માર્ચ મહિનામાં ક્યારે આવી રહ્યો છે પ્રદોષ વ્રત, જાણો તિથિ અને પૂજાનો શ્રેષ્ઠ સમય.

0
1195

હિંદુ ધર્મમાં દર મહિનાની બંને પક્ષો એટલે કે કૃષ્ણ અને શુક્લ પક્ષની ત્રયોદશી પર પ્રદોષ વ્રત રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પ્રદોષ વ્રતના દિવસે જે વ્યક્તિ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂર્ણ ભક્તિથી પૂજા કરે છે, તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભગવાન શંકરના આશીર્વાદ મેળવવા માટે ભક્તો પ્રદોષ વ્રતના દિવસે ઉપવાસ પણ રાખે છે. ભગવાન શિવની કૃપા હંમેશા તેમના પર બની રહે છે.

તેરસ સંપૂર્ણ રીતે ભગવાન શંકર અને માતા પાર્વતીને સમર્પિત હોય છે. તેરસના દિવસે પ્રદોષ વ્રતની પૂજા પ્રદોષ કાળમાં કરવાથી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જે મહિનામાં પ્રદોષ વ્રત સોમવારે આવે છે, તેને સોમ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. જ્યારે આ વ્રત મંગળવારે આવે છે ત્યારે તેને ભૌમ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. શનિવારે આવવા પર પ્રદોષ વ્રતને શનિ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. આ તમામ પ્રદોષ વ્રતનું અલગ અલગ મહત્વ છે.

માર્ચ 2022 માં પ્રદોષ વ્રત કઈ તારીખે આવશે?

માર્ચ મહિનાનું પ્રથમ પ્રદોષ વ્રત 15 માર્ચ મંગળવારના રોજ મનાવવામાં આવશે. આ દિવસે ફાગણ માસના શુક્લ પક્ષની તેરસ તિથિ છે. આ વખતે પ્રદોષ વ્રત મંગળવારે પડી રહ્યું છે, તેથી તેને ભૌમ પ્રદોષ વ્રત કહેવામાં આવશે.

માર્ચ 2022 માં પ્રદોષ વ્રતના પૂજાનું મુહૂર્ત

માર્ચ મહિનાના પ્રથમ પ્રદોષ વ્રતની તેરસ તિથિ 15મી માર્ચે બપોરે 1:12 કલાકે શરૂ થશે અને 16મી માર્ચે બપોરે 01:39 કલાકે સમાપ્ત થશે. પ્રદોષ કાલ 15 માર્ચની સાંજે 06.29 PM થી 08:53 PM સુધી રહેશે.

પ્રદોષ વ્રત પૂજા – વિધિ

સવારે વહેલા ઉઠીને સ્નાન કરો.

સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો.

ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો.

થઈ શકે તો વ્રત કરો.

ભગવાન ભોલેનાથનો ગંગા જળથી અભિષેક કરો.

ભગવાન ભોલેનાથને ફૂલ ચઢાવો.

આ દિવસે ભોલેનાથની સાથે સાથે દેવી પાર્વતી અને ભગવાન ગણેશની પણ પૂજા કરો. કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે.

ભગવાન શિવને પ્રસાદ ચઢાવો. ધ્યાન રાખો કે ભગવાનને માત્ર સાત્વિક વસ્તુઓનું જ ભોગ લગાવવામાં આવે છે.

ભગવાન શિવની આરતી કરો.

આ દિવસે ભગવાનનું વધુમાં વધુ ધ્યાન કરો.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)