જો પતિ પત્ની વચ્ચે હંમેશા કજીયો-કંકાસ થતો રહે છે તો તેના માટે આ બાબતો છે જવાબદાર, જાણો વિસ્તારથી.

0
816

દાંપત્ય જીવનમાં ભરવા માંગો છો ખુશીઓનો રંગ તો આ વાતોને સમજીને તેને જીવનમાં ઉતારો, ચોક્કસ ફાયદો થશે.

ચાણક્ય નીતિ અનુસાર જે લોકોનું લગ્ન જીવન ખુશીઓથી ભરેલું હોય છે, તેઓ જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે. આચાર્ય ચાણક્ય અનુસાર, પતિ-પત્નીનો સંબંધ આ પૃથ્વી પરના સૌથી મજબૂત સંબંધોમાંથી એક છે. આ સંબંધ જેટલો મજબૂત બને છે તેટલું જ જીવન સરળ બને છે. આ સંબંધને સુધારવા માટે ચાણક્યએ કેટલીક વાતો જણાવી છે. તેને સમજવાની જરૂર છે.

પ્રેમ : ચાણક્ય નીતિ અનુસાર દરેક સંબંધમાં પ્રેમ સૌથી મહત્વની કડી હોય છે. જ્યારે પ્રેમનો અભાવ હોય છે ત્યારે સૌથી નજીકના સંબંધ પણ નબળા દેખાવા લાગે છે. જે વ્યક્તિના જીવનમાં પ્રેમનો અભાવ નથી હોતો, તેમને હંમેશા સફળતા મળે છે. આવા લોકો પર લક્ષ્મીજીની કૃપા પણ બની રહે છે.

સમર્પણ : ચાણક્ય નીતિ અનુસાર પતિ-પત્નીના સંબંધોમાં સમર્પણની લાગણી ખૂબ જ જરૂરી છે. જ્યાં સુધી સંબંધમાં સમર્પણની લાગણી ન હોય, ત્યાં સુધી સંબંધમાં મધુરતા અને મજબૂતાઈ નથી આવતી. જ્યારે સમર્પણ હોય ત્યારે એકબીજાની ખામીઓ પણ સરળતાથી દૂર થઈ જાય છે. તેથી, આ સંબંધમાં એકબીજા પ્રત્યેની સમર્પણની લાગણી ઓછી થવી જોઈએ નહીં.

આદર અને સન્માન : ચાણક્ય નીતિ અનુસાર દાંપત્ય જીવનમાં એકબીજા પ્રત્યે આદરનો અભાવ ન હોવો જોઈએ. જ્યારે માન-સન્માનનો અભાવ હોય છે ત્યારે આ સંબંધ નબળા પડવા લાગે છે. આચાર્ય ચાણક્ય અનુસાર દરેક સંબંધમાં ગરિમા અને આદર હોય છે. વ્યક્તિએ આ વાતને હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. દાંપત્ય જીવનમાં માન-સન્માન રહે તો સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.

આ માહિતી એબીપી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.