“પરણ્યાં એટલે પ્યારાં લાડી…” નવી વહુના આગમન સાથે ગવાય છે આ ગીત.

0
261

પરણ્યાં એટલે પ્યારાં લાડી, ચાલો આપણે ઘેર રે.

ઉભા રહો તો માગું મારા દાદા સીખ રે.

હવે કેવી સીખ રે લાડી, હવે કેવાં બોલ રે…

પરણ્યા એટલે પ્યારા લાડી ચાલો આપણા ઘેર રે

ઊભા રહો તો માંગુ મારી માતા પાસે સીખ રે,

હવે કેવી સીખ રે લાડી હવે કેવા બોલ રે

પરણ્યા એટલે પ્યારા લાડી ચાલો આપણા ઘેર રે

ઊભા રહો તો માંગુ મારા વીરા પાસે શીખ રે

હવે કેવી શીખ રે લાડી હવે કેવા બોલ રે

પરણ્યા એટલે પ્યારા લાડી ચાલો આપણા ઘેર રે

ઢોલીડાં ઢબુક્યા રે લાડી ચડી બેસો ગાડે રે.

– સાભાર હસમુખ ગોહિલ (અમર કથાઓ ગ્રુપ)