જીવનકાળના પાપોથી મુક્તિ મેળવવા માટે કરવામાં આવે છે પાપમોચની એકાદશી, જાણો પૂજાવિધિ.

0
408

જાણો આ મહીને કઈ તારીખે આવશે પાપમોચની એકાદશી, જાણો તરીખ, પૂજાવિધિ અને શુભ મુહુર્ત.

હિંદુ ધર્મમાં એકાદશી વ્રતનું વિશેષ મહત્વ છે. દરેક મહિનામાં બે એકાદશી હોય છે અને દરેકનું અલગ અલગ મહત્વ હોય છે. ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને પાપમોચની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ વખતે પાપમોચની એકાદશી 28 માર્ચે છે. આ દિવસે વિધિ-વિધાન સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે.

નામ પરથી ખબર પડી જાય છે કે પાપમોચની એકાદશી વ્યક્તિએ પોતાના જીવનકાળમાં કરેલા તમામ પાપોમાંથી મુક્તિ મેળવવા માટે હોય છે. પાપમોચની એકાદશી એ પાપોમાંથી મુક્તિ મેળવવાની એકાદશી છે. આ દિવસે વ્રત રાખવાથી ભક્તોને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને તેમની તમામ મનોકામનાઓ પૂરી થાય છે. ચાલો જાણીએ પાપમોચની એકાદશીની તિથિ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત વિશે.

પાપમોચની એકાદશી 2022 તિથી :

પાપમોચની એકાદશી તિથિ 27 માર્ચ, 2022 ના રોજ સાંજે 06:04 વાગ્યાથી શરૂ થશે.

પાપમોચની એકાદશી તિથી 28 માર્ચ, 2022 ના રોજ સાંજે 04:15 વાગ્યે સમાપ્ત થશે.

પારણાંનો સમય :

પાપમોચની એકાદશી વ્રતના પારણાં 29 માર્ચ સવારે 06:15 થી સવારે 08:43 સુધી કરી શકાશે.

પારણા તિથિના રોજ બારસ સમાપ્ત થવાનો સમય – બપોરે 02:38 કલાકે

પાપમોચની એકાદશીની પૂજા વિધિ :

આ દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને પૂજા સ્થળ પર જઈને વ્રતનો સંકલ્પ લો. એ પછી એક યજ્ઞની વેદી બનાવો અને પૂજા કરતા પહેલા તેના પર 7 પ્રકારના અનાજ મૂકો. તેમાં અડદની દાળ, મગ, ઘઉં, ચણા, જવ, ચોખા અને બાજરી વગેરેને રાખો.

તેમજ વેદી પર કલશની સ્થાપના કરો અને તેને આંબા અથવા આસોપાલવના 5 પાંદડાઓથી શણગારો પછી એ વેદી પર ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરો. અને પછી ભગવાનને પીળા ફૂલ, મોસમી ફળ અને તુલસી અર્પણ કરો.

પછી પાપમોચની એકાદશીની કથા સાંભળો. તમારે ઓછામાં ઓછા 108 વાર ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ. જો શક્ય હોય તો, તે વધુ વખત કરો. ધૂપ અને દીવાથી વિષ્ણુજીની આરતી ઉતારો. અને ભગવાન વિષ્ણુને પીળી વસ્તુઓ અર્પણ કરો. તમને જણાવી દઈએ કે ભગવાન શ્રી હરિને માત્ર સાત્વિક વસ્તુઓ જ ચઢાવવામાં આવે છે. ભોગમાં તુલસીના પાન અવશ્ય શામેલ કરો. શ્રી હરિને તુલસી અતિ પ્રિય છે. અને એવું માનવામાં આવે છે કે, ભગવાન વિષ્ણુ તુલસી વગર ભોગ ગ્રહણ નથી કરતા.

આ દિવસે જરૂરિયાતમંદોને ભોજન અથવા જરૂરી વસ્તુઓનું દાન કરો. વ્રત દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરો. બીજા દિવસે સવારે સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી જ ઉપવાસ તોડવો. સ્નાન કર્યા પછી બ્રાહ્મણને ભોજન અર્પણ કરો અને પછી શુભ મુહૂર્તમાં ઉપવાસ તોડો. જણાવી દઈએ કે એકાદશી વ્રત દરમિયાન ફળોનું સેવન કરવામાં આવે છે.

ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

આ માહિતી એબીપી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.