ગોબરેલા : આખું જીવન પૈસા પૈસા કરનારા લોકોએ જરૂર વાંચવી જોઈએ આ નાનકડી સ્ટોરી.

0
1219

ગામડાઓમાં એક જીવાત મળી આવે છે, જેને ગોબરેલા કહેવામાં આવે છે. તેને ગાય, ભેંસોના તાજા છાણની સુગંધ ખુબ વધુ ગમે છે. તે સવારે જ છાણની શોધમાં નીકળી પડે છે અને આખો દિવસ તે જ્યાં પણ છાણ મળી જાય છે, ત્યાં તેનો ગોળો બનાવવાનું શરુ કરી દે છે.

સાંજ થતા સુધી તે એક મોટો ગોળો બનાવી લે છે. પછી આ ગોળાને ધકેલતા ધકેલતા તેના દર સુધી લઇ જાય છે. પણ દર ઉપર પહોચતા જ તેને ખબર પડે છે કે ગોળો તો ઘણો મોટો બની ગયો પણ તેના દરનું દ્વાર ઘણું નાનું છે. ખુબ પરિશ્રમ અને પ્રયત્નો પછી પણ તે તે ગોળાને દરની અંદર નથી ધકેલી શકતા, અને તેને ત્યાં જ છોડીને દરમાં જતી રહે છે.

એવો કાંઇક હાલ આપણા માણસોનો પણ છે. આખું જીવન આપણે દુનિયાભરની ધન દોલત જમા કરવામાં લગાવી દઈએ છીએ અને જયારે અંત સમય આવે છે, તો ખબર પડે છે કે તે બધું તો સાથે નથી લઇ જઈ શકતા અને ત્યારે આપણે એ જીવનભરની કમાણીને ખુબ પસ્તાવાની નજરે જોતા જોતા આ સંસાર માંથી વિદાય થઇ જઈએ છીએ.

પુણ્ય કોઈને દગો નથી આપતું અને પાપ કોઈનો સગો નથી થતું. જે કર્મને સમજે છે, તેને ધર્મને સમજવાની જરૂર નથી પડતી. સંપત્તિના ઉત્તરાધિકારી કોઈ પણ કે અનેક હોઈ શકે છે, પણ કર્મોના ઉત્તરાધિકારી માત્ર અને માત્ર આપણે પોતે જ હોઈએ છીએ. એટલા માટે તેની શોધમાં રહીએ જે આપણી સાથે જવાનું છે, તેને પ્રાપ્ત કરવામાં જ સમજદારી છે.