પત્ની સાથે કચકચ થઈ તો પતિ ઘરની બહાર નીકળી ગયો, પછી થયું કંઈક એવું કે પત્નીનું મહત્વ સમજાયું

0
1698

હુંસા-તુંસી :

કોઈ વાત પર પત્ની સાથે કચકચ થઇ ગઈ. પતિ બબડતો ઘરની બહાર નીકળી ગયો, વિચાર્યું કે હું ક્યારેય આ ઝઘડાળ સ્ત્રી સાથે વાત નહીં કરું. ખબર નહિ સમજે છે શું પોતાની જાતને? જ્યારે જુઓ ત્યારે ઝઘડો, શાંતિથી રહેવા જ નથી દેતી.

નજીકના ટી સ્ટોલ પર પહોંચીને ચા નો ઓર્ડર આપ્યો અને સામેના સ્ટૂલ પર બેસી ગયો.

અવાજ સંભળાયો – આટલી ઠંડીમાં બહાર ચા પી રહ્યા છો?

પતિએ ગરદન ફેરવીને જોયું તો બાજુમાં સ્ટૂલ પર બેઠેલા ઘરડા વડીલ તેમને પૂછી રહ્યા હતા.

તમે પણ આટલી ઠંડીમાં અને આટલી ઉંમર હોવા છતાં બહાર છો. પતિએ તે વડીલને કહ્યું.

તે વૃદ્ધ વ્યક્તિએ હસતાં હસતાં કહ્યું કે, હું તો સાવ એકલો છું, ન તો ઘરવાળા કે ન કોઈ જીવનસાથી. પણ તું તો પરણેલો લાગે છે.

જવાબમાં પતિએ કહ્યું, પત્ની ઘરમાં જીવવા નથી દેતી. આખો દિવસ કચકચ કરે છે, બહાર ન ભટકું તો શું કરું?

ગરમ ચા ની ચુસ્કીઓ અંદર જતાં જ હૃદયની કડવાશ બહાર આવી ગઈ.

પ્રતીકાત્મક ફોટો

વૃદ્ધ વ્યક્તિએ કહ્યું, પત્ની જીવવા દેતી નથી? ભલા માણસ જિંદગી જ પત્ની દ્વારા હોય છે. 8 વર્ષ થયા મારી પત્નીને ગયાને, જયારે જીવતી હતી ત્યારે મેં ક્યારેય પણ તેની કિંમત કરી નથી. આજે સાલી ચાલી ગઈ, તો ભૂલી શકતો નથી, જાણે આખું ઘર કરડતુ હોય એવું લાગે છે.

બાળકો તેમના કામમાં મસ્ત છે, આલીશાન ઘર, સંપત્તિ બધું છે પરંતુ તેની કોઈ મજા નથી. હું આમજ ક્યાંકને ક્યાંક ભટકતો રહું છું, કંઈ ગમતું નથી. તેના ગયા પછી, હવે ખબર પડી કે તે મારા જીવનનો જ નહિ, પણ મારા ઘરનો પણ ધબકાર હતી. હવે જાણે બધું નિર્જીવ જેવું થઇ ગયું.

વૃદ્ધની આંખોમાં વેદના અને આંસુનો સાગર હતો.

પતિએ તે વડીલની બધી વાત મનમાં ઠાંસી લીધી કે આજ પછી હું મારી પત્ની સાથે ક્યારેય કોઈ પ્રકારની હુંસા-તુંસી નહીં કરું, તેણે ચા વાળાને પૈસા આપ્યા, વૃદ્ધ સામે જોયું અને એક મિનિટ પણ બગાડ્યા વગર ઘર તરફ વળી ગયો.

દૂરથી જોયું તો ચિંતિત આંખો સાથે દરવાજા ઉપર જ તેની પત્ની ઉભી હતી.

ક્યાં ચાલ્યા ગયા હતા, જેકેટ પણ પહેર્યું ન હતું. ઠંડી લાગી જશે તો? પત્નીએ કહ્યું.

તું પણ તો સ્વેટર વગર દરવાજે ઉભી છો.

કંઈક આવી રીતે જ બંનેએ આંખોથી એકબીજાનો પ્રેમ વાંચી લીધો. અને પત્નીને વચન આપ્યું કે આજ પછી હું ક્યારેય પણ તારી સાથે રકઝક નહિ કરું.