રાગ – શંભુ શરણે પડી…
શિવ ને વંદન કરું, ચરણે અરજ કરું,
શરણ આપો,
કૃપા કરી કિરતાર આશિષ આપો,
હું તો અહમ વહેમ નો વાસી,
કુડા કલયુગ થી ગયો ત્રાસી,
અમ પર દયા કરો, થોડી રહેમ કરો
દુઃખડા કાપો,
કૃપા કરી કિરતાર આશિષ આપો,
હું તો મિથ્યા જગત નો છું વાસી, મોહમાયા માં થયો હું વિલાસી,
અમ પર નજરું કરો, દિલ માં દયા ધરો, રુદિયે રાખો,
કૃપા કરી કિરતાર આશિષ આપો,
હું તો મુખે થી જપું છું તુજ નામો,
હશે ભૂલોથી ભરેલા ઘણા કામો,
મિથ્યા બહુ રે મથ્યો, જગ માં બહુ રે ઘુમ્યો, રાહ બતાવો,
કૃપા કરી કિરતાર આશિષ આપો,
હું તો ભટકી રહ્યો છું બહુ ભય માં
મારી મતિ ફરે છે ભ્રમણ માં,
રાજેશ શરણે રહે, મિથ્યા બહુ ન ભમે, માફી આપો,
કૃપા કરી કિરતાર આશિષ આપો
શિવ ને વંદન કરું, ચરણે અરજ કરું, શરણં આપો,
કૃપા કરી કિરતાર આશિષ આપો.
રચના – રાજેશભાઈ વ્યાસ, ધ્રુવનગર, મોરબી. (અમર કથાઓ ગ્રુપ)