પવિત્ર શ્રાવણ માસમાં ચંદ્રમૌલી શિવ શંકરના ચરણે સમર્પિત કાવ્ય પુષ્પ, વાંચજો જરૂર.

0
531

પવિત્ર શ્રાવણ માસમાં ચંદ્રમૌલી શિવ શંકરના ચરણે મતિ અનુસાર રચેલ કાળું-ઘેલું કાવ્ય પુષ્પ ધારું છું.

ભોલા ભંડારી.

જય જય જય ભોલા ભંડારી ,[૨]

આસુતોષ કર સહાય અમારી ,

ભાલે અર્ધચંદ્ર અતિ સુંદર ,

જટાજૂટ માં ગંગા ધારી .

જય જય જય ભોલા ભંડારી .[૨]

ડમરુ માં વેદ-સ્વર ગાજે ,[૨]

કંઠે તારા ભુજંગો રાજે ,

વ્યાઘ્રચર્મ ને ભભૂત સોહે ,

સાથે છે ત્રિશુલ ભય હારી ,

જય જય જય ભોલા ભંડારી .[2]

નીલ છે કંઠ હલાહલ ધારી ,[૨]

ત્રીજું નેત્ર ‘કામ’દે બાળી ,

કૈલાસે છે વાસ તમારો ,

ભૂત ગણો કરતા કિલકારી ,

જય જય જય ભોલા ભંડારી .[૨]

સદા કમંડળ નિકટ તમારી ,[૨]

ભાલે તુજ ત્રિપુંડ ત્રિપુરારિ ,

સ્મશાન માં પણ વાસ તમારો ,

વાહન નંદી ,બૈલ સવારી ,

જય જય જય ભોલા ભંડારી .[૨]

થાય બિલીપત્રે તુજ સેવા ,[૨]

રુદ્રાક્ષો પણ શોભિત કેવા ,

દૂધ અને જળ ના અભિષેકો ,

ભોલેનાથ ,ત્રિલોચન ધારી ,

જય જય જય ભોલા ભંડારી .[૨]

કેદારનાથ,સોમનાથ ,નાગેશ્વર ,[૨]

મહાકાલ ,વિશ્વનાથ ,રામેશ્વર ,[૨]

મલ્લિકાર્જુન ,બૈજનાથ ,ત્રમ્બકેશ્વર ,[૨]

ભીમાશંકર ૐકાર ,ઘુષ્મેશ્વર ,[૨]

જ્યોતિર્લિંગ બાર પ્રભુ તારા ,

રહ્યા ભારત-ભૂમિ ઉઘ્ધારી .

જય જય જય ભોલા ભંડારી .[૨]

લિંગ સ્વરૂપે તારું પૂજન ,[૨]

ભાંગ-ધતૂરા થી તુજ અર્ચન ,

સંહારક તું , ઉધ્ધારક તું

તું છે શંકર ભવભય હારી ,

જય જય જય ભોલા ભંડારી .[૨]

વામ પક્ષ છે પાર્વતી માતા [૨]

ગણેશ કાર્તિકેય બે ભ્રાતા [૨]

લાભ -શુભ છે પૌત્રો તમારા ,

રિદ્ધિ-સિદ્ધિ વહુઆરુ તમારી ,

જય જય જય ભોલા ભંડારી .[૨]

શ્રાવણ માસ તમારો પ્યારો ,[૨]

સોમવાર નો દિન અતિ સારો ,[૨]

છોરું સામે ,જરા જોજો ભગવન ,

બુદ્ધિ મુજબ કરું ભક્તિ તમારી ,

જય જય જય ભોલા ભંડારી.(2)

– ઓમપ્રકાશ વોરા, અમદાવાદ.