‘પેલા પેલા જુગમા’ વાંચો આ હૃદયસ્પર્શી ગુજરાતી રચના.

0
426

પેલા પેલા જુગમા રાણી તુ હતી પોપટી ને

પે’લા તે પે’લા જુગમા રાણી

તુ હતી પોપટી ને, અમે રે પોપટ રાજા રામનાં

હોજી રે અમે રે પોપટ રાજા રામનાં.

ઓતરાદે ખંડમાં આંબલો પાક્યો ત્યારે

સૂડલે મરેલ મુને ચાંચ રાણી પીંગળા

હે… પીડે ફકીરે મારા પ્રાણ જ હર્યાને

યોય ન હાલી મોરી સાથ મારી પીંગળા

દનડા સંભારો ખમ્મા, પૂર્વજન્મના સેહવાસનાં

હે… બીજા-બીજા જુગમાં રાણી,

તુ હતી મૃગલી રે અમે રે મૃગેશ્વર રજા રામનાં,

મધરાતે વનમાં પારધી એ ફાંસલો બાંધ્યો

પડતાં છાંડ્યા મારા પ્રાણ રાણી પીંગળા

હે… પીડે ફકીરે મારા પ્રાણ જ હર્યાને

યોય ન હાલી મોરી સાથ મારી પીંગળા

દનડા સંભારો ખમ્મા, પૂર્વજન્મના સેહવાસનાં

હે….ત્રીજા ત્રીજા જુગમા રાણી

તું હતી બ્રાહ્મણીને અમે રે તપેશ્વર રાજા રામના

ખંડલીક વનમાં ફૂલ વીણવા ગ્યાતાં ત્યારે,

ડસિયેલ કાળુડો નાગ રાણી પીંગળા,

હે… પીડે ફકીરે મારા પ્રાણ જ હર્યાને

યોય ન હાલી મોરી સાથ મારી પીંગળા

દનડા સંભારો ખમ્મા, પૂર્વજન્મના સેહવાસનાં

ચોથા ચોથા જુગમા રાણી

તું હતી પીંગળા ને અમે રે ભરતરી રાજા રામનાં

હે…. ચાર ચાર યુગમાં વાસ હતોને

તોય ના હાલી મારી સાથ રણી પીંગળા

દનડા સંભારો ખમ્મા, પૂર્વજન્મના સેહવાસનાં.

– સાભાર તુષાર પ્રજાપતિ (અમર કથાઓ ગ્રુપ)