મીન વાર્ષિક શનિ રાશિફળ : નવા વર્ષમાં વધશે માન સન્માન, ઘર કે વાહન ખરીદી શકો છો.

0
1759

ન્યાયના દેવતા શનિ 2022 માં મીન રાશિ ઉપર કેવી અસર કરશે, કેટલો લાભ અને કેટલું નુકશાન થશે, જાણો.

શનિદેવ ન્યાયના દેવતા છે. તે ખરાબ કર્મ કરવા વાળાને દંડ આપે છે અને સારા કર્મ કરવા વાળા ઉપર તેની કૃપા દ્રષ્ટિ કરે છે. શનિદેવની કૃપાથી રંક પણ રાજા બની જાય છે અને તેના નારાજ થવાથી રાજા માંથી રંક પણ બની જાય છે. એટલા માટે શનિદેવની પૂજા કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ઘણું જરૂરી માનવામાં આવે છે.

શનિદેવની વક્ર દ્રષ્ટિને કારણે ઘર દુઃખ, દરિદ્રતા, સંકટ દુર્ઘટના જેવી સમસ્યાઓ આવવા લાગે છે. તે તકલીફો માંથી છુટકારો મેળવવા અને શનિદેવને પ્રસન્ન કરવા અને તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે પૂરી વિધિ સાથે સાચા મનથી શનિદેવની પૂજા કરવી જોઈએ. પૂજામાં બેદરકારી રાખવાથી તમારે તકલીફોનો સામનો કરવો પડશે. આગળ જાણો વર્ષ 2022 માં શનિ ગ્રહ મીન રાશિ ઉપર કેવી અસર કરશે.

મીન રાશિ : આ વર્ષે મીન રાશિ ઉપર 29 એપ્રિલથી 12 જુલાઈ વચ્ચે શનિની સાડાસાતીની અસર રહેશે. આ સમય ઉપરાંત બીજો સમય તમારા માટે ફાયદાકારક સાબિત થશે. કાર્યોમાં આવી રહેલી અડચણો દુર થશે અને સતત સફળતા મળવાથી તમારા યશ અને માન સન્માનમાં વધારો થશે. આ વર્ષે તમે નવું ઘર કે વાહન વગેરે વસ્તુ ખરીદી શકો છો. તમારો આત્મવિશ્વાસ વધેલો રહેશે.

રોજગારીના દ્રષ્ટિકોણથી પણ આ વર્ષ તમારા માટે મહત્વપૂર્ણ રહેશે. શનિના વક્રી કાળ દરમિયાન કોઈ ખરાબ સમાચાર તમને મળી શકે છે. તે દરમિયાન તમારે તમારા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું પડશે, નહિ તો કોઈ મોટી મુશ્કેલીમાં તમે ફસાઈ શકો છો. કુટુંબ તમારા માટે પ્રાથમિકતા રહેશે. નોકરી કે વેપારમાં દેરક ડગલું સમજી વિચારીને ઉપાડો. ગયા વર્ષની નુકશાનીની ભરપાઈ આ વર્ષે થઇ શકે છે.

ઉપાય :

(1) દર શનિવારે સરસીયાના તેલમાં તમારો ચહેરો જોઈને દાન કરો.

(2) શનિના 12 નામના મંત્રોના જાપ કરો. કાળી વસ્તુ જેવી કે બુટ-ચપ્પલ, કામળાનું દાન કરો.

(3) શનિવારે માંસ-મદિરાનો ત્યાગ કરો અને કોઈ ગરીબ વ્યક્તિને હેરાન ન કરો.

(4) દરેક શનિવારે ઉપવાસ રાખો અને સાંજે શનિદેવની પૂજા કર્યા પછી અડદની ખીચડી ખાવ.

(5) દરરોજ સૂર્યદેવની તરફ મોઢું કરીને શમીના છોડમાં પાણી નાખવાથી શનિનો પ્રકોપ ઓછો થાય છે અને વ્યક્તિના જીવનની તમામ અડચણો અને ખરાબ સમય દુર થઇ શકે છે.