પરંપરા : જયારે કોઈ વ્યક્તિ આપણા પગે લાગે ત્યારે આપણે શું કરવું જોઈએ?

0
1147

જો તમારા પગે કોઈ પડે ત્યારે આશીર્વાદ આપવાની સાથે આ કામ કરવું પણ છે ખૂબ જરૂરી. પરંપરાને માન-સમ્માનની દ્રષ્ટિએ જોવામાં આવે છે. આ વાત તો બધા જાણે છે કે વડીલોના પગે લાગવું જોઈએ, પરંતુ જયારે કોઈ આપણા પગે પડે છે, તો આપણે શું કરવું જોઈએ? તો ચાલો તેના વિષે જાણીએ

अभिवादनशीलस्य नित्यं वृद्धोपसेविन:।
चत्वारि तस्य वर्धन्ते आयुर्विद्या यशो बलम्।।

અર્થ : જે વ્યક્તિ રોજ મોટા-વડીલોના સમ્માનમાં પ્રણામ અને ચરણ સ્પર્શ કરે છે, તેમની ઉંમર, વિદ્યા, યશ અને શક્તિ વધતી રહે છે.

જયારે કોઈ આપણા પગે પડે છે તો આ કામ કરો…

જયારે પણ કોઈ વ્યક્તિ ભલે તે સ્ત્રી હોય કે પુરુષ, આપણા પગે પડે તો તેને આશીર્વાદ તો આપવા જ જોઈએ, સાથે જ ભગવાન કે પોતાના ઇષ્ટદેવને પણ યાદ કરવા જોઈએ.

આ સમયે ભગવાનનું નામ લેવાથી પગે લાગવાવાળા વ્યક્તિને પણ સકારાત્મક ફળ મળે છે.

આશીર્વાદ આપવાથી પગે લાગવા વાળા વ્યક્તિની સમસ્યાઓ ખતમ થઇ જાય છે, ઉંમર વધે છે અને નકારાત્મક શક્તિઓથી તેમની રક્ષા થાય છે.

આપણા દ્વારા કરવામાં આવેલ શુભ કર્મોની અસર પગે લાગવા વાળા પર પણ પડે છે.

જયારે આપણે ભગવાનને યાદ કરતા કોઈને સાચા મનથી આશીર્વાદ આપીએ છીએ તો તેને જરૂર લાભ મળે છે. કોઈની માટે સારું વિચારવા પર આપણું પુણ્ય પણ વધે છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.