પતિએ પત્નીના બનાવેલા ભોજનમાં દોષ કાઢ્યો, પછી જે તું તું મેં મેં થઈ તે દરેકની વાસ્તવિકતા સમજાવે છે.

0
353

“મીઠી તકરાર”

“સંભાળે છે? લાગે છે કે આજે તું ફુદીનાની ચટણીમાં લીલા મરચ નાખવાનું ભૂલી ગઈ છે.”

“શું કહો છો, ક્યારેક મરચાં વગર પણ ચટણી બને કે?”

“સાચું કહું છું, જાતે જ ખાઈને જોઈ જો… આજે દાળ પણ બીમારો જેવી લાગે છે, સાવ ફિક્કી છે!”

“હવે આ ઉંમરે કેટલાં મરચાં ખાશો. રોજ તારા પેટમાં બળતરા થતી રહે છે. તમારા સ્વાસ્થ્ય માટે જે સારું હોય તે જ તો બનાવું છું. દરેક બાબતમાં દોષ શોધવાની આ આદત આજ સુધી છૂટી નથી!”

“તો તું પણ ક્યાં સુધરી ગઈ છે… મારૂં તો ક્યાં સાંભળે જ છે, પોતાની મરજી પ્રમાણે જ તો કરે છે.”

“તમે પણ જોઈ લેજો, જયારે હું નહિ રહું ત્યારે ખબર પડશે. જયારે કોઈ પૂછવાવાળું નહિ રહે ત્યારે યાદ કરીને બસ રોતા રહેજો. કે કેટલું મસ્ત ખાવાનું બનાવતી હતી.”

“ના, એમ પણ તું ક્યાં જવાની છે?”

“બસ મને લાગવા માંડ્યું છે કે મારી પાસે હવે થોડો સમય બચ્યો છે.”

“ચૂપ રહે તું, આવી બકવાસ વાતો કરીશ નહિ.”

“હું સાચું કહું છું. મને લાગે છે કે મને જલ્દી ઉપરવાળાનું તેડું આવવાનું છે.”

“પણ મને તો એવું લાગી રહ્યું છે કે હું તારી પહેલાં જ ચાલ્યો જઈશ. મારો સમય હવે બસ પૂરો થવાનો જ છે.”

“ચુપ રહો. અને ખબરદાર આજ પછી આવી વાતો મોઢામાંથી કાઢી છે તો, તમારા વગર હું એકલી કેવી રીતે જીવીશ?”

“તો પછી તેં આવી વાત કેમ કરી? હું પણ ક્યાં તારા વગર એકલો રહી શકીશ. તું પણ આજ પછી ક્યારેય આવી વાત ક્યારે ના કરતી.”

“સાચે જ, હું પણ એ જ વિચારું છું કે જો હું પહેલા ચાલી જઈશ તો તમારું શું થશે? આપણે બંને પણ એકબીજા વગર નહિ જીવી શકીએ, કદાચ આપણને જયારે પણ ઉપરવાળાનું તેડું આવે તો એકસાથે જ આવવું જોઈએ અને આપણે બંને આ દુનિયાથી જઈએ તો એકસાથે જ જઈએ.”

લેખક – રીટા મક્કર.