‘પરણ્યા એટલે પ્યારા લાડી’ : નવવધુને આવકારવા માટે ગવાતું લગ્ન ગીત, કેટલાને આખું યાદ છે?

0
907

પરણ્યા એટલે પ્યારા લાડી

ચાલો આપણા ઘેર રે

ઊભા રહો તો માંગુ મારા

દાદા પાસે શીખ રે

હવે કેવી શીખ રે લાડી

હવે કેવા બોલ રે

પરણ્યા એટલે પ્યારા લાડી

ચાલો આપણા ઘેર રે

ઊભા રહો તો માંગુ મારી

માડી પાસે શીખ રે

હવે કેવી શીખ રે લાડી

હવે કેવા બોલ રે

પરણ્યા એટલે પ્યારા લાડી

ચાલો આપણા ઘેર રે

ઊભા રહો તો માંગુ મારા

વીરા પાસે શીખ રે

હવે કેવી શીખ રે લાડી

હવે કેવા બોલ રે

પચાલો આપણા ઘેર રે

ઢોલીડાં ઢળુક્યા રે લાડી

ચડી બેસો ગાડે રે.

– સાભાર હસમુખ ગોહિલ (અમર કથાઓ ગ્રુપ)