પાતાળ ભુવનેશ્વર ગુફા મંદિર – ભૂતળનું સૌથી પાવન ક્ષેત્ર, જાણો તેની વિશેષતા.

0
1222

આ ગુફા મંદિરમાં જોવા મળે છે બ્રહ્માંડનુ અદ્દભુત દ્રશ્ય, જાણો ક્યાં આવેલું છે આ મંદિર.

ભારતના મંદિર સ્થાપત્ય કળાના અદ્દભુત નમુના અને લોકોની ઊંડી આસ્થાનું કેન્દ્ર છે. સાથે જ આસપાસના પ્રાકૃતિક સોંદર્ય આપણને ઈશ્વરની વધુ નજીક લઇ જાય છે. ઉત્તરાખંડના કુમાઉં મંડળના ગંગોલીહાટ વિસ્તારમાં આવેલા પ્રાચીન ગુફા મંદિર પાતાળ ભુવનેશ્વરના દર્શન પણ કંઈક એવા જ છે.

ગુફા મંદિરમાં દેખાય છે બ્રહ્માંડનુ અદ્દભુત દ્રશ્ય :

અહિયાં તમે ચારેય યુગ, તમામ દેવી દેવતા અને સમગ્ર બ્રહ્માંડના અદ્દભુત દ્રશ્ય જોઈ શકો છો. સ્કંદ પુરાણના 103 માં અધ્યાયમાં પણ પાતાળ ભુવનેશ્વરનું વર્ણન કરવામાં આવ્યું છે અને તેને ભૂતળનું સૌથી પાવન ક્ષેત્ર માનવામાં આવે છે. આ અધ્યાયમાં કહેવામાં આવ્યું છે કે, પાતાળ ભુવનેશ્વરમાં પૂજન કરવાથી અશ્વમેઘથી હજાર ગણું ફળ પ્રાપ્ત થાય છે.

મંદિરને લઈને દંતકથા :

આ ગુફામાં ઘણી પ્રાચીન આકૃતિઓ છે જેને શ્રદ્ધાળુ પૌરાણીક ઘટનાઓ સાથે જોડે છે. કહેવામાં આવે છે કે અહિયાં પાંડવોએ તપસ્યા કરી હતી. સ્કંદ પુરાણ મુજબ ભગવાન ભોલેનાથ અહિયાં નિવાસ કરે છે અને દેવી દેવતા તેમના દર્શન પૂજા માટે અહિયાં આવે છે. ગુફામાં ચિત્રિત હંસને બ્રહ્માજીના હંસ સાથે જોડવામાં આવે છે.

જનમેજયના નાગયજ્ઞનું હવન કુંડ પણ અહિયાં છે એવું જણાવવામાં આવે છે. જેનો સંબંધ પરીક્ષિત રાજા અને તક્ષક નાગ સાથે છે. નાગયજ્ઞના કુંડ ઉપર આ નાગનું ચિત્ર છે.

સર્વના શનું રાજદ્વાર છે આ ગુફા મંદિર :

એવું પણ કહેવામાં આવે છે કે આ ગુફામાં દુનિયાના સર્વના શનું રહસ્ય છુપાયું છે. ખાસ કરીને અહિયાં ચાર પ્રસ્તર ખંડ છે જે ચાર યુગોનું પ્રતિનીધીત્વ કરે છે. તેમાં ત્રણ એક સરખા છે જયારે છેલ્લું મોટું છે જેને કળિયુગનું પ્રતિક માનવામાં આવે છે. તેની ઉપર એક પીંડ લટકી રહ્યું છે. કહેવામાં આવે છે કે દર 7 કરોડ વર્ષમાં આ પીંડના આકારમાં એક ઇંચની વૃદ્ધી થાય છે જે દિવસે આ પીંડ તે પ્રસ્તરને સ્પર્શી લેશે તે દિવસે સર્વના શ થશે.

આ ગુફા મંદિરની શોધ વિષે કહેવામાં આવે છે કે, યુગ રૂપાંતર પછી ઘણા સમય સુધી તો આ ગુફા વિષે કોઈને જાણકારી ન હતી. આદિ શંકરાચાર્યએ આ ગુફાની શોધ કરી હતી. ગુફા મંદિર હોવાને કારણે જ આ ક્ષેત્રને ગુફાઓના દેવ કહેવામાં આવે છે.

આ માહિતી એસ્ટ્રો યોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.