પરમાત્માની સત્તા શક્તિ અને ચૌદલોકની આ વાત દરેક હિંદુને ખબર હોવી જોઈએ.

0
717

પરમાત્મા ની સત્તા શક્તિ…

બ્રહ્મરંધ્ર એ શિર એ સત્યલોક છે, બે ભ્રમર વચ્ચે તથા લલાટ એ તપલોક છે, મુખ નો ચહેરો અને કંઠ એ જનલોક છે, હૃદયની ઉપરનો ભાગ મહરલોક છે, હૃદય એ સ્વર્ગ લોક છે, પેટ કુખો સહિત ભુવરલોક છે અને નાભિ એ ભૂલોક છે મહાપાતાલ છે જ્યા કુંડલિની શક્તિ સુતેલી છે.

તે રીતે સાત ઉપરના લોક તથા નીચેના નાભિ નીચે પેઢું અને કમર એ તલાતલ છે, સાથળો એ રસાતલ છે, ઢીંચણો એ મહાતલ છે, પગની પિંડી સૂતલ છે, ઘૂંટી એ નીતલ છે, પગનો પૃષ્ઠ ભાગ એ વિતલ છે, પગ નું તળિયું કે અતલ છે.

આ સાત પાતાલ સાત લોક મળી ચૌદલોક બ્રહ્માંડમાં પરમાત્માની સત્તાશક્તિ બ્રહમાડમા છે અને તે બ્રહ્માંડમાં શિરથી પગના અંગૂઠા સુધીની ઊંચામાં ઊંચી તથા નીચામાં નીચી સ્થિતિ જોવા રૂપ દ્રષ્ટા સાક્ષીરૂપે જ્યોતી, જ્યોતીરૂપ અદભુત જ્યોતી રૂપે પરમાત્મા છે.

અનેક પિંડો અને બ્રહ્માંડોમાં વ્યષ્ટિ વ્યક્તિ રસ શક્તિરુપે, સમષ્ટિ શક્તિરૂપે, દિવ્ય મધુરસશક્તિરૂપે તથા તે દરેકમાં અનુસ્યૂત અંતરીક્ષ અદભુત રસ શક્તિ રૂપે પરમાત્મા રહે છે.

વ્યષ્ટિરસ શક્તિને જીવભાવ કહે છે, સમષ્ટિરસશક્તિને જગતભાવ અર્થાત વ્યાપક ઈશ્વર ભાવ કહે છે, દિવ્ય મધુરસ શક્તિને યોગ તત્વ અથવા યોગી પણુ કહે છે અને અંતરિક્ષ અદભુત રસ શક્તિને યોગેશ્વર પણુ, જીવનમુક્તપણુ કહે છે, એથીય પર અવ્યક્ત તુરિયાતીત રુપ પરમાત્મા છે.

આ રીતે તત્વદર્શી સિદ્ધ ગુરુની કૃપાથી પરમાત્મા અને તેની શક્તિને પિંડ શરીરમાં શોધવા અધ્યાત્મમાં પુરુષાર્થ કરવાનો છે.

અનુસંધાન પ્રણવ સિધ્ધગીતા, જય ગુરુદેવ.

– સાભાર કમલેશ પ્રજાપતિ (અમર પ્યાલો સતસંગ ધારામાંથી)