ઘરમાં સેવા પૂજા કરવાવાળા લોકો ભગવાનના એકથી વધુ સ્વરૂપમાં પૂજા કરી શકે છે.
ઘરમાં બે શિવલીંગની પૂજા ન કરો તથા પૂજાની જગ્યાએ ત્રણ ગણેશજી ન રાખો.
શાલીગ્રામજીની બટીય જેટલી નાની હોય એટલી વધુ ફાયદાકારક છે.
શુભ કાર્યોમાં કુમ કુમનું તિલક શુભ માનવામાં આવે છે.
પૂજામાં તૂટેલા અક્ષતના ટુકડા ન નાખવા જોઈએ. તેને લોટો, ચમચી વગેરે લેવું જોઈએ કેમ કે નખ સ્પર્શથી વસ્તુ અપવિત્ર થઇ જાય છે જેથી આ વસ્તુઓ દેવ પૂજા માટે યોગ્ય રહેતી નથી.
તાંબાના વાસણમાં દૂધ, દહીં કે પંચામૃત વગેરે ન નાખવું જોઈએ કેમ કે તે દારુ જેવું થઇ જાય છે.
આચમન ત્રણ વાર કરવું જોઈએ. તેથી ત્રિદેવ બ્રહ્મા-વિષ્ણુ-મહેશ પ્રશન્ન થાય છે.
ડાબા કાનનો સ્પર્શ કરવાથી પણ આચમન સમાન માનવામાં આવે છે.
કુશાના આગળના ભાગથી દેવતાઓ ઉપર પાણી ન છાંટો.
તિલક દેવતાઓને અંગુઠાથી ન લગાવો.
ચકલીથી ચંદન ક્યારેય ન લગાવો. તે નાની કટોરી કે જમણા હાથ ઉપર રાખીને લગાવો.
ફૂલોને ડોલ, લોટા, પાણીમાં નાખીને પછી કાઢેલું ન ચડાવવું જોઈએ.
શ્રી ભગવાનના ચરણોની ચાર વખત, નાભીને બે વખત, મુખની એક વખત કે ત્રણ વખત આરતી ઉતારીને આખા શરીરની સાત વખત આરતી ઉતારો.
શ્રી ભગવાનની આરતી સમયમુજબ જે ઘંટ, નગારા, ઝાલર, થાળી, ઘડાવલ, શંખ વગેરે વાગતા જ અવાજથી આસપાસના વાતાવરણના જંતુઓનો નાશ થઇ જાય છે. અવાજ બ્રહ્મા હોય છે. અવાજના સમયે એક સ્વર જેવો અવાજ હોય તેમ લાગે છે તેમાં અસીમ શક્તિ હોય છે.
લોખંડના પાત્રથી ભગવાનને નૈવેધ અર્પણ ન કરો.
હવનમાં આગ ઉત્પન થાય પછી આહુતિ આપો.
છાલ સાથે કે જીવાત વાળી સામગ્રી યજ્ઞકાર્યમાં ન લેવી.
પંખા વગેરેથી હવનની અગ્નિ ઉત્પન ન કરો.
મેરુહીન માળા કે મેરુના લંઘન કરીને માળા ન જપવી જોઈએ.
માળા રુદ્રાક્ષ, તુલસી અને ચંદન ની ઉત્તમ માનવામાં આવે છે.
માળાને અનામિકા(ત્રીજી આંગળી) ઉપર રાખીને વચ્ચે(બીજી આંગળી) થી ચલાવવી જોઈએ.
માળા જપતી વખતે માથા ઉપર હાથ કે કપડું ન રાખો.
તિલક કરતી વખતે માથા ઉપર હાથ કે કપડું ન રાખો.
માળા નું પૂજન કરતી વખતે જપ કરવો જોઈએ.
નમસ્કાર કર્યા વગર આશીર્વાદ આપવો નહી.