જેસલ તોરલનું પ્રખ્યાત ગુજરાતી લોકગીત ‘પાપ તારું પરકાશ જાડેજા’ આના શબ્દો હૃદયને સ્પર્શી જશે.

0
1466

પાપ તારું પરકાશ જાડેજા ! ધરમ તારો સંભાળરે,

તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે ! એમ તોરલ કહે છે જી..

વાળી ગોંદરેથી ગાય, તોળી રાણી !

વાળી ગોંદરેથી ગાય રે,

બહેન ભાણેજાં મારિયાં, તોરલ દે રે ! એમ જેસલ કહે છે જી..

પાદર લૂં ટી પાણિયાર, તોળી રાણી !

પાદર લૂં ટી પાણિયાર રે,

વનના મોરલા મારિયા, તોરલ દે રે ! એમ જેસલ કહે છે જી..

ફોડી સરોવર પાળ, તોળી રાણી !

ફોડી સરોવર પાળ રે,

વનકેરા મૃગલા મારિયા તોરલદે રે ! એમ જેસલ કહે છે જી..

લૂં ટી કુંવારી જાન, તોળી રાણી !

લૂં ટી કુંવારી જાન રે,

સતવીસું મોડબંધા મારિયા, તોરલદે રે ! એમ જેસલ કહે છે જી..

હરણ હર્યાં લખચાર, તોળી રાણી !

હરણ હર્યાં લખચાર રે,

એવાં કરમ તો મેં કર્યાં, તોરલદે રે ! એમ જેસલ કહએ છે જી..

જેટલા મથેજા વાળ, તોળી રાણી,

જેટલા મથેજા વાળ રે,

એટલા કુકરમ મેં કર્યાં, તોરલદે રે ! એમ જેસલ કહે છે જી..

પુણ્યે પાપ ઠેલાય, જાડેજા ! પુણ્યે પાપ ઠેલાય રે,

તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે ! એમ તોરલ કહે છે જી..

– સાભાર જીગર ચૌહાણ (અમર કથાઓ ગ્રુપ)