જાણો કેવી રીતે થયો હતો પાંચ પાંડવોનો જન્મ, દેવતાઓને બોલાવ્યા અને… ધ્રુતરાષ્ટ જન્મથી જ આંધળા હતા એટલે તેની જગ્યાએ પાંડુને રાજા બનાવવામાં આવ્યા, તેથી ધ્રુતરાષ્ટને હંમેશા નેત્રહીનતા ઉપર ગુસ્સો આવતો અને પાંડુ સાથે દ્વેષભાવના થવા લગતી. પાંડુએ સંપૂર્ણ ભારતવર્ષને જીતીને કુરુ રાજ્યની સરહદોને યવનોના દેશ સુધી વિસ્તાર કરી દીધો.
એક વખત રાજા પાંડુ તેની બંને પત્નીઓ – કુંતી અને માદ્રી સાથે આખેટ માટે વનમાં ગયા. ત્યાં તેને એક મૃગનું મૈથુનરત જોડું નજરે ચડ્યું. પાંડુએ તત્કાલિક તેના બાણથી તે મૃગને ઘાયલ કરી દીધું. મરતા મરતા મૃગરૂપ ધરી નિરોધ ઋષિએ પાંડુને શ્રાપ આપ્યો, રાજન, તારા જેવો ક્રૂર પુરુષ આ સંસારમાં કોઈ હોઈ શકે નહિ. તે મને મૈથુન સમયે બાણ માર્યું છે એટલે જયારે પણ તું મૈથુનરત હોઈશ તારું મૃત્યુ થઇ જશે.
આ શ્રાપથી પાંડુ ઘણા દુઃખી થયા અને તેમની પત્નીને કહ્યું, હે દેવીઓ હવે હું મારી વાસનાઓ ત્યાગ કરીને આ વનમાં જ રહીશ. તમે લોકો હસ્તિનાપુર પાછા જતા રહો, તેના વચનો સાંભળીને બંને રાણીઓએ દુઃખી થઈને કહ્યું, નાથ અમે તમારા વગર એક ક્ષણ પણ જીવિત નહિ શકીએ. તમે અમને પણ વનમાં તમારી સાથે રાખવાની કૃપા કરો. પાંડુએ તેમની વિનંતીનો સ્વીકાર કરીને તેમને વનમાં તેમની સાથે રહેવાની મંજુરી આપી દીધી.
તે દરમિયાન રાજા પાંડુએ અમાસના દિવસે ઋષિ મુનીઓને બ્રહ્માજીના દર્શન માટે જતા જોયા. તેમણે તે ઋષિ મુનીઓ પાસે સ્વયંને સાથે લઇ જવાનો આગ્રહ કર્યો. તેમના આ આગ્રહથી ઋષિ મુનીઓએ કહ્યું, રાજન, કોઈ પણ નિઃસંતાન પુરુષ બ્રહ્મલોક જવાના અધિકારી નથી બની શકતા એટલે અમે તમને અમારી સાથે લઇ જવામાં અસમર્થ છીએ.
ઋષિ મુનીઓની વાત સાંભળીને પાંડુ તેની પત્નીને કહે છે, હે કુંતી, મારું જન્મ લેવાનું જ મિથ્યા થઇ રહ્યું છે કેમ કે સંતાનહીન વ્યક્તિ પિતૃ ઋણ, ઋષિ ઋણ, દેવ ઋણ અને મનુષ્ય ઋણ માંથી મુક્તિ નથી મેળવી શકતો, શું તમે પુત્ર પ્રાપ્તિ માટે મારી મદદ કરી શકો છો? કુંતી કહે છે, હે આર્યપુત્ર, દુર્વાસા ઋષિએ મને એવો મંત્ર પ્રદાન કર્યો છે. જેનાથી હું કોઈ પણ દેવતાને આમંત્રિત કરીને મનોવાંછીત વસ્તુ પ્રાપ્ત કરી શકું છું, તમે આજ્ઞા કરો, હું ક્યા દેવતાને બોલાવું. એટલે પાંડુએ ધર્મને આમંત્રિત કરવાનો આદેશ આપ્યો. ધર્મએ કુંતીને પુત્ર પ્રદાન કર્યો. જેનું નામ યુધીષ્ઠીર રાખવામાં આવ્યું.
કાલાંતરમાં પાંડુએ કુંતીને પુનઃ બે વખત વાયુદેવ અને ઇન્દ્રદેવને આમંત્રિત કરવાની આજ્ઞા કરી. વાસુદેવ માંથી ભીમ અને ઇન્દ્ર માંથી અર્જુનની ઉત્પતી થઇ. ત્યાર પછી પાંડુની આજ્ઞાથી કુંતીએ માદ્રીને એ મંત્રની દીક્ષા આપી. માદ્રીએ અશ્વની કુમારોને આમંત્રિત કર્યા અને નકુલ અને સહદેવનો જન્મ થયો.
એક દિવસ રાજા પાંડુ માદ્રી સાથે વનમાં સરિતાના કાઠા ઉપર ફરી રહ્યા હતા. વાતાવરણ અર્યંત રમણીય હતું અને ઠંડી ધીમી સુગંધિત હવા ચાલી રહી હતી. સુંદર વાયુના ઝોકાથી માદ્રીના કપડા ઉડી ગયા. તેનાથી પાંડુનું મન ચંચળ થઇ ઉઠ્યું અને તે મૈથુનમાં પ્રવૃત થતા જ હતા કે શાપવશ તેમનું મૃત્યુ થઇ ગયું. માદ્રી તેની સાથે સતી થઇ ગઈ પરંતુ પુત્રીના ઉછેર માટે કુંતી હસ્તિનાપુર પાછી આવી. ત્યાં રહેતા ઋષિ મુની પાંડવોને રાજમહેલ છોડીને આવી ગયા, ઋષિ મુની અને કુંતીના કહેવાથી બધાએ પાંડવોને પાંડુના પુત્ર માની લીધા અને તેમનું સ્વાગત કર્યું.
આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.