જે લોકો એકલા રહે છે, તેમને સરળતાથી મળતી નથી સફળતા, જાણો સફળતા મેળવવા શું કરવું જોઈએ

0
357

સળગતા લાકડાની મદદથી ગુરુએ પોતાના શિષ્યને જે શિક્ષા આપી તે દરેકના જીવનમાં ઉપયોગી છે, જાણો. પ્રાચીન સમયમાં ઘણા શિષ્યો ગુરુકુળમાં સાથે ભણતા અને શિક્ષણ મેળવતા હતા. આશ્રમ ઘણું મોટું હતું. બધા શિષ્યોની રહેવાની જગ્યા અલગ અલગ હતી. એક શિષ્ય આશ્રમના બધા શિષ્યો સાથે મળીને રહેતો હતો. તે દરેક કામમાં બધાની મદદ કરતો હતો. થોડા દિવસો પછી અચાનક એ શિષ્ય એકલો રહેવા લાગ્યો.

આશ્રમમાં કોઈને સમજાયું નહીં કે તે કેમ એકલો રહેવા લાગ્યો છે. જ્યારે બધા શિષ્યોએ આ વાત તેમના ગુરુને કહી, તો એક સાંજે ગુરુ તે શિષ્યની ઝૂંપડીમાં પહોંચ્યા. તે સમયે ઠંડીના દિવસો ચાલી રહ્યા હતા. તે શિષ્યએ પોતાની ઝૂંપડીમાં થોડા લાકડા સળગાવી રાખ્યા હતા અને તે ત્યાં જ બેઠો હતો.

જ્યારે ગુરુ તે શિષ્યની ઝૂંપડીમાં પહોંચ્યા, ત્યારે શિષ્યએ સામાન્ય રીતે નમસ્કાર કર્યા અને પાછો તેની જગ્યાએ જઈને બેસી ગયો. ગુરુ પણ તેની પાસે બેસી ગયા. બંને લાંબા સમય સુધી શાંતિથી ચુપચાપ બેસી રહ્યા. પછી ગુરુ ઉભા થયા અને સળગતા લાકડામાંથી એક લાકડું કાઢીને એક બાજુએ અલગ મૂકી દીધું.

શિષ્ય આ બધું જોઈ રહ્યો હતો. થોડા સમયમાં જ બાજુમાં રાખેલું લાકડું ઓલવાઈ ગયું. હવે તે લાકડામાં થોડી પણ અગ્નિ બચી ના હતી. ગુરુ ફરી ઉભા થયા અને તેમણે તે લાકડાને સળગતા ફરીથી લાકડા સાથે મૂકી દીધું. તે લાકડું ફરીથી સળગવા લાગ્યું.

હવે ગુરુ શિષ્યની ઝૂંપડીમાંથી બહાર જવા લાગ્યા. ત્યારે શિષ્યએ ગુરુને કહ્યું કે, ગુરુદેવ તમારો સંદેશ હું સમજી ગયો છું. આપણે હળીમળીને રહેવું જોઈએ. જો આપણે સાથે રહીશું, તો આપણી સમસ્યાઓ સરળતાથી ઉકેલાઈ શકે છે. જો તમે એકલા રહેશો તો નાની મુશ્કેલી પણ મોટી લાગવા લાગશે, નાના કામમાં પણ સફળતા સરળતાથી મળશે નહીં.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.