન મેળવ્યું?

0
1071

આના ભાગ 1 થી 7 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો

ભાગ 7 માં આપણે જાણ્યું કે, ભીષ્મ, કાશીનરેશની ત્રણે દીકરીઓ અંબા, અંબિકા અને અંબાલિકાને પોતાની સાથે પોતાના રાજ્યમાં લાવે છે. અને અંબાનો સ્વીકાર ન થતા તે એકલી ત્યાંથી નીકળી જાય છે. આવો હવે આગળ શું થયું તે જાણીએ.

અંબા નિરાશાથી ઘેરાઈને હતાશામાં સરી પડી, હતાશા આગળ વધીને ગુસ્સો, ગુસ્સો વધીને ક્રોધનો આવેશ, અને ક્રોધાવેશ પછી બદલો લેવા માટેની તીવ્ર ઈચ્છામાં બદલાઈ ગયો. ભીષ્મનો અંત લાવી શકે એવી વ્યક્તિની શોધમાં તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભમવા લાગી. પણ ભીષ્મના શૌર્યને કારણે કોઈ તેનો સાથ યુ ધકરવા રાજી ન થયું.

બીજું કારણ એ હતું કે, જ્યારે ભીષ્મએ લગ્ન નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી ત્યારે શાંતનુએ કહ્યું હતું, “તેં આજે મારા માટે જે કર્યું છે, તેને માટે હું તને આશીર્વાદ આપું છું. આ અઢાર વર્ષ હું બ્રહ્મચારી રહ્યો છું અને મેં તપસ્યા કરી છે. મારી અંદર તપસ્યાના જે કંઈ ગુણ હશે, મારી અંદર જે શક્તિ એકત્રિત થઇ છે, હું તેને આશીર્વાદ સ્વરૂપે તને અર્પણ કરું છું, તારા જીવનમાં તારો અંત પોતે નક્કી કરી શકીશ. તું પોતે નક્કી કરીશ કે તારે ક્યારે જીવનનો અંત લાવવો.” આ આશીર્વાદનું બળ અને તે જે રીતનો યો ધોહતો, તે જોઈને કોઈ તેને લલકારવા નહોતું ઇચ્છતું.

પછી અંબાએ પરશુરામને શોધ્યા. પરશુરામ યુ ધાભ્યાસમાં ભીષ્મના ગુરુ હતા, ખાસ કરીને તી રંદાજીમાં. જ્યારે અંબાએ તેમને દંડવત પ્રણામ કર્યા અને પોતાની દુર્દશા વર્ણવી, તો પરશુરામે તેની વ્યથા સમજી અને વિચલિત થઈ કહ્યું – “ચિંતા ના કરીશ તારા માટે આનો ઉકેલ હું લાવીશ.” તેમણે ભીષ્મને બોલાવ્યા. ભીષ્મ આવ્યા અને દંડવત પ્રણામ કર્યા.

પરશુરામે કહ્યું, “બસ હવે..! તારી પ્રતિજ્ઞા ને સોગંદવાળી વાત બહુ થઈ હવે. ચાલ મારા શિષ્ય, આ સ્ત્રી સાથે લગ્ન કરી લે.”

ભીષ્મએ સામે ઉત્તર આપ્યો- “આપ મારા ગુરુ છો. તમે મને મારુંમા થુંકા પીને આપવા આદેશ કરશો, તો હું તેમ કરીશ પરંતુ મને મારી પ્રતિજ્ઞા તોડવાનું ના કહેશો. મેં એવી પ્રતિજ્ઞા કરી છે, જેને હું તોડી નહિ શકું.”

પૌરાણિક કથામાં ઠેકઠેકાણે ઘણા પુરુષ પાત્રો છે જે પ્રતિજ્ઞા લે છે, ભલે ગમે તે થઈ જાય, કે પ્રતિજ્ઞાનું શું પરિણામ આવશે એની પરવા કર્યા વગર તેઓ તેને નભાવતા. પ્રા ણ જાય પણ વચન ન જાય.

તેનું કારણ એ કે આ એવો સમય હતો જ્યારે લોકો એક અસંસ્કૃત સમાજને બદલે શિષ્ટ સમાજની રચના માટે પ્રયત્નશીલ હતા. એ પ્રયત્નોમાં એક પુરુષનું વચનપાલન ઘણું કિંમતી હતું. ત્યારે કોઈ કાયદો કે સંવિધાન ન હતું અને દંડના કોઈ જ ધોરણ નક્કી ન હતા. તે સમયે એક પુરુષનું વચન જ સૌથી વધુ મહત્વનું રહેતું. જો હું કઈંક કહું, તો તે કરું, અને કોઈ પણ ભોગે તે કરું. જ્યારે કોઈ કાયદો અસ્તિત્વમાં ન હોય ત્યારે એક પુરુષનું વચન જ કાયદો બને છે.

એવું જ ભીષ્મે કરવા ધાર્યું હતું, પણ પરશુરામને પોતાના હુકમના અનાદરની આદત ન હતી. એ પોતે આજ્ઞાંકિતતાનાં અવતાર સમા હતા. જ્યારે તેમના પિતા ઋષિ જમદગ્નિએ તેમને તેમના બધા ભાઈઓ અને માતાનું મા થું વાઢ વાની આજ્ઞા કરી હતી, તો જરા પણ વિચાર્યા વગર તેનું પાલન કર્યું હતું.

જમદગ્નિ આ આજ્ઞાંકિતતા જોઈ પ્રસન્ન થયા અને કહ્યું- “વરદાન માંગ. તને શું જોઈએ છે?”

પરશુરામે કહ્યું હતું- “હું મારા ભાઈઓ અને માતાને પુન: જીવિત જોવા ઈચ્છું છું.” તેથી તેમના ઋષિ પિતાએ તે સહુને ફરી જીવંત કર્યા.

પોતાના હુકમનો અનાદર પરશુરામ માટે અસ્વીકાર્ય હતો કારણ કે તેઓ પોતે એ પ્રમાણે ઉછર્યા હતા. તેમણે જ્યારે જોયું કે ભીષ્મ આજ્ઞા પાળવા તૈયાર નથી, તો તેઓ ક્રોધિત થઈ ઉઠ્યા અને બન્ને વચ્ચે યુ ધથયું – એક અદ્ભુત જુ ધજે ત્રેવીસ દિવસ સુધી ચાલ્યું. પરંતુ પરશુરામે ભીષ્મને પોતે જે જાણતા હતા એ બધુ જ શીખવી દીધું હતું એટલે તે ભીષ્મને હરાવી ન શક્યા. બંને પૂરા ઝનૂનથી લ ડ્યા અને જ્યારે સમજાઈ ગયું કે બેમાંથી કોઈ એક જીતી શકે તેમ નથી, ત્યારે દેવતાઓ મધ્યસ્થી બન્યા અને યુ ધપરિણામ અનિર્ણિત જ રાખી યુ ધસમાપ્ત કરવા વિનંતી કરી.

એ પછી પરશુરામે સખત અણગમા સાથે અંબાને કહ્યું, “તારે હવે કોઈ બીજાને શોધવા પડશે.” નિરાશ અંબા હિમાલયની કંદરામાં જતી રહી અને કઠોર તપ કરવા લાગી. તે બરફ છવાયેલા પર્વતની ચોટી પર બેઠી અને શિવનાં પુત્ર કાર્તિકેયની સ્તુતિ કરતાં ઊંડી સાધનામાં સરી પડી. કાર્તિકેય એક મહાન યો ધોહતો. તેના મનમાં એમ કે કાર્તિકેય જેવો મહાન યો ધોભીષ્મનો અંત લાવી શકે. કાર્તિકેય તેના કઠોર તપથી પ્રસન્ન થઈ પ્રગટ થયા.

અંબાએ કહ્યુ કે,”આપે ભીષ્મને દંડ આપવો જ જોઈએ”

તેમણે જવાબ આપ્યો, “પણ મારો હિં સા આચરવાનો સમય સમાપ્ત થઈ ગયો છે.”

તેમનું આમ કહેવાનું કારણ એ હતું કે, કાર્તિકેય જ્યારે દક્ષિણ ભારતમાં ગયા હતા, ત્યાં ન્યાય શું છે તેની દુષ્કર ખોજમાં તેમણે એ સર્વેની ક તલ કરી, જેમાં તેમની દ્રષ્ટિએ અન્યાય થયો હોય. પછી તેઓ તે જગ્યાએ આવ્યા જે કર્ણાટકમાં સુબ્રમણ્ય નામથી પ્રસિદ્ધ છે. અહીં તેમણે છેલ્લી વખત પોતાની લો હીવાળી તર વાર સાફ કરી અને બોલ્યા- “હવે આ તર વાર કયારેય લો હીનહિ જુએ.”

તેમણે હિં સા ત્યજી દીધી અને પર્વત પર જતા રહ્યા જે આજે કુમારપર્વત તરીકે પ્રખ્યાત છે, અને ત્યાં તેમણે દેહ ત્યાગ કર્યો. પણ, તેમની આવી નિર્દેહી અવસ્થામાં, જ્યારે અંબાએ તેમને સાદ કર્યો, તો આવીને તેમણે કહ્યું- “હું ભીષ્મને મા રીન શકું પણ તારી વ્યથા અને ભક્તિ જોઈને હું તને વરદાન આપું છું.” તેમણે તેણીને કમળના પુષ્પોનો એક હાર આપ્યો અને કહ્યું- “આ હાર લે. જે કોઈ આ હાર પહેરશે તે ભીષ્મનો અંત લાવશે.”

હવે હૃદયમાં ભરપૂર આશા લઈને, ફરી એક વખત અંબા આ હાર હાથમાં લઈને નીકળી પડી. પણ હા ર એને માટે હંમેશા આ ફતરૂપ રહ્યા હતા. પ્રથમ વખત તેણીએ હાર લીધો ત્યારે કઇંક અણધારેલું બની ગયું. ફરી એક વખત તેણીએ હાર હાથમાં લીધો -કમળનાં ફૂલોનો હાર- અને નગરોનગર, ગામોગામ ફરી, “કોઈ છે જે આ હાર પહેરવા અને ભીષ્મનો અંત લાવવાની હિંમત ધરાવતું હોય..!” પણ કોઈ પુરુષ એને હાથ લગાડવા રાજી ન થયો.

તેણીનું હાર લઈને એકથી બીજી જગ્યાએ રઝળવાનું ચાલુ રહ્યું અને એમ કરતાં તે રાજા દ્રુપદનાં દરબારમાં આવી પહોંચી, પંચાલ રાજ્યનો રાજા દ્રુપદ, જે તે સમયે ભારતવર્ષનું બીજા ક્રમે આવતું સૌથી મોટું સામ્રાજ્ય હતું. પરંતુ દ્રુપદ તો અંબાની નજીક ફરકવા પણ રાજી ન હતા કારણ ત્યાં સુધીમાં અંબાની કીર્તિ બધે પ્રસરી ચૂકી હતી, કારણ કે ભૂતની જેમ એ ગામેગામ, નગરેનગરે ફરી રહી હતી, ભીષ્મના લો હીને તરસતી..!

તો જ્યારે દ્રુપદે એને મળવાની ના પાડી, તો ફરી એક વાર વિફળ થયેલી તેણે કમળના હારને દ્રુપદના મહેલના એક થાંભલા પર લટકાવી દીધો અને ફરી પાછી તે હતાશ અને નાસીપાસ થઈને સીધી હિમાલય પહોંચી ગઈ. આ કમળનાં ફૂલ તાજા જ રહ્યા અને રાજા દ્રુપદ આ હાર જોઈને એટલો ડરી ગયો હતો, એ કોઈને એને હાથ પણ લગાડવા દેતો નહતો. એ લોકો રોજ દીવો કરીને હારની પૂજા કરતા પણ કોઈ તેને અડતા નહિ, કોઈને તેની સાથે કોઈ સંબંધ રાખવો ન હતો.

અંબાએ હિમાલય તરફનો પ્રવાસ ચાલુ રાખ્યો. ત્યાં એણે કઠોર તપશ્ચર્યા આદરી. ધીમે ધીમે, એક યુવાન સ્ત્રીનું સુંદર શરીર મુરઝાઇને માત્ર હા ડકા અને ચામડીનું માળખું થઈ ગયું અને તેણી શિવને પોકારતી ગઈ. શિવે દર્શન આપ્યાં.

તેણીએ કહ્યું, “તમારે ભીષ્મનો અંત લાવવો જ જોઈએ.”

શિવે જવાબ આપ્યો- “શું એ સૌથી સારું ન હોય કે તું પોતે ભીષ્મનો અંત લાવી શકે?”

અચાનક તેની આંખો ચમકી અને તેણીએ કહ્યું- “એ કંઈ રીતે શક્ય બને? હું એક સ્ત્રી છું અને તે એક મહાન યો ધાછે. હું આ કઈ રીતે કરી શકું?”

શિવે જવાબ આપ્યો- “હું તને આશીર્વાદ આપીશ, તારા આવતા જન્મમાં તું તેનો અંત લાવી શકીશ.”

પછી અંબાએ કહ્યું- “પણ મારા આવતા જન્મમાં મને આ બધું યાદ નહિ હોય, તેથી બદલો લેવાની મીઠાશ (સંતોષ) હું નહિ જાણી શકું.”

શિવે કહ્યું, “એની ચિંતા ના કરીશ. હું સુનિશ્ચિત કરીશ કે તને યાદ રહે. સમય આવે ત્યારે તને બધું યાદ આવી જશે. બદલો લીધાની મીઠાશ તું અનુભવી શકશે. તેં જેટલું સહન કર્યું છે એના બદલારૂપે તને એ મળશે.”

શિવજીની આવી બાંહેધરીથી તૃપ્ત થઈ, તેણીએ ત્યાં બેઠા બેઠાં જ દેહ ત્યાગ કર્યો, ફરી જન્મ લેવા માટે..!

(ક્રમશ:)

આના ભાગ 1 થી 7 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

(સાભાર અશ્વિન મજીઠીયા, અમર કથાઓ ગ્રુપ)