પાવઠા ની પરોજણ : જેણે ગામડામાં જીવન પસાર કર્યું છે તેમને જ આના વિષે ખબર હશે.

0
920

કૂવા પરનું પાવઠુ (મંડાણ) લગભગ તો બધાને ખબર હશે કદાચ આજની પેઢી ને એ નશીબમાં નહીં હોય. આમ તો ગામડાં ગામમાં વહેલા પરોઢિયે પનિહારી પોતાના પાણી ભરવાનાં વાસણો લયને કૂવા કાંઠે આવે ત્યારે એક બીજી સહેલીઓ સુખદુઃખની વાતો કરવાની જગ્યા.

આપણી લોક સંસ્કૃતિ માં લોકગીતો ગવાય છે કે,

હિંચકે હિઢોણી મારું રુપલા બેડલું રે લોલ

ઉગ્યું ને આથમીયુ કૂવા ને કાંઠડે રે લોલ,

ઘડો ડુબે નહીં સિચણયુ રે સય રે લોલ!!!

કબીર કૂવા એક હૈ

પનિહારી અનેક

બરતન સબકે ન્યારે ન્યારે

પાની સબ મે એક

એ કૂવાનું પાવઠુ (મંડાણ) અને તેના પર રહેલો ગરેડો એટલે કે આખા કૂવા નો આધાર કહેવાય.

હાલમાં તો બીજા ની શું વાત કરું પણ મારી વાડીએ આવું કૂવા પાવઠુ નથી રહ્યું. પરંતુ મારા બાળપણના દિવસોમાં હતું કોહ પણ હતો. આજે એ પાણી ભરવાનો કોહ નાં અવશેષો છે.

એ કોહ જ્યારે અમે બંને ભાઈઓ સાથે પાણીનાં કોહની અંદર બેસીને નિશાળ નું લેશન કરતા તે સમય અને આજનો સમય ઘણું-બધું કહી જાય છે. એ સમયે લગભગ ખેતરમાં ડિઝલ એન્જિન હતું કારણકે લાઇટ નો જમાનો બોવ ઓછો.

અમે કાકા બાપાના ચાર ભાઈઓ ઉંમરમાં જાજો ફેર નહીં પણ બધાં ભાઈઓ એક બીજા થી પાંચેક વર્ષ નાનાં મોટાં હતાં. ભણતર સાથે ખેતી કરવાની એમાં મોટા ભાઈ ને થોડી ઘણી સાયકલ આવડે પણ ડબલ સવારી તો નહીં જ!!! એટલે અમારે પગ જ તો ડવા નાં સાથે એક હાથમાં પાણીની ગાગર અને બીજા હાથમાં પાણી સિંચવા માટે લાંબી રાશ (દોરડું) આવું બધું ઉલ્લેખ કરવો પડે આજની પેઢીને કદાચ ખબર ન હોય.

રસ્તામાં આવતું છાણ ગાગરમાં ભરવું પડે નહીતર બધું નકામું કારણ કે, વાડીએ ફૂટ-વાલના વાઈસર ટુટેલા હોય એટલે પાણી ન ખેંચે!!! આમ કરતાં અમે ચારેય ભાઈઓ વાડીએ પોહચી ને બધાંને કામ સોંપી દીધેલું જ હોય છે.

મોટા ભાઈ ને ખાલી મશીન ઉપાડવાનું કામ. બીજા ભાઈને પાણીની લાઈન ભરવા સાથે મશીનની પીન પાડવાનું મારા ભાગે કૂવાનાં પાવઠે થી પાણીની ગાગર ભરીને આપવાની મારાં થી નાના તો બસ બેહી રહેવાનું. અમારે એ લાડકો એટલે કૂવા ને કાંઠે લગભગ બધાની વાડીએ વડવાઓ નું વાવેલ ઝાડ હોય જ!!!

એમ મારી વાડીએ ખૂબ જુનો ગુદો હાલમાં પણ અડીખમ ઉભો છે તોયકા જેવા વાવાઝોડાબને સહન કર્યા પછી પણ એમને એમ અડીખમ ઉભો છે. બસ તેની નીચે રમતું રમ્યા કરે કહેવાય કંઈ નહીં નહીંતર પાછું ઠૈળ્યાય જાય. હવે અમે બધા ભાઇઓ પોત પોતાના કામમાં જોતરાઈ ગયા પણ મોટાં ભાઈ સાથે થોડીક રકઝક થઈ એટલે અમે બધા અમારા કામ પડતાં મૂકીને ગુંદા ના ઝાડ નીચે બેસી ગયા પણ મોટાં ભાઈ મુંઝાય કે હવે કરવું શું?

કારણ કે મશીન ઉપાડવું બોવ ભારે એક જ કામ થાય કા મશીન નું હેડલ ફેરવી શકાય પણ મશીનની પિન પાડવી કેમ પણ થાય શું મોટે ઉપાડે બોલી તો નાંખ્યું; અમે ત્રણેય ભાઈઓએ એમને ઘડીક મથવા દિધું!!!

છેલ્લે થાકી ને આંખોમાં આંસું સાથે મોટા ભાઈ આવ્યાં અમને બધાને મનાવી ફરી પાછા મશીન ચાલુ કરવામાં જોતરાઈ ગયા…

મશીન ચાલુ થયું પણ થારુ ટુટેલ એટલે પાણી અડધું પાછું કૂવામાં પડે. તગારા ભરી ભરીને ધૂળ નાખી સલાખુ રાખીને કૂવામાં જાતું પાણી અટકાવી ઈ પાવઠામા નાહ્યવાની મજા કંઈક ઓર હતી.

પાણીનો ધોર્યો ઉરબ એટલે ઘડી ઘડી કાંતી ફેરવી પડે તેની પર બેસવાની મજા જેને માણી હશે તે ને આજે પણ યાદ હશે;

કાંતી શબ્દ ઘણા ને અચરજ પમાડ તો હશે કારણકે તમારા પંથકમાં શું કહેવાય એ ખબર નહીં? મારા શેઢે મેહદી ઘણી એટલે તેને કાપીને લાંબી દોરી બાંધીને પાણીનાં ધોરીયામા રાખી એક તેની માથે એક જણ બેસે અને બીજો જણ ખેંચે.

આજના યુગમાં ખેતી પ્રત્યે ઘણો વિકાસ થયો છે આમ ચાપ દબાવી એટલે પાણી સીધું નાકે નિકળે

પાણીની લાઈનો નખાય ગય ટ્રેક્ટર ની ખેતી થય ગય.

ખાતરના ગાડા વાળા હવે અમે રહ્યા નથી!!!

હવે ઈ પાવઠાની પરોજણ ગઈ એ ગરેડા ગયા પરંતુ હજી ક્યાંક ને ક્યાંક તમને જોવા મળે છે પણ જીર્ણ હાલતમાં હશે?

પણ હાં પાવઠે-પાવઠે પરમાર્થ અને પુરુષાર્થ તો ખરો જ.

મારા જીવનની ખાટીમીઠી યાદોં ને આપની સમક્ષ શેર કરું છું કદાચ આપને પસંદ પડે તો પ્રતિભાવ આપજો અને શબ્દો ભુલ હોય તો સુધારજો.

સાથે સાથે આ સરકાર ને એક ટકોર તો ખરી અણધારી આફત તો આમ આવ્યાં જ કરશે, કણબી નાં દીકરા એકલાં જ ચાલ્યા કરશે.

બાંધ્યું છે કફન અહીં તો રણમેદાને મો તનું,

બાજી સવળી અને અવળી થયાં કરશે.

મુઠી ભરી વાવશે ખેડૂત અહીં બાજરો,

સતાના તખ્તા પણ હવે બદલાયા કરશે.

અહિંસાની ચળવળે ગાંધીજી એ ગજવ્યો દેશ,

શહીદ ભગતસિંહ અને સુખદેવ ફરી પાક્યા કરશે.

અભિમાન ન કર હે માનવી એક ખુરશી નું,

હક માટે તો રક્ત અહીં રેડાયા કરશે.

સરદાર નાં રક્તમાં સરદાર પાક્યા જ કરશે.

અજ્ઞાત…

માટી મારી મમતાળી

વંદે વસુંધરા

– ટાઈપીંગ કણબી ની કટારી એથી

(જયંતિ પટેલ)