“પંખી નો મેળો” – કવિએ આ કવિતામાં ઘણો જ ઉત્તમ સંદેશ આપ્યો છે જે તમારું જીવન સુધારી શકે છે.

0
797

પંખી નો છે આ મેળો , રહીયે ન રહીયે કાલે,

ખીલતી રહે બહારો , સદાય નવા ફાલે.

અનંત જીવન સરિતા , વહે છે , ને વહેતી રહેશે,

આખાય જગ ની ચિંતા , માથે લીધે ન ચાલે.

નિર્માણ હોય જ્યારે , ત્યારે જ બને ઘટના,

પ્રયત્ન છતાં ફૂલો , ખીલે નહીં અકાળે.

નિસર્ગ ઉપર કોઈ નો , કાબુ ક્યાં હોય છે?

પંખી -પવન- ને વાદળ, એની જ ચાલે -ચાલે.

સદકાર્ય કરવા હો તો , આજે જ કરી લેજો,

નાજુક છે દોર શ્વાસ નીં , તૂટી ય જાય કાલે.

આપણેં જ નહીં ,અહીં વસે , પ્રાણીને પક્ષીઓ,

દિગંત ઓઢે , રીતુ બધી સહે, વિના સવાલે.

ભાવિ ના ગર્ભ માં છુપાયા છે , ઘણાં વિસ્મય,

છે શક્ય , વિજય હોય , લખેલો તમારા ભાલે,

ઈશ્વર ની યોજના ને , સમજી શકે ન માનવ,

નાચે છે જગત આખું , એની આંગળીનાતાલે.

ગણો ગુરુ -પથદર્શક , તો એમને ગણજો,

જગ છોડીને , જે ચરણોં, જગત્પતિઃના ઝાલે.

– ઓમપ્રકાશ વોરા, અમદાવાદ. (અમર કથાઓ ગ્રુપ)