એક પૌરાણિક શનિ મંદિર જેમાં આવેલી અખંડ જ્યોતિના દર્શન માત્રથી જીવનના બધા દુઃખ દૂર થાય છે.

0
495

ઉત્તરાખંડ દેવભૂમિમાં ઘણા પ્રસિદ્ધ અને ચમત્કારીક મંદિર હાજર છે. એ મંદિરો માંથી એક શનિદેવ મંદીર ઉત્તરકાશી જિલ્લાના ખરસાલી ગામમાં આવેલું છે.

શનિદેવનું આ પ્રાચીન મંદિર સમુદ્ર તટથી લગભગ સાત હજાર ફૂટની ઊંચાઈ પર આવેલું છે. આ મંદિરની અનોખી બનાવટ અને સુંદર કલાકૃતિઓના કારણે આ મંદિર પૌરાણિક હોવાનું સહજ માની શકાય છે.

સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું કે આ મંદિરમાં વર્ષમાં એકવાર કાર્તિક પૂર્ણિમાના દિવસે શનિદેવ પ્રગટ થાય છે. આ દિવસે શનિદેવની ઉપર રાખેલા ઘડા અથવા કળશ પોતે જ બદલાઈ જાય છે. આવું કઈ રીતે થાય છે? આના વિશે આજ સુધી કોઈ ને પણ ખબર નથી પડતી અને આના રહસ્યની કોઈ જાણકારી મળી નથી. આ શનિદેવનો ચમત્કાર જ માનવા માં આવે છે.

એક એવી પણ માન્યતા છે કે જે ભક્ત મંદિરમાં શનિદેવના દર્શન માટે આવે છે. એમના બધા કષ્ટ અને મુશ્કેલીઓ હંમેશા માટે અંત થઇ જાય છે.

ચારધામ યમુનોત્રી ધામની યાત્રા અનેક લોકોએ કરી હશે. દૂર્ગમ ન હોવા છતાં માહિતીના અભાવે આ દૂર્લભ એવા સ્થળની મુલાકાતથી વંચિત રહ્યા હશે. આ મંદિરથી જોડાયેલી વાર્તાઓ અને ઈતિહાસથી એ જાણકારી મળે છે કે આ મંદિરનુ નિર્માણ પાંડવો દ્વારા કરવા માં આવ્યું હતું.

આ મંદિર પાંડવો ના સમયનું માનવા માં આવે છે. આ પાંચ માળના મંદિર નિર્માણમાં પથ્થર અને લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલા માટે એ પૂર અને ભૂસ્ખલનથી સુરક્ષિત રહે છે.

આ મંદિરને બહારથી જોઇએ તો એ વાતની સહેજ પણ ખબર નહીં પડે કે આ પાંચ માળનું મંદિર છે. આ મંદિર માં શનિદેવ ની મૂર્તિ કાંસા ની બનેલી છે અને આ મૂર્તિ પાંચમા માળ પર સ્થાપિત છે. આ મંદિરની અંદર એક અખંડ જ્યોતિ પણ છે. આ જ્યોતિ વિશે એવું કહેવા માં આવે છે કે આ જ્યોતિના દર્શન માત્રથી જીવનના બધા દુઃખ દૂર થાય છે.

વાચેલી નોંધના આધારે રૂબરૂ મુલાકાત સપ્ટેમ્બર ૨૦૧૭.

– સાભાર જિતુ ઠકરાર (ગામ ગાથા ગ્રુપ)