“પપ્પા” એક દીકરીના શબ્દોમાં જાણો પપ્પાના રૂપમાં રહેલા સર્જનહાર વિષે.

0
223

પપ્પા :

(એક સુંદર રચના મારી લાડકી બેનના શબ્દોમાં.)

ચહેરા પર થાક અનહદ દેખાય,

આપવા ખુશી પરિશ્રમ કરતા પપ્પા દેખાય,

આંખોમાં ઊંઘ ઘણી દેખાય,

ચિંતામાં ઉજાગરા કરતા પપ્પા દેખાય,

જીવનમાં મુશ્કેલી ચારેકોર કોરાય,

હિમ્મત હાર્યા વગર એકલા હાથે લડતા પપ્પા દેખાય,

તકલીફ કોઇને ક્યારે ના કળાય અડધી રાત,

ખુલ્લી આંખ સપના અમારા એના મનમાં સાચા થાય,

પાઇ પાઇ ભેગી કરી ખુશી અમારી ખરિદતા જાય,

તે ખુશી માટે પોતાના શમણાઓ રોળતા પપ્પા દેખાય

પસંદગી પોતાની નાપસંદ કરતા,

મારી પસંદગી અપનાવતા પપ્પા દેખાય,

શરીર એક વ્યક્તિ એક પણ વિશેષતા અનેક દેખાય,

મારા પપ્પાના રૂપમાં સર્જનહાર દેખાય.

– સાભાર વીક ચૌહાણ (અમર કથાઓ ગ્રુપ)