મિત્રો ધાર્મિક મંદિર કે જગ્યામાં શાન્તિ સ્વછતાં પવિત્રતા જાળવવી આપણાં સારા સંસ્કાર અને સારાં ગુણ છે. મારો બાઈક પ્રવાસ લેખ લખવાનો હેતુ ધર્મ પ્રચારનો છે. ધાર્મિક મંદિરો સ્થળોની માહીતી જનતા સુધી પહોંચાડવાનો છે કોઈ ભૂલ હોયતો માફ કરશો. મારા દરેક બાઈકપ્રવાસ માં મારી ધર્મ પત્ની દરેક સુખ દુઃખ મારી સાથેજ હોય છે.
મિત્રો આજનો આપડો પ્રવાસ ગુજરાત સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ભાટિયાગામ થી 7 કિલોમીટર બાજુમાં આવેલ નાનું એવું રળિયામણું પીંડારા તીર્થક્ષેત્રનો છે. ત્યાં જવા માટે જામનગર થી દ્વારકા રોડપર 100 કિલોમીટર ના અંતરે ભાટિયા ગામ પાસે પોરબંદર થી ભાટિયા અને પોરબંદર થી દ્વારકા રોડપર 70 કિલોમીટર ભોગત થઈને 30 કિલોમીટર ના અંતરે જવાય દ્વારકાથી 40 કિલોમીટર ના અંતરે જવાઈ.
પિંડરાગામ નું મૂળનામ દેવપુરી હતું. શાસ્ત્રોમાં ઉલ્લેખ જોવા મળે છે. આ દેવપુરીમાં મહાન તપસ્વી ઋષિ શ્રીદુર્વાસા મુનિ એ આશ્રમ સ્થાપી તપસ્યા કરી. અહીં મહાન ઋષિ શ્રી અગસ્ત્ય નો આશ્રમ હતો તપસ્યા કરતા. કહેવાય છે કે ઋષિ દુર્વાસાએ શ્રીકૃષ્ણ ના પુત્ર સામ્બને યાદવો નો સર્વનાશ નો શ્રાપ અહીં આપેલ હતો.
અને ભગવાન શ્રીકૃષ્ણએ દુર્વાસા ૠષિને દ્વારકામાં આવવાનું આમંત્રણ આપીયુ અને શ્રીકૃષ્ણ ભગવાન અને રુક્ષમણીજી દુર્વાસા ઋષિને રથમાં લેવા આવિયા. અને દુર્વાસા ઋષિ કહે તમે આ ઘોડા જાનવરને ત્રા સઆપી રથમાં બેસીને ઘોડા પાસે રથ ખેંચાવો છો. હું ત્યાં દ્વારકામાં આવું પણ ઘોડાની બદલે તમે બંને પતિ પત્ની રથ ખેંચો રથમાં જોડાઈને તો જ હું દ્વારકા આવું.
ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષમણીજી ઘોડાને બદલે પોતે રથમાં જોડાઈ ને દુર્વાસા ઋષિને રથમાં બેસાડી રથ ખેંચીને પિંડારા થી દ્વારકામાં તેમના રાજમહેલમાં લઈ જાય છે. પિંડારા (દેવપુરી ) દ્વારકા થી પણ પ્રાચીન છે. અહીં મહાભારતના કાળ દરમિયાનમાં નાગવંશી રાજા રાજ્ય કરતા હતા. ત્યારે તે દેવપુરી તરીકે જાણીતું હતું. મહાભારતના યુ ધપછી શ્રીકૃષ્ણ ભગવાન ને પાંડવોને કહ્યું અહીં દેવપુરી ની ભૂમિ ૠષિ અગત્સ્ય અને દુર્વાસા ઋષિ ની તપોભુમી છે. તે પવિત્ર ભૂમિછે. તમારા પૂર્વજો નું શ્રાદ્ધ અહીં કરો. બધાને મોક્ષની પ્રાપ્તિ થશે.
પાંડવો એ અહીં તેમના પૂર્વજો નું શ્રાદ્ધ કર્યું અને લોખંડના પિંડ પાણીમાં તરાવીયા હતા. અહીં અતિ પુરાણું એક રાયણ વૃક્ષનું ઝાડ છે. તે આશરે 5000 વર્ષો જૂનું મનાય છે. તે વૃક્ષ નિચેબેસી દુર્વાસા ઋષિ તપસ્યા કરતા તેવું કહેવાય છે. આ પિંડારક તીર્થક્ષેત્રમાં શ્રાદ્ધ ભૂમિ મનાય છે. તેનો ઉલ્લેખ મહાભારતમાં છે.
અને ભગવાન શ્રીકૃષ્ણ સ્વધામ ગયા પછી દ્વારકા સમુદ્રમાં સમાઈ ગઈ તેમ પિંડારા પણ પાણીમાં સમાઈ ગયું. અત્યારે જે કુંડ છે તેનાથી દૂર 4 કિલોમીટર સમુદ્રની અંદર પ્રાચીન કુંડ ના અવશેષો જોવા મળેલ છે.
સમુદ્રની ઓટ હોય ત્યારે દરિયામાં પાણી પાછળ હોઈ ત્યારે પ્રાચીન કુંડના અવશેષો અમાસ ને દિવસે ક્યારેક જોવા મળે છે. અહીં શ્રાવણમહિનામાં અમાસ ને દિવસે મલ્લ કુસ્તી અને મેળાનું આયોજન થાઈ છે. આ તીર્થક્ષેત્ર અતિપુરાણું તીર્થક્ષેત્ર મનાઈ છે. તેવો ઉલ્લેખ પણ પુરાણો માં છે. અને ભગવાનશ્રીકૃષ્ણ ના રાજ્ય થી અત્યારે પણ પિતૃના મોક્ષ માટે અહીંના કુંડમાં પિંડ તરાવવામાં આવે છે. મહાભારત ના યુ ધપછી હરિવંશપુરાણમાં લખ્યા મુજબ પાંડવોએ અહીં લોખંડના પિંડ તરાવીયા હતા.
આ તીર્થ યાદવો અને ભગવાન શ્રીકૃષ્ણ ના સમયનું માનવામાં આવે છે. અહીં અતિ પુરાણા આશ્રમ અને મંદીરના અવશેષો જોવા મળેછે. અહીં યાદવો મલ્લ કુસ્તી કરવા આવતા આ સમુદ્રના કિનારે. અહીંની ભૂમિ દુર્વાસાૠષિ અગત્સ્ય ઋષિ ની પવિત્ર તપો ભુમી હોય અહીં આ સમુદ્ર કિનારે અને કોઈ પણ શાપિત ગ્રહયોગ હોય. જેવા કે, રાહુ, ગુરુ, ચાંદાલયોગ, ચંદ્ર, સૂર્યગ્રહણ, કાલસર્પ યોગ નું નિવારણ અહીં વિધિ તર્પણ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય તે પુરાણો માં કહ્યું છે.
આ પિંડરા ક્ષેત્રનો મહિમા બહુજ છે. આ સ્થળે અસ્થિ પધરાવી શકાય છે. જેનો મહિમા પ્રાચી ચાણોદ પ્રયાગ કરતા પણ વિશેષ મનાય છે. કારતક માસ, માગશર માસ, ચૈત્ર માસ, ભાદરવા માસ અને શ્રાવણ માસ ની અમાસ ના લોકો પિતૃ તર્પણ વિધિ કરવા મોટી સંખ્યામાં આવે છે. અહીં ભીમદેવએ
સ્થાપિત કરેલ ત્રાંબાનો કુંડ દરિયામાં ગરકાવ થઈ ગયો છે.
અહીં શિવમંદિર છે. તેમના દર્શન કરવા થી દુઃખ દૂર થાય છે. અહીં નો કુંડ શિવમંદિર પોરબંદરના દાનવીર શેઠ શ્રી બી એલ જોશી ટ્રસ્ટ એ જીણોદ્વાર કરી સરસ જગ્યા બનાવી.
મિત્રો દ્વારકા જાવ ત્યારે અહીં પિંડારક તીર્થક્ષેત્રમાં દર્શન કરવા જરૂર જાજો. ત્યાં પીપળે વડ અને ઝાડ ને પાણી જરૂર પાજો. તમારા પિતૃ પૂર્વજો ના મોક્ષ શાંતિ માટે કુંડમાં પણ પાણી રેડી પ્રાથના કરજો. જય શ્રીકૃષ્ણ.
લેખક – ભરત શીંગડીયા, જય માતાજી
(સો.પ્રજાપતિ) 16 /8 /2021 (અમર કથાઓ ગ્રુપ)