ભારતના આ મંદિરના ચમત્કાર આગળ બધા કરે છે નમસ્કાર, નથી ઉડતું તેના પરથી કોઈ વિમાન કે પક્ષી.

0
574

આ મંદિર ઉપરથી કોઈ વિમાન કે પક્ષી ઉડી શકતું નથી, ધજા પવનની વિરુદ્ધ દિશામાં ફરકે છે, જાણો રોચક વાતો.

જગન્નાથ પુરી ચાર ધામોમાંથી એક છે. તે હિંદુઓ માટે એક મુખ્ય તીર્થસ્થળ છે. આખા વર્ષ દરમિયાન અહીં ભક્તોનો ખુબ ધસારો રહે છે. આ મંદિરનો મહિમા અને ચમત્કાર આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. ચાલો આજે જાણીએ જગન્નાથ મંદિર સાથે જોડાયેલા અદ્ભુત તથ્યો અને અદ્ભુત ચમત્કારો વિશે.

મંદિરની ઉપરથી કોઈ વિમાન ઉડી શકતું નથી : જગન્નાથ પુરી મંદિર વિશે એવું માનવામાં આવે છે કે તેની દેખરેખ ગરુડ પક્ષી કરે છે. ગરુડને પક્ષીઓના રાજા માનવામાં આવે છે. આવી સ્થિતિમાં અન્ય પક્ષીઓ આ મંદિર ઉપરથી ઉડતા નથી. વળી, જગન્નાથ પુરી મંદિરના ઉપરના ભાગમાં આઠ ધાતુઓથી બનેલું એક વર્તુળ છે. તેને નીલચક્ર કહે છે. એવું માનવામાં આવે છે કે આ ચક્ર મંદિરની ઉપર ઉડતા વિમાનોમાં અવરોધ ઉભો કરે છે. એટલા માટે આ મંદિર ઉપરથી કોઈ વિમાન ઉડી શકતું નથી.

પવનની વિરુદ્ધ દિશામાં ફરકે છે ધજા : સામાન્ય રીતે કોઈપણ ધજા પવનની દિશામાં ફરકતી હોય છે. પરંતુ આ મંદિરની ટોચ પરની ધજા પવનની વિરુદ્ધ દિશામાં ફરકે છે. ધ્વજના આ રહસ્યને લઈને વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યમાં છે.

મંદિરનું પ્રવેશદ્વાર અદ્ભુત છે : જગન્નાથ પુરી મંદિરના ચાર દરવાજા છે. મુખ્ય દરવાજાને સિંહદ્વારમ કહે છે. કહેવાય છે કે મંદિરના આ પ્રવેશદ્વાર પર સમુદ્રના મોજાનો અવાજ સંભળાય છે. પરંતુ અહીંથી મંદિરમાં પ્રવેશતાની સાથે જ મોજાઓનો અવાજ બંધ થઈ જાય છે.

પ્રસાદ રાંધવાની પરંપરા અનોખી છે : અહીં ભગવાનને અર્પણ કરવા માટેનો પ્રસાદ રાંધવાની પરંપરા છે. પ્રસાદ રાંધવા માટે સાત વાસણો એકબીજા પર મૂકવામાં આવે છે. પહેલા સૌથી ઉપરના વાસણમાં પ્રસાદ તૈયાર થાય છે. તે પછી અનુક્રમે અન્ય વાસણોમાં પ્રસાદ તૈયાર થાય છે. પણ જોવા જઈએ તો સૌથી નીચેના વાસણમાં પહેલા પ્રસાદ તૈયાર થવો જોઈએ કારણ કે તેને સૌથી પહેલા આગ મળે છે. પણ અહીં તેનાથી વિરુદ્ધ થાય છે. આશ્ચર્યની વાત એ છે કે પ્રસાદ રાંધવા માટે બળેલા લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.